પુત્ર હોવા છતાંપણ ચાર પુત્રીઓએ મળીને આપી પિતાને કાંધ, કારણ જાણીને તમે પણ બની જશો ભાવુક…

Spread the love

મિત્રો, આપણા હિન્દુ ધર્મની પરંપરા અને શાસ્ત્રો મુજબ અમુક એવા પણ કાર્ય છે કે, જે ફક્તને ફક્ત દીકરા દ્વારા જ કરવામા આવે છે પરંતુ, હાલ પ્રવર્તમાન સમયમા પરિવારની પરિસ્થિતિના કારણે મોટાભાગના ઘરોમા આ પ્રકારની પરંપરાઓ હાલ તૂટતી જોવા મળી રહી છે. હાલ, આ પરંપરા સાથે સંકળાયેલ એક મામલો સામે આવ્યો છે. આ મામલો યૂપીના ઝાંસી જિલ્લાનો છે. અહી પોતાના પિતાની અર્થીને ચાર દીકરોઓએ કાંધ લીધી હતી.

હાલ નવાબાદ થામાના આ વિસ્તારના ડડિયાપુરૂ ગલ્લા મંડી રોડના નિવાસી ગૌરેલાલ સાહુનુ ગત શુક્રવારના રોજ હૃદયના હુમલાથી મૃત્યુ નીપજ્યુ હતુ. પિતાના મૃત્યુ અંગેની ખબર મળતા જ ચાર પુત્રીઓ પુત્ર બનીને ફરજ નિભાવવા માટે સીધી જ પિતાના ઘરે આવી પહોચી હતીં. ત્યારબાદ અશ્રુ ભરેલી આંખો સાથે તેમણે પિતાને અંતિમ વિદાય આપી અને તેમના મૃતદેહને કાંધ આપી હતી.

આ ચારેય પુત્રીઓએ મળીને જ પિતાની અર્થીને વિધિ-વિધાનપૂર્વક સ્મશાનગૃહ સુધી પહોચાડી હતી. અહી તેમણે સંપૂર્ણ વિધિ સાથે હિન્દુ સંસ્કાર મુજબ તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. અહી જ્યારે તેમણે પોતાના પિતાને મુખાગ્નિ આપીને અંતિમ વિધિ કરી તો આસપાસના તમામ લોકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા કારણકે, આ મૃતકને એક પુત્ર પણ હતો. પુત્ર હોવા છતાપણ પુત્રીઓને મુખાગ્નિ આપતા જોઇને સૌ કોઈ ઊંડા વિચારમા સારી પડ્યા હતા.

જ્યારે આ ઘટનાની જાણ થઇ ત્યારે પત્રકારો આ ઘટનાસ્થળે આ અંગેની વિશેષ માહિતી મેળવવા માટે અહી આવી પહોંચ્યા અને તેમણે આ અંગે પૂછપરછ કરી કે, ભાઈ હોવા છતાપણ તમે લોકોએ પિતાની અર્થીને કાંધ કેમ આપી? ત્યારે આ મૃતકની પુત્રીએ જણાવ્યુ કે, તેનો ભાઈ અવારનવાર પિતા સાથે ઝઘડા કર્યા રાખતો હતો અને આ કારણોસર જ અમે ચારેય બહેનો મળીને પિતાની સારસંભાળ કરતા હતા. જ્યારે પિતાનુ નિધન થયુ ત્યારે અમે બહેનોએ નક્કી કર્યું કે, ભાઈને પિતાના મૃતદેહને હાથ પણ નહી લગાવવા દઈએ. આ કારણોસર અમે બહેનાએ મળીને અંતિમ સંસ્કારની વિધિ નિભાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *