પિતાના મિત્રએ તેની દીકરી સાથે કર્યુ ખરાબ કૃત્ય અને ત્યારબાદ જે બન્યું તે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો

Spread the love

મિત્રો , હાલ અમે ફકત ૧૧ વર્ષ ની એક યુવતી સાથે બનેલી એવી ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે જાણીને તમારા હોંશ ઉડી જશે. આ યુવતી એ પોતાના સાથે ૧૯૬૧ માં બનેલી ઘટના ને ૬૦ વર્ષ સુધી લોકો થી છુપાવી રાખી કે તેણી સમુદ્ર માં કેવી રીતે પહોંચી? , તે એકલી શા માટે સમુદ્ર પાસે ગઈ હતી ? , તેની સાથે એવી તો કઈ ઘટના ઘટી કે તેણી સમુદ્ર માં ઝઝુમી રહી હતી ? પરંતુ , ૨૦૨૦ માં આ તમામ બાબતો પર થી રહસ્ય નો પડદો ઉઠાવવા માં આવ્યો.

તો ચાલો જાણીએ શું છે આ ઘટના? ૧૯૬૧ ના સમયગાળા માં નવેમ્બર માસ માં બહાનાસ ના સમુદ્ર વિસ્તાર પાસે થી ફકત ૧૧ વર્ષ ની વય ધરાવતી એક બિનવારસાગત યુવતી મળી આવી હતી. તે હતી તો સજીવન પરંતુ , તે સમુદ્ર માં કેવી રીતે પહોંચી તે અંગે જાણીને તમે પણ આશ્ચર્ય માં મુકાઈ જશો. હાલ અહી જે યુવતી ની વાત થઈ રહી છે તેનું નામ છે ટેરી જો ડુપેરોલ્ટ જેને હાલ ટેરે તરીકે પણ ઓળખવામાં આવે છે.

ટેરી ના પિતા આર્થરે વર્ષ ૧૯૬૧ મા બોટ પર ફરવા જવાનું આયોજન બનાવ્યું હતું. આ બોટ માં તે ટેરી , તેના બે ભાઈ-બહેન અને તેમના માતા-પિતા બધા સાથે ફરવા માટે જવાના હતા. ટેરી ના પિતા એ તેના એક જૂના મિત્ર જુલીયન હાર્વે ને પણ આ યાત્રા માં શામેલ કર્યો હતો. કારણ કે , તે કેપ્ટન ની પોસ્ટ પર ઘણાં લાંબા સમય સુધી કામગીરી કરી ચૂક્યો હતો. જુલીયન તેની પત્ની ને પણ આ યાત્રા માં સાથે લાવ્યો હતો.

ત્યાર બાદ ટેરી નુ ફેમિલી તથા જુલીયન અન્યે તેની વાઈફ બધા એકસાથે બોટ માં સમુદ્રયાત્રા પર નીકળે છે. પરંતુ , આ યાત્રા ની પાંચમી રાત્રી એ એકાએક ટેરી ની આંખ ઉઘડી અને તે હેબતાઈ ગઈ. આ આંખ ઉઘડવા પાછળ નું કારણ સમુદ્ર ની લહેરો નહી પરંતુ , લોકોની ચીસો હતી. ટેરી ની નજરો સમક્ષ તેની માતા તથા તેના ભાઈ-બહેન ખૂન થી લથપથ પડેલાં હતા. બોટ માં ચારેય તરફ રકત રેલાઈ રહ્યું હતું.

ઘટના એવી બની કે જુલિયન હાર્વી એ પોતાની પત્ની ને સમુદ્ર માં ડૂબાડી તેની હત્યા કરી નાખી અને આ દુષ્કૃત્ય કરતા તેને ટેરી ના પિતા જોઈ ચુકયા હતા એટલે જુલિયને ટેરી ના માતા-પિતા તથા તેના ભાઈ-બહેન ને પણ મારી નાખ્યા. મિત્રો , નવાઈ ની વાત તો એ છે કે , હાર્વે એ ટેરી ને મારી નહી અને તેને બોટ ના કોર્ક ના એક ટુકડા પર તરતી મૂકી દીધી તથા પોતે અન્ય બોટ માં બેસીને જે બોટ માં અમે ફરવા માટે આવ્યા હતા તેને ડૂબાડી દીધી.

બીજા દિવસે જુલીયન બહાનાસ બીચ પર પહોંચ્યો અને લોકો ને એવું કહ્યું કે, સમુદ્ર માં ખૂબ જ ભયાનક તોફાન આવ્યો જેમાં તેના મિત્ર નો પરિવાર તથા તેની પત્ની મૃત્યુ પામી અને પોતે એકલો જીવિત પરત ફરી શક્યો. આ સમગ્ર ઘટના જાણ્યા બાદ આપણાં મન માં એક પ્રશ્ન અવશ્ય ઉદભવે કે હાર્લી એ પોતાની પત્ની ને શા માટે મારી નાખી? તો પરિસ્થિતિ કંઈક એવી હતી કે હાર્લી એ દેણામાં ગરકાવ થઈ ગયો હતો અને તેણે તેની પત્ની ના મૃત્યુ પર ૨૦ હજાર ડોલર નો ઈન્સ્યોરન્સ કરાવેલો હતો.

તેથી , આ ઈન્સ્યોરન્સ ના નાણાં કલેઈમ કરવા માટે તેણે તેની પત્ની ની હત્યા કરી નાખી. થોડા દિવસો પસાર થયા એક ગ્રીક વેપારી ને સમુદ્ર માં એક લાકડા ના ટુકડા પર બેહોશ થયેલી યુવતી નજરે પડી. મિત્રો ખરેખર આ યુવતી ધન્યવાદ ને પાત્ર છે જેણે પોતાની નજરો સમક્ષ માતા-પિતા નું મૃત્યુ નિહાળ્યું , સમુદ્ર માં ના તો તેની પાસે પીવા માટે પાણી હતુ કે ના તો પેટ ની ભૂખ સંતોષવા માટે આહાર તેમ છતાં તેણીએ આ સમુદ્ર મા ૮૪ કલાક પસાર કર્યા. આ યુવતીનું બચવું એક ચમત્કાર સમાન છે.

આ સમુદ્ર માંથી ટેરી ને રેસ્ક્યુ ઓપરેશન દ્વારા બહાર કાઢવામાં આવી અને ત્યાર બાદ તેની યોગ્ય સારવાર માટે તેને હોસ્પિટલ માં ખસેડવામાં આવી. આ વાત સમગ્ર શહેર માં ફેલાઈ ગઈ કે ટેરી સમુદ્ર માંથી સજીવન મળી આવી. આ વાત ની જાણ હાર્વે ને થતાં જ તેણે સ્વયં ને ગોળી મારી ને આત્મહત્યા કરી લીધી. આ તરફ ટેરી ને ૧૦૬ ડિગ્રી તાવ ચડી ગયો હતો અને ડિહાઈડ્રેશન ના કારણે તેની હાલત બગડી રહી હતી. થોડા મહીના ની સારવાર બાદ તે પુન: સ્વસ્થ થઈ.

પરંતુ , સમુદ્ર માંથી ટેરી ના પરીવાર ના અવશેષો પ્રાપ્ત ના થઈ શકયા. આ રહસ્ય ટેરીએ ૬૦ વર્ષ સુધી પોતાના હૃદય માં છુપાવી રાખ્યું હતું. પરંતુ , આ હકીકત ત્યારે સામે આવી જયારે તેના જીવન માં બનેલી વાસ્તવિક ઘટનાઓ પર આધારીત એક પુસ્તક ‘alone orphan in ocean’ બહાર પડયું. તેમાં તેણી એ આ સમયે બનેલી ઘટનાઓ અંગેનું વર્ણન કર્યુ.

પરંતુ , હજુ પણ આ વાત નું રહસ્ય ઉકેલી શકાયું નથી કે શા માટે હાર્વીએ ટેરી ને છોડી દીધી? શા માટે તેણે અન્ય લોકો ની જેમ ટેરી ને પણ મારી ના નાખી. પરંતુ , જો આ અંગે અંદાજો લગાવીએ તો એવું બની શકે કે તે સમયે હાર્વી ને એવુ થયુ હશે કે ટેરી સમુદ્ર માં ડૂબીને જ મરી જાશે માટે તેણે તેને ના મારી પરંતુ , કુદરત ને કંઈક બીજુ જ મંજૂર હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *