પેટનો ગેસ તેમજ વાયુ પ્રકોપ ને લીધે થતી તમામ સમસ્યાઓ નુ સમાધાન છે આ આયુર્વેદિક વસ્તુ, જાણો અને બીજાને પણ જણાવો…

Spread the love

પેટમાં ગેસ થવાના કારણે ઓડકાર આવે છે અને પેટમાં ગુડગુડ થયા કરે છે. ગેસના ઉપચાર માટે આપણે કેટલીક ઔષધીઓનો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી આપણું શરીર સ્વસ્થ રહે છે. તેથી વાયુપ્રકોપ શું હોય તે જાણવું ખૂબ જરૂરી છે. ગેસ થવાથી શરીરમાં કેટલા પ્રકરના લક્ષણો જોવા મળે છે અને તેનાથી કેમ છુટકારો મેળવી શકાય. આ તકલીફ માત્ર વૃદ્ધ લોકો નહિ પરંતુ, યુવાન લોકો પણ તેનાથી પીડિત છે.

ગેસ થવાના ઉપાયો માટે આપણે ખાવા-પીવાની ટેવોમાં સુધારો કરવો જરૂરી છે. જૂના સમયની ચિકિત્સામાં કેટલીક જડીબુટીનુ સેવન કરવું જરૂરી બને છે. આંતરડાની શુદ્ધિ માટે ઉપવાસ કરવો જરૂરી છે અને તેને ફળોનો રસ આપવામાં આવે છે. તેમાં જમા થયેલા નકામા પદાર્થોને એનીમા દ્વારા પાણીને ત્યા પહોચાડીને તેને સાફ કરવામાં આવે છે. આજના લોકો ઘણા બધા ચૂર્ણો બજારમાં વેચાય છે તે ખરીદે છે. તેના કારણે ગેસ થતો નથી.

આંતરડાનું સંકુચન વધારીને મોટા આંતરડામાં મળને રહેવા દેતું નથી તેથી તેમાં રહેલા જીવાણુ ગેસ ઉત્પન્ન કરી શકતા નથી પરંતુ, આવી રીતે માત્ર વાયુપ્રકોપમાં છુટકારો મળતો નથી. આપણને તેની જાણકારી ન હોય તેનાથી શરીરની પાચનક્રિયામાં ગેસ થવાનો ચાલુ થાય છે. આપણે ખોરાક ખાઈએ તેમાથી ઘણા પદાર્થોમાથી ગેસ થાય છે. જેના કારણે પાચનક્રિયામાં ઘણી બધી સમસ્યા આવી શકે છે. તેથી ખાધપદાર્થો ખાવાથી શરીરમાં ગેસ થઈ શકે છે.

ગેસ ૬૦૦ સીસી સુધી શરીરમાં રહે છે, તે વારંવાર ઓડકાર સ્વરૂપે અપાન વાયુના રૂપમાં શરીરમાંથી બહાર નીકળી જાય છે. આંતરડામાં ગેસના પ્રવાહને કારણે સંકોચ થાય છે અને તેના કારણે ગેસ શરીરમાંથી બહાર નીકળતો નથી. તેથી દર્દીને બેચેની અનુભવાય છે અને તે તેટલી વધતી જાય કે દર્દી આ તકલીફમાંથી દૂર થવા માટે લોકો દવા લેવાનું ચાલુ કરી દેતા હોય છે.

તેના લક્ષણો છાતીમાં બળતરા થવી, ગેસનો દબાવ, આમશયના ઉપરના ભાગમાં દુખાવો, ઊબકા આવવા, વાયુથી પેટમાં ગુડગુડ થવું, કબજિયાત, આંતરડામાં દુખાવો અને દુર્ગંધવાળો મળ નિકળવો એ વાયુપ્રકોપના લક્ષણો છે. આપણને ક્યારેક છાતીમાં કે હ્રદયમાં દુખાવો થાય તો તે હ્રદયરોગનું કારણ બની શકે છે. તેથી ઔષધિ અને પરેજી કરવાથી ફાયદો ન થાય તો હ્રદયરોગના ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

હ્રદયરોગની બીમારી હોય તો શ્વાસ લેવામાં થોડી તકલીફ થવા લાગે છે. તેનાથી ઊબકા આવે છે અને શરીરમાં અશક્તિ આવી જાય તેવું લાગે છે. તેના કારણે છાતીમાં દુખાવો થાય છે. ઘણી બધી ખાણી-પીણીની વસ્તુને લીધે વાયુ વધારે થઈ શકે છે. ઘણા લોકો બહુ ઝડપથી જમતા હોય છે. તેથી જમવાનું વધી જાય છે. તેનાથી ગેસ થવાનું પ્રમાણ વધી જાય છે. જમ્યા પછી થોડી મિનિટમાં ખબર પડે છે કે પેટ ભરાયેલું છે. તેથી ઓછું ભોજન જમવું જોઈએ એટલે ગેસ થવાની સંભાવના ઓછી રહે છે.

ઘણા બધા લોકો જમવાના સમયે જમવામાં ધ્યાન ન આપતા હોય કે ટીવી જોતાં જોતાં જમવાની ટેવ રાખે છે, તેના લીધે તેને ખબર નથી પડતી કે તેનાથી વધારે ખવાય જાય છે પછી ગેસ બનવો સ્વાભાવિક છે. તેથી જમતી વખતે જમવામાં જ ધ્યાન રાખવું જોઈએ. કેટલાક લોકો સમયે સમયે ખાવાને બદલે એક જ વાર જમતા હોય છે તેનાથી ઘણું નુકશાન શરીરને થાય છે. વધારે ભૂખ લાગે એનાથી વધારે જમે છે પછી ગેસ થવાની સમસ્યા થાય છે.

કેટલાક લોકો પોતાનું જાડાપણું દૂર કરવા માટે અલ્પાહાર કરતાં હોય છે પરંતુ, તે ઓછું જમવા પર ધ્યાન રહેતું નથી. તેથી વધારે જમવાની ટેવ પડી જાય છે. પછી આ ભૂલ સમજાય ત્યારે ઓછું જમવાનું કરી દેતા હોય છે અને ફરીથી વધારે ખાવાની ટેવ પડવા લાગે છે. આના કારણે ગેસ થવાની સંભાવના વધી જાય છે. પૌષ્ટિક તત્વો અને વિટામિન ખનીજથી ભરેલો આહાર લેવો ખૂબ જરૂરી છે. ઓછી કેલેરીવાળો ખોરાક ન લેવો જોઈએ.

આપણને એવું કહેવામા આવે છે કે પીરસેલું ભોજન થાળીમાં વધારવું ન જોઈએ, તેથી અન્નનું અપમાન થયું તેવું કહેવામા આવે છે. તેથી ક્યારેક થાળીમાં વધારે જમવાનું લેવાઈ જાય તેનાથી વધારે ખવાય જાય છે. તેનાથી ગેસ થવાના કારણો વધી જાય છે, આવું ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. કેટલીક ખાદ્ય વસ્તુ બીજી વાર ન મળે તેવી ભાવનાથી કેટલીક વાનગી વધારે ખાઈ લેતા હોઈએ છીએ, તેનાથી પણ ગેસ થવાની શક્યતાઓ વધી જાય છે.

કેટલાક લોકોને વ્યસન હોય છે, તેથી આખો દિવસ તે પાન-માવા અને તમાકુ ચાવતા રહેતા હોય છે. તે ખૂબ ચાવવાથી ગેસ મો દ્વારા લાળમાં ભળી જાય છે અને પેટમાં પહોચીને નુકશાન કરે છે. આપણે રસોઈ બનાવવામાં ઘી અને તેલનો ઉપયોગ કરીએ છીએ, વધારે તેલનો ઉપયોગ કરવાથી આંતરડામાં ગેસ થવાનું વધી જાય છે અને તેની કાર્યકુશળતા પર ખરાબ અસર થાય છે.

આંતરડામાં ખોરાક ધીમી ગતિથી ચાલતો હોય છે, તે મોટા આંતરડામાં મળ સ્વરૂપે પહોચે છે ત્યારે તેના વસા હોવાનું પ્રમાણ અને તેની તીવ્રતા ઓછી થઈ જાય છે અને તેનાથી કબજિયાત થાય છે તે મળને રોકે છે. રસોઈ બનાવતી વખતે બહુ ગરમ મસાલા, મરી, લાલ મરચાં, જાયફળ, આદું વગેરેનો ઓછો ઉપયોગ કરવો જોઈએ. તેનાથી આમાશયની ગ્રંથિઓ ઉતેજિત થાય છે, તેનાથી પેટમાં બળતરા થાય છે. કાર્બોહાઈડ્રેડ તત્વનું પાચન ભોજન કરતી વખતે મો થી શરૂ થાય છે.

તે ખોરાક આમાશયમાં પહોચે છે. તેમાં રસ ભળી જવાથી લૂગદી આસપાસના કાર્બન ડાયોક્સાઇડને અંદર આવવા તૈયાર કરી દે છે. તે આંતરડામાંથી પ્રવાહી સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ દ્વારા આંતરડામાં પહોચી જાય છે. તે અપાન વાયુના રૂપમાં બહાર નીકળ્યા કરે છે. હિંગ શેકીને તેને પીસીને શાકમાં નાખીને તેને ખાવાથી ઉદર વાયુ મટે છે, થોડું મીઠું, મરી અને લવિંગ પીસીને તેને થોડા પાણીમાં ઉકાળીને પીવાથી પેટમાં રાહત મળે છે.

ગેસ ન થાય તે માટે આયુર્વેદની ઘણી દવાઓ બજારમાં મળે છે. તેનાથી વાયુ ના થાય અને સ્વાસ્થ્ય સારું રહે છે. શંખવટી, પાચનવટી, હિંગવાટક ચૂર્ણ, લાસુનદીવટી, ચિત્રાકાદિવટી જેવી અનેક પ્રકારની દવાઓ યોગ્ય ડોક્ટરની સલાહ લઈને ખરીદી શકાય છે. તેથી ગેસ થવાની સમસ્યામાંથી બચી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *