“રામાયણ” ના આ કલાકારોએ લઇ લીધી છે દુનિયા થી વિદાય, “વિભીષણ” નુ મૃત્યુ ટ્રેન અકસ્માત મા થયું હતું

Spread the love

રામ નુ પાત્ર ભજવનાર અરુણ ગોવિલ, લક્ષ્મણ નુ પાત્ર ભજવનાર સુનીલ લહેરી, સીતા નુ પાત્ર ભજવનાર દીપિકા ચીખલીયા અને આ સિવાય ના અન્ય ઘણા લોકો હાલ ચર્ચા નો વિષય બન્યા છે. આ રામાયણ સાથે સંકળાયેલા અમુક એવા વ્યક્તિઓ પણ છે કે જે હાલ આ ક્ષણ ને માણવા માટે આપણી વચ્ચે હાજર જ નથી.

મુકેશ રાવલ :

રાવણ ના સંહાર મા સૌથી મહત્ત્વ ની ભૂમિકા ભજવનાર વિભીષણ એટલે કે મુકેશ રાવલ હાલ આપણી સમક્ષ ઉપસ્થિત નથી. સમગ્ર રામાયણ મા તેમની સજ્જનતા કેન્દ્ર સ્થાને હતી. આ ઉપરાંત જ્યારે તે શ્રી રામ ને પરામર્શ આપે છે તે દૃશ્ય પણ અત્યંત મોહનીય છે. તે હિન્દી અને ગુજરાતી સિનેમા જગત સાથે લાંબા સમય સુધી સંકળાયેલા રહ્યા હતા. વર્ષ ૨૦૧૬ મા ટ્રેન સાથે થયેલી ટક્કર ના કારણે તે મૃત્યુ પામ્યા હતા. મીડિયા થી માહિતી અનુસાર આ સમય દરમિયાન તે પોતાના પુત્ર ના મૃત્યુ ના સદમા મા ઝઝૂમી રહ્યા હતા.

દારા સિંહ :

દારા સિંહ દ્વારા રામાયણ મા હનુમાન નુ પાત્ર ભજવવા મા આવ્યુ હતુ. હનુમાનજી ના પાત્ર માટે તેમના થી શ્રેષ્ઠ કોઈ કલાકાર મળી શકે નહિ. તેમણે પોતાના અભિનય દ્વારા સૌ કોઈના હૃદય મા સ્થાન પામી લીધુ હતુ. તેમના ચાહકો તેમને રામભક્ત હનુમાન તરીકે પૂજવા લાગ્યા હતા. તેમનુ મૃત્યુ ૧૨ જુલાઇ , ૨૦૧૨ ના રોજ થયુ હતુ. તેમના અંતિમ સમયે તેમણે પુત્ર વિન્દુ દારા સિંહ ને રામાયણ જોવાની ઈચ્છા પ્રકટ કરી હતી.

લલિતા પવાર :

આજે પણ જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ને ભડકાવતુ હોય ત્યારે તેમને રાણી કૈકેયી ની દાસી મંથરા ની ઉપમા આપવામા આવે છે. રામાયણ મા લલિતા પવારે મંથરા નુ પાત્ર ભજવ્યુ હતુ. તેમનો અભિનય એટલો પ્રભાવશાળી હતો કે લોકો વાસ્તવ મા લોકો મંથરા ના નામ થી પણ નફરત કરવા લાગ્યા હતા. હિન્દી સિનેમા જગત મા આજે પણ તેને ખલનાયિકા ના સ્વરૂપ મા યાદ કરવામા આવે છે. ૨૪ ફેબ્રુઆરી , ૧૯૯૮ ના રોજ તેણી નુ મૃત્યુ થયુ.

વિજય અરોડા :

રામ-રાવણ યુધ્ધ મા એક સમય એવો પણ આવ્યો હતો કે રાવણ ના પુત્ર મેઘનાથે લક્ષ્મણ ને મૂર્છિત કરી નાખ્યા હતા. આ મેઘનાથ નુ પાત્ર વિજય અરોડાએ નિભાવ્યુ હતુ. તેમણે આશા પારેખ થી લઈને મૌસમી ચેટરજી તથા વહિદા રહેમાન અને પરવીન બાબી જેવી અનેક પ્રખ્યાત અભિનેત્રીઓ સાથે કાર્ય હતુ. આ ઉપરાંત તેમણે હિન્દી અને ગુજરાતી નાટકો મા પણ કાર્ય કર્યુ હતુ. વર્ષ ૨૦૦૭ મા પેટ ના કેન્સર ના કારણે તે મૃત્યુ પામ્યા હતા.

શ્યામ સુંદર કલાની :

રામાયણ મા સુગ્રીવ નુ પાત્ર ભજવનાર શ્યામ સુંદર કલાની નુ મૃત્યુ હાલ હમણા જ થયુ. તેમના મૃત્યુ પર અરુણ ગોવીલ થી લઈને સુનીલ લહેરી સુધીના તમામ લોકોએ દુઃખ વ્યક્ત કર્યું હતુ. તે ઘણા લાંબા સમય થી કેન્સર ની સમસ્યા થી પીડાઈ રહ્યા હતા. રામાયણ મા તેમણે સુગ્રીવ નુ પાત્ર ખૂબ જ સારુ ભજવ્યુ છે.

આ સિવાય આ લોકો પણ થયા છે ગૌલોક વાસી :

આ ઉપરાંત રામાયણ મા રાજા જનક નુ પાત્ર ભજવનાર અભિનેતા અને લેખક મૂળરાજ રજદા, કુંભકર્ણ નુ પાત્ર ભજવનાર નલિન દવે અને રાણી સુનૈના નુ પાત્ર ભજવનાર ઊર્મિલા ભટ્ટ પણ મૃત્યુ પામી ચૂક્યા છે અને આપણી વચ્ચે હાજર નથી. આ ત્રણેય નુ મૃત્યુ ક્રમશઃ વર્ષ ૨૦૧૨ , વર્ષ ૧૯૯૦ અને વર્ષ ૧૯૯૭ મા થયુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *