રાત્રે સુતા પહેલા મોઢામા રાખો ખાલી એક જ એલચી અને પછી જુઓ મળશે આવા ચમત્કારિક ફાયદા, જાણો તમે પણ…

Spread the love

મિત્રો, આપણા ભારતીય રસોઈઘરમા ઈલાયચીનો ઉપયોગ સ્વાદ વધારવા માટે કરવામા આવે છે. તે એક સુગંધીત મસાલો છે. તેનો વધુ પડતો ઉપયોગ ચા, ખીર, હલવો અને મિષ્ટાન્નમા કરવામા આવે છે પરંતુ, શુ તમને ખ્યાલ છે કે, રાત્રે સૂતા પહેલા જો તમે ઈલાયચીનો એક ટુકડો મોઢામા દબાવીને રાખો છો, તો તમને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા અનેકવિધ લાભ પ્રાપ્ત થઇ શકે છે. તો ચાલો આજે આ લેખમા ઈલાયચીના સેવનથી સ્વાસ્થ્યને થતા લાભ વિશે માહિતી મેળવીએ.

મોઢામાંથી વાસ આવતી નથી :

આ વસ્તુ એક પ્રાકૃતિક માઉથ ફ્રેશનરનુ કામ પણ કરે છે. જો તમે તેને રાત્રે સૂતા પહેલા દાંત નીચે દબાવીને રાખો તો તમારા મોઢામાંથી આવતી વાસ તુરંત દૂર થઈ જાય છે.

કબજિયાતની સમસ્યામા રાહત મળે :

જો તમે કબજિયાતની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો ઈલાયચીનુ સેવન તમારા માટે ખુબ જ ફાયદાકારક બની શકે છે. નિયમિત એક એલચીનુ સેવન કરવાથી તમારી કબજિયાત સાથે સંકળાયેલી તમામ બીમારીઓમા તમને રાહત મળે છે.

ઉલ્ટીની સમસ્યામા રાહત મળે :

ઘણીવાર લોકોને ગાડીમા મુસાફરી કરતા સમયે ઉલટી થવાની ફરિયાદ અવશ્યપણે રહેતી હોય છે. એવામા જો તમે બસ, કાર, ટ્રેન અને ફ્લાઈટમાં મુસાફરી કરતા સમયે તમારા મોઢામા ઈલાયચી રાખો છો તો તમને ઉલટી થવાની સંભાવના ઘટી જાય છે.

એસિડિટીની સમસ્યા દૂર થાય :

જો તમે વધારે પડતી એસિડિટીની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો ઈલાયચી એ તમારા માટે ખૂબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. જો તમે તેને રાત્રે સૂતા સમયે દાંત નીચે દબાવીને રાખો તો તેમા રહેલુ એક વિશેષ પ્રકારનુ ઓઈલ રિલીઝ થઈને બોડીમાં જાય છે અને તમારી એસીડીટીની સમસ્યા તુરંત દૂર થઇ જાય છે.

અસ્થમાની સમસ્યા દૂર થાય :

જે લોકો અસ્થમાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે અથવા તો જેમને શ્વાસ લેવામા ખુબ જ તકલીફ પડી રહી હોય છે, તેમના માટે પણ આ ઈલાયચી ખુબ જ લાભદાયી સાબિત થાય છે. અસ્થમાની સમસ્યાથી પીડાતા લોકોએ આ વસ્તુનુ નિયમિત સેવન કરવુ જોઈએ.

વજન નિયંત્રણમાં રહે :

વર્તમાન સમયમા વધતા જતા વજનના કારણે લગભગ દરેક વ્યક્તિ પરેશાન છે. જો તમે નિયમિત એક ઈલાયચીનુ સેવન કરો તો તમે તમારુ વજન નિયંત્રણમા લાવી શકો છો. તેમા સમાવિષ્ટ પોષકતત્વ તમારા વજનને નિયંત્રણમા લાવવા માટે ખુબ જ સહાયરૂપ સાબિત થઇ શકે છે.

તણાવની સમસ્યાને ઘટાડે છે :

જો તમે નિયમિત એક ઈલાયચીનુ સેવન કરો છો, તો તેનાથી તમારા તણાવનુ પ્રમાણ નિયંત્રિત રહે છે એટલા માટે તમારે નિયમિત મોઢામા ઈલાયચી અવશ્યપણે રાખવી જોઈએ, જેથી તમારા તણાવનુ સ્તર નિયંત્રણમા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *