“રામાયણ” સીરીયલ થી લોકપ્રિયતા મેળવેલ લવ અને કુશ હાલ જીવે છે આવું જીવન, આ બન્ને બાળ કલાકારો વિશે થયા મોટા ખુલાસા

Spread the love

મિત્રો, હાલ રામાનંદ સાગ રની રામાયણ દૂરદર્શન પર ફરી પ્રસારિત કરવામા આવી રહી છે અને આ ઐતિહાસિક ધારાવાહિક એ ફરી થી ટી.આર.પી. ના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. એકવાર ફરીથી ફક્ત રામાયણ ની વાર્તા જ ચર્ચા મા નથી પરંતુ, તેમા કાર્ય કરતા કલાકારો પણ એટલા જ લાઇમલાઇટમા દેખાયા છે. વર્તમાન સમયમા આ કલાકારો કોઈ ગ્લેમરસ ટીવી શો અને ફિલ્મી દુનિયા વચ્ચે ખોવાઈ ગયા હતા.

રામાયણ ના બાકી પાત્રો ની માફક હવે આ ધારાવાહિક મા લવ-કુશ નુ પાત્ર ભજવતા બાળ કલાકારો પણ હવે મોટા થઈ ચૂક્યા છે. રામાયણ મા લવ-કુશ નુ પાત્ર બે મરાઠા બાળકો દ્વારા ભજવવામા આવ્ય હતુ. તમને જણાવી દઈએ કે રામાયણ મા લવ અને કુશ ના પાત્ર અભિનેતા સ્વપ્નિલ જોશી અને મયૂરેશ ક્ષેત્રમાદેએ નિભાવ્યા હતા.

રામાયણ ના ધારાવાહિક ને શૂટ કર્યુ તેને આજે ઘણો સમય વીતી ગયો છે અને આ બંને બાળ કલાકારો આજે વાસ્તવિક જીવન મા પણ એક સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છે. આ બંને અભિનેતાઓ મા એક અભિનેતા આજે મરાઠી ઈન્ડરસ્ટ્રી નો લોકપ્રિય અભિનેતા છે. જ્યારે બીજો અભિનેતા ન્યૂજર્સી મા છે અને એક મોટી કંપની ના સી.ઈ.ઓ. તરીકે કાર્ય કરી રહ્યો છે.

સ્વપ્નિલ જોશી “મિતવા” અને “દિશવારી” જેવી લોકપ્રિય ફિલ્મો મા કાર્ય કરી ચૂક્યો છે. કુશ નુ પાત્ર ભજવનાર મયુરેશ આજે વિદેશ મા રહે છે. મયૂરેશ એક ખાનગી કંપનીમા અધ્યક્ષ અને સી.ઈ.ઓ. સ્વરૂપે કાર્ય કરે છે. તેમણે અગાઉ પણ આ ક્ષેત્રમા અમુક પ્રતિષ્ઠિત કંપનીઓમા ઉચ્ચ સ્તરના પદ સંભાળ્યા છે. તેઓ એક રાઈટર પણ છે અને એવુ કહેવામા આવી રહ્યુ છે કે, તેમણે બે અન્ય વિદેશી લેખકો ની સાથે ‘સ્પાઈટ એન્ડ ડેવલપમેન્ટ‘ પુસ્તક લખ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *