રામાયણ ના “રાવણ” નો આ કિસ્સો ભાગ્યે જ ખબર હશે, અમરીશ પુરી જેવા દિગ્ગજ કલાકાર પર ભારે પડયો હતો આ ગુજરાતી કલાકાર
મિત્રો, આપણા ટેલિવિઝન ની દૂરદર્શન ચેનલ પર જ્યાર થી રામાયણ ને ફરીથી પ્રસારિત કરવામા આવી રહ્યુ છે. ત્યાર થી આ ધારાવાહિક સાથે સંકળાયેલી અનેક બાબતો સામે આવી રહી છે. એવામા આ અંગે ની તમામ માહિતી તમારા સુધી પહોંચે તેવો અમારો પ્રયત્ન રહે છે. આજે અમે તમને રામાયણ ના રાવણ ના પાત્ર ની સાથે સંકળાયેલ એક એવી વાત જણાવીશુ કે જે તમે ભાગ્યે જ જાણતા હશો.
રામાયણ મા રાવણ નુ પાત્ર તો અરવિંદ ત્રિવેદી દ્વારા ભજવવામા આવ્યુ હતુ. પરંતુ, અરવિંદ ત્રિવેદી પહેલા રાવણ ના પાત્ર માટે બોલીવુડ ના એક પ્રખ્યાત અભિનેતા અમરીશ પુરી ને નક્કી કરવામા આવ્યા હતા પરંતુ, ઓડિશન સમયે બનેલી એક ઘટનાએ રામાનંદ સાગર ના મન ને સંપૂર્ણ રીતે પરિવર્તિત કરી નાખ્યુ. મીડિયા અહેવાલ મુજબ, રામાનંદ સાગરની ટીમથી સંકળાયેલ સદસ્યો રાવણ માટે અમરીશ પુરીનુ નામ જણાવી રહ્યા હતા.
રામાનંદ સાગર પોતે પણ અમરીશ પુરીને આ પાત્ર માટે પરફેક્ટ માનતા હતા. જો કે અરવિંદ ત્રિવેદી કહે છે કે, પ્રભુ શ્રી રામજીના આશીર્વાદ થી તેમને રાવણ નુ પાત્ર મળ્યુ. હાલ, ઓડિશન દરમિયાન થયેલી આ ઘટના વિશે સાંભળીને આ માન્યતા સાચી લાગવા લાગી. અરવિંદ ત્રિવેદીએ એક ઇન્ટરવ્યૂમા જણાવ્યુ હતુ કે, જ્યારે તે રામાનંદ સાગર ની સીરિયલ રામાયણ નુ ઑડિશન આપવા માટે ગુજરાત થી મુંબઇ પહોંચ્યા.
નવાઈ ની વાત તો એ છે કે, રામાયણ મા તે પ્રભુ શ્રી રામ નુ પાત્ર ભજવવા ઇચ્છતા હતા પરંતુ, સીરિયલ મા રાવણ ના પાત્ર ની માંગ હતી. દિગ્ગજ અભિનેતા અમરીશ પૂરીને રાવણ ના પાત્ર માટે કાસ્ટ કરવામા આવે તેવી સૌ કોઈની માંગ હતી પરંતુ, જ્યારે ઓડિશન પૂર્ણ થયુ ત્યારે રામાનંદ સાગર મારી બૉડી લેગ્વેજ અને એટિટ્યૂડ જોઇને બોલ્યા કે, મને મારો રાવણ મળી ગયો અને આ રીતે અરવિંદ ત્રિવેદીએ ઇતિહાસ રચી દીધો.
અત્રે ઉલ્લેખનીય છે કે, દૂરદર્શન પર બીજી વખત પ્રસારિત થતી આ સિરિયલ રામાયણે ટી.આર.પી. ના બધા જ રેકોર્ડ તોડીને ટોપ પોઝીશન મેળવી છે. વર્ષ ૨૦૨૦ ના ૧૪ મા અઠવાડિયે દૂરદર્શન પર આવતી રામાયણે હાલ ટોચનું સ્થાન મેળવ્યુ છે. આટલુ જ નહીં દૂરદર્શન ની વ્યૂઅરશિપ મા પણ ૪૦ કરોડ નો વધારો થયો છે.