પોતાની પોલીસ ની ફરજ પતાવી ઘરે જઈ બનાવે છે માસ્ક, કોરોના સામે ની લડત મા છે ખડે પગે આ મહિલા પોલીસકર્મી, સલામ છે તેના આ જુસ્સા ને
મિત્રો, કોરોના વાયરસ થી રક્ષણ મેળવવા માટે માસ્ક અને સેનિટાઈઝર પ્રમુખ શસ્ત્રો છે. હાલ, આ પરિસ્થિતિ મા જ્યારે સમગ્ર વિશ્વ માસ્ક ની ઉણપથી ઝઝૂમી રહ્યુ છે, ત્યારે દેશના ઘણા લોકો ઘરમા માસ્ક બનાવીને લોકોને તેની વહેંચણી કરી રહ્યા છે. મધ્યપ્રદેશ મા આવો જ એક તાજો કિસ્સો બન્યો છે, જેના વિશે આપણે આજના આ લેખમા ચર્ચા કરીશુ. હાલ, મધ્યપ્રદેશ મા એક સ્ત્રી પોલીસ કર્મચારી લોકડાઉન મા પોતાની ફરજ પૂર્ણ કરીને જ્યારે તે ઘરે પરત આવે છે ત્યારે તે ઘરે આવીને માસ્ક બનાવે છે. સોશિયલ મીડિયા પર આ સ્ત્રી પોલીસ કર્મચારી ની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે.
મધ્યપ્રદેશ ના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા આ સ્ત્રી પોલીસ કર્મચારી ની ખૂબ જ પ્રશંસા કરવામા આવી અને લખ્યુ કે , પુત્રી તુ સદાય ખુશ રહે અને આવા નેક કાર્યો દ્વારા જગતનુ કલ્યાણ કરતી રહે. આ અંગેની માહિતી સંદીપસિંહ નામના એક ટ્વીટર યૂઝર દ્વારા આપવામાં આવી. તેણે ૪ એપ્રિલના રોજ ટ્વીટર પર સૃષ્ટિ નો ફોટો શેર કરતા લખ્યું કે , #મધ્યપ્રદેશ #સાગરના ખુરઈ પોલીસ સ્ટેશનની સ્ત્રી કૉન્સ્ટેબલ સૃષ્ટિ શ્રોતિયા. લૉકડાઉનમા પોલીસની ફરજ પૂર્ણ કર્યા બાદ ઘરે જઈને માસ્ક બનાવે છે. આ માસ્ક તે પોલીસ સ્ટેશનના સ્ટાફથી લઈને સામાન્ય જનતાને વહેંચી રહી છે. સૃષ્ટિના આ જુસ્સાને કોટિ-કોટિ વંદન.
મધ્યપ્રદેશ ના મુખ્યમંત્રીએ આપ્યા આ સ્ત્રી કોન્સ્ટેબલ ને આશીર્વાદ :
સંદીપ સિંહની ટ્વીટને રી-ટ્વીટ કરતા મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે લખ્યુ કે,
आशा नाम मनुष्याणां काचिदाश्चर्यशॄङखला। यया बद्धा: प्राधावन्ति मुक्तास्तिष्ठन्ति पङ्गुवत्॥
સૃષ્ટિ નો પાયો છે પુત્રીઓ અને સમગ્ર વિશ્વ તેમના થી જ ધન્ય થાય છે. સૃષ્ટિ જેવી સ્ત્રીઓ ના કારણે વારંવાર આ ધરા ધન્ય થઈ છે. “ બેટી, સદા ખુશ રહો અને જગત નું કલ્યાણ કરતી રહોં!” તેમની આ ટ્વીટને ન્યૂઝ લખાયા ત્યા સુધીમા ૨ હજાર થી વધુ લાઈક્સ અને ૫૦૦ થી વધુ ટ્વીટ્સ મળી ચૂકી છે.