“રામાયણ” ના આ બંને કલાકારો ને તેમના ચાહકો માને છે ભગવાન? આ વિશે અભિનેત્રીએ કરી આ મોટી વાત?

Spread the love

મિત્રો, હાલ સમગ્ર દેશમા લોકડાઉન ની સ્થિતિ ના કારણે લોકો ઘર મા કેદ થઈ ચૂક્યા છે અને ઘરમા રહીને લોકો ને કંટાળો આવે નહિ તે માટે ‘રામાયણ’ની ટીવી પર એકવાર ફરી શરૂ કરવામા આવી. આ ધારાવાહિક ની વાપસી સાથે જ તેમા કાર્ય કરેલા પાત્રો ભજવનાર લોકો પણ ફરી ચર્ચા મા આવી ગયા છે. પછી તે પ્રભુ શ્રી રામ નુ પાત્ર ભજવનાર અરુણ ગોવિલ હોય કે સીતા નુ પાત્ર ભજવનાર દીપિકા ચિખલિયા.

આ બંને પાત્રો ને આ ધારાવાહિક એ એટલી સફળતા અપાવી છે કે લોકો તેમને ખરેખર ઈશ્વર માનવા લાગ્યા હતા. હાલ મા જ સીતા નુ પાત્ર ભજવી ચુકેલા દીપિકા ચીખલિયાએ ઈન્ટરવ્યૂમા જણાવ્યુ હતુ કે, બોલીવુડમા રામ-સીતા અને લક્ષ્મણ નુ પાત્ર ભજવવા માટે કોણ યોગ્ય રહેશે. દીપિકાએ આ ખુલાસો મીડિયા સાથેના ઈન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો.

હાલ બોલીવુડમા રામાયણ પર આધારિત ફિલ્મ બનાવવા ની ચર્ચા ચાલી રહી છે. જે વચ્ચે દિપિકાએ જણાવ્યુ હતુ કે, કઈ જોડી રામ સીતા બનવા માટે યોગ્ય છે. આ સાથે તેમણે એ પણ જણાવ્યુ કે, રાવણની ભૂમિકા કોણ નિભાવી શકે છે. દિપિકાએ ઈન્ટરવ્યૂમા જણાવ્યુ કે, હાલ અત્યાર સુધીમા અનેક રામાયણ બની ચૂકી છે. સીતા એ લંબાઈ ધરાવતા નહોતા. તેમનુ શીશ પ્રભુ શ્રી રામની છાતી સુધી પહોંચતુ હતુ.

મને લાગે છે કે, સીતાના પાત્ર માટે આલિયા ભટ્ટ યોગ્ય રહેશે અને રામના પાત્ર માટે ઋતિક રોશન તથા રાવણ ના પાત્ર માટે અજય દેવગણ યોગ્ય રહેશે. રામાયણ નુ પુનઃ પ્રસારણ ટીવી પર ૨૮ માર્ચ થી શરૂ થઈ ગયુ છે. ત્યારે આ ધારાવાહિક ને મળી રહેલી પ્રતિક્રિયા ને જોતા દિપિકાએ કહ્યું કે, મે આ ધારાવાહિક ૩૩ વર્ષો મા ક્યારેય પણ જોયુ નથી. પરંતુ, તે હંમેશા મારા હૃદય ની નજીક રહ્યુ.

કારણ કે, આ ધારાવાહિક મા હુ અનેક વાર મારા ફોટા જોતી હતી. આ ધારાવાહિક ના મારા પહેરવેશ અને પાત્ર સાથે હુ હંમેશા જોડાયેલી રહી. દિપિકાએ કહ્યુ કે , મને લાગતુ હતુ કે નવી પેઢી જ્યારે આ ધારાવાહિક ને જોશે ત્યારે તેમની પ્રતિક્રિયા જુદી જ હશે. પરંતુ, મને એ જાણીને ખુશી થઈ રહી છે કે આજે પણ આ ધારાવાહિક લોકો ને બાંધીને રાખે છે અને તેનો જાદૂ યથાવત છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *