“રામાયણ” મા રામાનંદ સાગર ‘સુગ્રીવ’ના પાત્ર માટે હતા ચિંતિત, ભગવાન રામ નુ નામ લઈ ને સૂતા અને બીજા દિવસે સર્જાયો આ ચમત્કાર

Spread the love

અમે તમને રામાનંદ સાગર ની ‘રામાયણ’ સાથે સંકળાયેલી કેટલીક એવી વધુ રસપ્રદ વાર્તાઓ જણાવીએ, જેમાં સુગ્રીવ ને કેવી રીતે કાસ્ટ કરવા મા આવ્યો તથા રામાનંદ સાગર ને કઈ રીતે પ્રાપ્ત થયો પોતાનો ‘રાવણ’.

રામાનંદ સાગર ની રામાયણ મા હનુમાન નું પાત્ર દારા સિંહએ ભજવ્યું હતુ. આમા રામાયણ ના સહ-દિગ્દર્શક પ્રેમ સાગરે પોતાના એક ઇન્ટરવ્યુ મા જણાવ્યુ હતું કે, “દારા સિંહ સાથે અમારા કૌટુંબિક સંબંધો હતા તેમજ તે શિસ્તબદ્ધ માણસ હતા”. રામાયણ મા હનુમાન ને તૈયાર કરવા માટે દારા સિંહ ના મેક-અપ માટે અંદાજીત ૩ થી ૪ કલાક નો સમય લાગ્યો હતો. દારા સિંહ એ પોતે પણ હનુમાન ભક્ત હતા. ગુજરાત ના ઉમરગાંવ મા યોજાયેલી રામાયણ નુ શૂટિંગ બપોરે ૩ વાગ્યા સુધી કરવામા આવ્યું હતુ.

તમામ કલાકારો ની સંભાળ લેવા મા આવી હતી તેમજ તે આશ્ચર્ય પમાડે તેવી વાત એ છે કે શૂટિંગ દરમિયાન કોઈ પણ અભિનેતા બીમાર પડ્યો ન હતો. ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદી ને રાવણ ના પાત્ર મા રખાયો હતો. પ્રેમ સાગરે જણાવ્યુ હતું કે અરવિંદ ત્રિવેદી ને જોતા રાવણ નુ ચિત્ર બહાર આવ્યુ તેમજ અમને ગુજરાત મા અમારું રાવણ નુ પાત્ર મળી ગયું. પ્રેમ સાગરએ જણાવ્યુ હતું કે, ‘રામાયણ ના તમામ મુખ્ય અભિનેતાઓ ની પસંદગી કરવામા આવી હતી, પણ રામાનંદ સાગરે સુગ્રીવ નુ પાત્ર ભજવવા માટે કોઈ ની પસંદગી કરી નહોતી.

એ બીક થી રામાનંદ સાગર પ્રભુ શ્રી રામ ને યાદ કરતા સૂઈ ગયા હતા. બીજે દિવસે સવારે ઇંદોર નો એક કુસ્તીબાજ રામાયણ ના સેટ પર પહોંચ્યો તેમજ તેણે કહ્યું કે તે સુગ્રીવ પાત્ર ભજવવા માંગે છે તથા તરત જ તેને સુગ્રીવ નુ પાત્ર ભજવવા માટે કાસ્ટ કરવા મા આવ્યો હતો. તમને જણાવીએ કે સુગ્રીવ  નુ પાત્ર શ્યામ સુંદર દ્વારા રામાયણ મા ભજવાયુ હતુ,  જે પાત્ર નુ તાજેતર મા અવસાન થયુ છે.

રામાયણ મા કામ કરનાર જુનિયર કલાકાર ની ગણતરી ક્યારેય નહોતી થઈ. પ્રેમ સાગરે જણાવ્યુ હતું કે, જો વ્યક્તિઓ રામાયણ મા યુદ્ધ ના સ્થળે ઓછા પડતા હતા, તો પાસે ના ગામડા ના ગ્રામજનો ને જુનિયર કલાકારો બનાવ્યા. તે જ સમયે સતત છ સિલ્વર જ્યુબિલી સુપરહિટ મૂવીઝ બનાવ્યા પછી, જ્યારે રામાનંદ સાગરે ટી.વી. પર રામાયણ બનાવવા નો નિર્ધાર કર્યો ત્યારે તેના તમામ સહકર્મીઓએ તેને ઝડપી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *