રસોઈઘરમાં રહેલી આ વસ્તુઓ ના ઉપયોગથી, ઘરે જ કરો બ્યુટી પાર્લર જેવું ગોલ્ડ ફેશિયલ…
દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે સુંદર દેખાય કોઈ પ્રસંગ હોય કે કોઈ ત્યારે તમે સૌથી પહેલા પાર્લરમાં જવાનું વિચરશો. તમે પાર્લરમાં જઈને જ્યારે ગોલ્ડ ફેશિયલ કરાવો છો તેવી રીતે તમે ઘરે ઘરેલુ ઉપાય કરીને તેના જેવી જ ગોરી ત્વચા મેળવી શકો છો. તમે પાર્લરમાં જઈને હજારો રૂપિયા બગાડવાને બદલે તમારે ઘરે સાવ થોડી કિમતમાં જ એવી જ નિખારતી ત્વચા મેળવી શકાય છે.
તમે પાર્લરમાં જઈને હજારો રૂપિયા ખર્ચ કરવાના બદલે ઘરે જ તમારી ત્વચાને ચમકાવી શકો છો પાર્લરમાં જઈને તમારી ત્વચાને લાંબા સમય પછી ખરાબ થઈ જાય છે. એક અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે રસાયણિક વસ્તુનો વધારે ઉપયોગ કરવાથી ત્વચા વહેલી વૃદ્ધ બને છે. તેનાથી ત્વચા પર ઘણું નુકશાન થાય છે. તેનાથી ઉમર પહેલા તમે વૃદ્ધ બનવા લાગો છો. ફેશિયલમાં સૌથી વધારે ગોલ્ડ દેશીયલ કરાવવાનું બધા વધારે પસંદ કરે છે.
આનું પરિણામ બીજા ફેશિયલ કરતાં વધારે અસર કારક છે. તમે જાણીને ચોંકી જશો કે તમારા ઘરના રસોડામાં રહેલ વસ્તુઓનો ઉપયોગ કરીને તમે પાર્લર જેવુ જ ગોલ્ડ ફેશિયલ કરી શકો છો. તેના માટે વધારે મહેનત નહીં કરવી પડે અને કેમિકલ પણ નહીં વાપરવા પડે. આજે આપણે જાણીએ કે તેને કેવી રીતે ૧૫ મિનિટમાં ઘરે બનાવી શકાય છે તેના માટે ૪ રીત છે. તેનાથી તમે પાર્લર જેવો જ નિખાર મેળવી શકો છો.
ત્વચા સારી રીતે સાફ કરવી :
ફેશિયલ કરતાં પહેલા તમારે તમારી ત્વચાને સારી રીતે સાફ કરવાની રહેશે. કારણકે ત્વચા પર પહેલાથી રહેલા ધૂળ અને ગંદકી સાફ થઈ જાય અને રોમ છીંદ્ર ની અંદર રહેલી ધૂળ અને ગંદકી પણ સાફ થઈ જાય. તેના માટે તમારે એક વાસણમાં બે ચમચી દૂધ અને એક કોટન્નૌ કપડું અથવા રૂ લેવું.
દૂધમાં તમારે રૂને બોલીને તેને આખા છેરા પર અને ગાળાના ભાગની ત્વચા પર સાફ કરવું. તમારી ત્વચા વધારે ખરાબ હશે તો રૂ વધારે ખરાબ થઈ જશે. તેને તમારે બીજી વાર પણ આ રીતે કરવું તેનાથી ચહેરાની સરખી રીતે સફાઈ થાય છે.
ત્વચા પર સ્ક્રબ કરવું :
ચહેરા પર સ્ક્રબ ચહેરાને સાફ કર્યા પછી કરવામાં આવે છે. તેનાથી ત્વચા પર રહેલા મૃત ત્વચા દૂર થયા છે. તેનાથી તમારી ત્વચા વધારે ઊંડેથી સાફ થઈ શકે છે. સ્ક્રબ બનાવવા માટે તમારે ખાંડ પીસી ને તેનો પાઉડર બનાવી તેમાં એક ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ નાખીને સરખી રીતે ભેળવીને તમારે તેની પેસ્ટ બનાવી લેવી જોઈએ.
જરૂર પ્રમાણે તેને તમારે બનાવવું જોઈએ. તેને તમારે ચહેરા અને ગળાના ભાગ પર હળવા હાથેથી મસાજ કરવું જોઈએ તેને તમારે પાંચ મિનિટ માટે કરવું તે પછી તમારે ચહેરાને સાદા પાણીથી ચહેરાને ધોઈ લેવો જોઈએ.
સ્ટીમ :
સ્ક્રબ કર્યા બાદ તમારે ચહેરાની ત્વચા ઓર રહેલા છિદ્રને ખોલવા માટે સ્ટીમ આપવું જોઈએ. તેના માટે તમારે એક વાસણમાં પાણી લઈ તેને ગરમ કરવું અથવા સ્યતિમ મસીન પણ ચાલે તેના પર તમારે મોઢું રાખીને ટુવાલ વળે ઢાંકીને તમારા ચહેરાને વરાળ આપવી.
હળવી વરાળ લેવાથી ચહેરાના બંધ રોમ છીંદ્ર ખૂલી જાય છે અને ત્વચાને નરમ બનાવે છે. તમારે મહિનામાં એક વાર ચહેરાને સ્ટીમ આપવી જ જોઈએ. આ કરવાથી ચારેના છિદ્ર ક્યારેય ભેગા થતાં નથી અને કચરો પણ ભેગો થવા ડેટા નથી.
માસ્ક લગાવવું :
તે પછી તમારે કુદરતી વસ્તુઓનો બનેલો ચહેરા પર ફેસ માસ્ક લગાવવો જોઈએ આને લગાવવાથી ચહેરાને ચમકવા લાગે છે તેમાં રહેલા પોષક તત્વો ત્વચાને મળે છે. તેને બનાવા માટે તમારે એક વાતકમાં બે ચમચી હળદર લેવી તેમાં એક ચમચી નારિયેળ તેલ, એક ચમચી મધ, અડધી ચમચી લીંબુનો રસ અને એક ચમચી દહી નાખીને તમારે સરખી રીતે ભેળવીને તેનો એક લેપ બનાવવો.
આને તમારે ચહેરા પર અને ગાળાના ભાગ પર લગાવવો અને તેને ૧૫ મિનિટ માટે રાખી દેવું અને તે પછી તેને સાદા પાણીથી ધોઈ લેવું. આ ફેશિયલ કર્યા પછી તમારા ચહેરાની ત્વચા ચમકવા લાગે છે અને તેનો નિખાર પણ વધશે.