પોલીસ નો કાફલો નીકળ્યો લોકો ને ઘરમા રહેવાની સલાહ આપવા, લોકોએ ફૂલો થી બિરદાવ્યા, જાણીને લાગશે નવાઈ

Spread the love

હાલ આખા દેશમા કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે રાજસ્થાનના હનુમાનગઢથી એક ખૂબ જ સુંદર ફોટો સામે આવી રહ્યો છે. અહી લોકડાઉન દરમિયાન રવિવારે પોલીસે અમુક વિસ્તારોમા જઈને લોકોને બહાર ના નીકળવા માટે સલાહ આપી હતી. જોકે આ સમય દરમિયાન લોકોએ પોલીસ ના કર્મચારીઓ પર ઘરની બાલ્કની અને અગાશી પરથી ફૂલનો વરસાદ કર્યો હતો.

જે જોઈને પોલીસ પણ આશ્ચર્ય મા મુકાઈ ગઈ હતી અને લાગણીઓ મા વહી ગઈ હતી. હનુમાનગઢના જી.એસ. નગરમા પોલીસે લોકોને અપીલ કરી કે લોકડાઉનમા અગાશી પર પણ અંતર જાળવી રાખો. એકબીજાની અગાશી પર ના જાઓ. ના કોઈને તમારી અગાશી આવવા દો. પોલીસે જણાવ્યુ હતુ કે, જો સખ્તાઈ થી લોકડાઉનનુ પાલન કરીશુ તો જ કોરોના ને હરાવી શકીશુ. લોકોએ પોલીસને સહકાર આપવાનુ વચન આપ્યુ હતુ.

પોલીસ કર્મચારીઓ દ્વારા આપવામા આપ્યા હતા ગુલાબ :

આ દરમિયાન પોલીસ ના કર્મચારીઓ એ પણ લોકોને ગુલાબ આપ્યા હતા અને તેમની પાસેથી યોગ્ય સહકાર માંગ્યો હતો. રાજસ્થાનમા કોરોના ૧૭ જિલ્લાઓમા પહોંચી ચુક્યો છે. રાજ્યમા કુલ દર્દીઓની સંખ્યા ૨૧૦ સુધી પહોંચી ગઈ છે. જો કે, રાહતની વાત એ છે કે હનુમાનગઢમા હજુ સુધી કોરોના નો એક પણ મામલો સામે આવ્યો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *