રામ-રાવણ ના યુદ્ધ પેહલા તેમણે એકબીજા સાથે મેળવ્યો હતો હાથ, જુઓ આશરે ત્રીસ વર્ષ જૂની આ વાઈરલ થયેલી તસ્વીર!

Spread the love

મિત્રો, હાલ દૂરદર્શન પર ફરી એકવાર પ્રસારિત થઈ રહેલ રામાયણ ના હાલ ના એપિસોડ મા અસત્ય પર સત્ય નો વિજય થયો છે તથા પ્રભુ શ્રી રામે રાવણ નો વધ કરી નાખ્યો છે. ત્યારે આજ વહેલી સવાર થી સોશિયલ મીડિયા મા રામાયણ ખૂબ જ ટ્રેડિંગ મા ચાલી રહ્યુ છે.  પ્રભુ શ્રી રામ અને રાવણ વચ્ચે નુ આ મહાયુદ્ધ રામાયણ નો ખૂબ જ અગત્ય નો ભાગ હોવાથી મોટાભાગના લોકોએ ખૂબ જ અધીરા થઈને તેની મજા માણી હતી.

આ બધા વચ્ચે પ્રભુ શ્રી રામ અને રાવણ નુ પાત્ર ભજવનાર અરૂણ ગોવિલ અને અરવિંદ ત્રિવેદી નો એક ફોટો પણ સોશિયલ મીડિયા મા ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલી આ તસવીરો કદાચ રામ તથા રાવણ ના યુદ્ધ નુ શૂટિંગ કરવા મા આવેલ તે પહેલા ની છે. આ ફોટા મા આ બંને કલાકારો ને એકબીજા સાથે હાથ મિલાવતા જોઈ શકો છો. લોકો આ ફોટા ને ખૂબ જ વધુ પડતો પસંદ કરી રહ્યા છે.

આ ફોટા પર લોકો અનેક પ્રકાર ના પ્રતિભાવ આપી રહ્યા છે. એક વ્યક્તિએ રામાયણ ના શૂટિંગ સમય ના આ ફોટા પર તે ફોટો અત્યંત મનમોહક છે તેવી કોમેન્ટ પણ કરી હતી. અત્યાર સુધી તમે પ્રભુ શ્રી રામ અને રાવણ વચ્ચે નુ સંઘર્ષ થી ભરપૂર યુદ્ધ જોયુ હશે. જેમા રામ જ્યારે રાવણ નુ એક શીશ કાપે ત્યા નવુ શીશ આવી જતુ હતુ. રામે રાવણ ના દસેય માથા અને ભુજાઓ મા ૧૦-૧૦ બાણ માર્યા તો પણ તે પાછા આવી ગયા હતા.

ત્યારબાદ વિભિષણે પ્રભુ શ્રી રામ ને રાવણ ની નાભિમા રહેલા અમૃત વિશે માહિતી આપીને તેના પર પ્રહાર કરવા કહ્યુ ત્યારે રાવણ નો અંત લાવી શકાયો. રામાનંદ સાગર ની રામાયણમા રાવણ નું પાત્ર ભજવીને કલાકાર અરવિંદ ત્રિવેદીએ ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી અને લોકો તેમને રિયલ લાઈફ મા પણ રાવણ જ માનવા લાગ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *