પ્રભુ શ્રી બજરંગબલીની કરો આ સમયે વિધિવત પૂજા, થશે તમામ ઈચ્છાઓ પૂર્ણ…

Spread the love

હનુમાનજીને બધા દેવી-દેવતામા બધાથી તાકાતવર માનવામા આવે છે. તેઓ ભગવાન શ્રી રામના પરમ ભક્ત છે. તેઓ બધા લોકો પર બહુ થોડા સમયમા જ ખુશ થાય છે. જો કોઇ આમની સાચા મનથી પુજા અર્ચના કરે તો તે લોકોના જીવનમા ચાલતી બધી જ સમસ્યા થોડા સમયમા દુર થશે. આમની સાચા મનથી સેવા કરવાથી લોકોના જીવનની મોટામા મોટી મુશ્કેલી દુર થાય છે. આમ આમની પુજા કરવાથી ખાલી મુશ્કેલી દુર થાય છે એમ નથી આમ કરવાથી તમારી કુંડળીમા રહેલ ગ્રહદોષ પણ દુર થાય છે.

આમ કળિયુગમા જો આમની સાચા મનથી પુજા અર્ચના કરવામા આવે તો તમારા પર જલ્દી ખુશ થાય છે અને તેનુ ફળ પણ ખુબ જ સારુ મળે છે. ઘણા જ્યોતિષો એમ કહે છે કે આમની કૃપાથી શ્નિદેવનો ખરાબ પ્રભાવ અને તેના દ્વારા આપવામા આવેલ ખરાબ ફળ પણ દુર થાય છે. ભારતીય ઘણા શાસ્ત્રોમા તમારા જીવનમા ચાલતી મુશ્કેલીઓ દુર કરવા આમની પુજા અને ઘણા ઉપાયો વિશે જણાવ્યુ છે.

તેઓ હમેશા શ્રી રામ અને સીતાની ભક્તિમા લિન રહેલ હોય છે. પ્રાચીન માન્યતા મુજબ એમ કહેવામા આવે છે કે જ્યારે તેઓ આરામ કરે છે ત્યારે તેમને આપણી મનોકામના કહેવામા અવે છે તો તે પુરી થાય છે. તો આજના આ લેખમા આપણે તમારા જીવનની બધી જ તકલીફ દુર કરવાના કેટલાક ઉપાયો વિશે જાણીશુ. તો ચાલો જાણીએ તેના વિશે.

કુંડળીમા રહેલ ગ્રહ દોષ દુર કરવા માટે :

તમારી કુંડળીમા ગ્રહની ખરાબ સ્થિતિ અને તેના પ્રભાવથી તમારા જીવનમા ઘણી બધી મુશ્કેલીઓ આવે છે. તો તમારે રાતના સમયે બજરંગબલીની પુજા કરવી જોઇએ. આમ કરવાથી સારુ ફળ આપણને મળે છે. રાતે હનુમાન ચાલીસાના ત્રણ વાર પાઠ કરવા જોઇએ. આમ કરવાથી ગ્રહ દોષ દુર થાય છે અને તમને શુભ ફળ મળે છે.

વિદેશમા સારુ કામ મેળવવા માટે :

આજકાલના બધા લોકોની ઇચ્છા વિદેશમા રહેવાની વધારે છે. તે લોકો ત્યા કામ કરવા ઇચ્છતા હોય છે અને તે લોકો પોતાની કોલેજનો અભ્યાસ પણ ત્યા જ કરવા માંગતા હોય છે. આવી ઇચ્છા વાળા લોકોએ સાંજે જ્યારે સુર્યાસ્ત થાય ત્યારબાદ ૮:૩૦ ની આજુબાજુ ચાલીસાના પાઠ કરવા જોઇએ. આમ નવ દિવસ અને ૧૦૮ વાર કરવા જોઇએ. એક વાતનુ ધ્યાન રાખવુ કે નવ દિવસમા કરેલ પાઠ નવ દિવસ બાદ ૧૦૮ વાર જ થાવા જોઇએ. આમ કરવાથી તમારી વિદેશ જવાની ઇચ્છા પુરી થાય છે.

સંતાન કહ્યામા ન હોય ત્યારે :

આજકાલના સંતાનોને પોતાના માતા પિતા સાથે કોઇ ને કોઇ સમસ્યા ઊભી થતી હોય છે. તે પોતાની રીતે જીવન જીવવા માગે છે અને પોતાના માતા પિતાનુ ખયુ માનતા નથી. આ સમસ્યા હોય ત્યારે સાંજે આઠ વાગ્યે ચાલીસાના પાઠ કરવા જોઇએ.

પાઠ કરતા કરતા તેમની પાસેથી તમારી ઇચ્છા પુરી કરવા માટેની પ્રાર્થન કરવી જોઇએ. આમ આને તમારે રોજ કરવો જોઇએ. જો તમે તેમ ન કરી શકતા હોય તો મંગળ અને શનિવારના બે દિવસે પણ કરી શકો છો. આમ કરવાથી તમારી સમસ્યાનો અંત આવશે અને તમારુ સંતાન તમારુ કહ્યુ માનવા લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *