રતન ટાટાએ શેયર કર્યા તેના યુવાવસ્થા ના ફોટાઓ, પચીસ વર્ષ ની ઉંમરે આવા દેખાતા હતા

Spread the love

મિત્રો, એક સામાન્ય વ્યક્તિ થી માંડી ને ઉચ્ચ સ્તર ના સિતારાઓ સુધીના તમામ લોકો ને હાલ આ લોકડાઉન ના કારણે સોશિયલ મીડિયા ની ટેવ પડી ચુકી છે. હાલ સૌ કોઈ પોતાના જીવન સાથે સંકળાયેલ અમુક વિશેષ ક્ષણ સોશિયલ મીડિયામા શેર કરતા હોય છે. ફરક બસ એટલો જ છે કે કોઈ સોશિયલ મીડિયામા વધુ પડતુ સક્રિય હોય છે તો કોઈ ખુબ જ ઓછા. સોશિયલ મીડિયા હાલ લગભગ દરેક લોકોના જીવન મા પ્રવેશી ચુક્યુ છે.

રતન ટાટાએ પણ શેયર કર્યા તેના જૂના ફોટા :

આ છે રતનટાટા કે જે હાલ એક ખ્યાતનામ બિઝનેશમેન તથા ટાટા ગ્રુપ ના ચેરમેન પદે બિરાજે છે, તેઓએ પણ હમણા સોશિયલ મીડિયા મા તેમની યુવાની ના અમુક ફોટોગ્રાફ શેયર કરેલ છે. આ ફોટોગ્રાફ મુકતા વેત જ તે ખુબ જોવા મા આવ્યા તથા હાલ શેયર પણ થઇ રહ્યા છે. જોવા જઈએ તો વાયરલ પણ શા માટે ના થાય.

આ એ જ રતન ટાટાના ફોટોગ્રાફ છે કે જેમણે પોતાના અથાગ પરિશ્રમ અને આવડત થી કંપની ને આજે એ સ્તર સુધી પહોંચાડી છે કે જ્યા પહોંચવાનુ સ્વપ્ન હાલ દરેક યુવાની આંખમા હોય છે. તેમણે પોતાના જુવાની ના આ ફોટોગ્રાફ્સ પોતાના ઈન્સ્ટાગ્રામ ના એકાઉન્ટ પર શેર કર્યા છે. આ ફોટોગ્રાફ્સ શેર કરતા ની સાથોસાથ તેમણે એ પણ લખ્યુ છે કે, આ ફોટોગ્રાફ્સ લોસ એન્જલીસ મા લીધેલી હતી.

લોકો દ્વારા ખુબજ પસંદ કરવામા આવ્યા આ ફોટોગ્રાફ :

તેમના દ્વારા આ ફોટોસ સોશિયલ મીડિયામા શેર કરાયા બાદ લોકો માટે આ ફોટોગ્રાફ્સ ચર્ચા નો વિષય બની ગયા છે. સોશિયલ મીડિયા પર જે કોઈને પણ આ ફોટોગ્રાફ્સ જોવા મળે છે, તે પોતાની જાતને આ ફોટોગ્રાફ્સ પર કમેન્ટ કરવાથી અને શેર કરવાથી રોકી શકતા નથી. એક યુઝરે કોમેન્ટ કરતા જણાવ્યુ છે કે, રતન ટાટા એ એક હોલીવૂડ ના સિતારા ની માફક દેખાય છે.

આ સિવાય અન્ય એક યુઝરે કમેન્ટ કરી છે કે, ખરેખર તે ખુબ જ હેન્ડસમ લાગી રહ્યા છે. રતન ટાટા પોતાનુ ભણતર પૂર્ણ કરવા અર્થે અમેરિકા જતા રહ્યા હતા, ત્યા તેમણે અ‍મુક સમય સુધી નોકરી પણ કરેલ. ત્યાર બાદ ૧૯૬૨ મા તે પોતાના વતન પરત ફરી આવ્યા. જયારે તે પાછા ફર્યા ત્યારે તેમની વય ફક્ત ૨૫ વર્ષ હતી.

થ્રો બેક થર્સ્ડે દ્વારા :

તેમણે સોશિયલ મીડિયા પર પોતાના ફોટોગ્રાફ ને શેર કરતા એક અન્ય વાત પણ લખી છે. તેમણે જણાવ્યુ કે તે આ ફોટોગ્રાફ્સ થોડા દિવસ પહેલા જ શેર કરવાના હતા પરંતુ, તેમને કોઈ પાસે થી થ્રોબેક થર્સડે વિશે માહિતી મળી એટલે જ તેમણે લોસ એન્જલીસ ના દિવસો ને યાદ કરી આ ફોટોગ્રાફ્સ પોસ્ટ કરી.

હવે તમને પણ વિચાર આવતો હશે કે આ થ્રોબેક થર્સડે છે શું ? ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પર હાલ એક ટ્રેન્ડ શરૂ થયો છે, જે ખુબ ચાલ્યો છે. આ હેશટેગ ની સાથે અનેક લોકો પોતાના જૂના ફોટોગ્રાફ શેર કરે છે એટલે જયારે રતન ટાટા ને આ વિશે માહિતી મળી ત્યારે તેમણે પણ થ્રોબેક થર્સડે દ્વારા પોતાના ફોટોગ્રાફ શેર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *