પેટમાં થતો ગેસ, હૃદય, વજન જેવી ઘણી સમસ્યાઓ નો એક માત્ર ઈલાજ છે આ પાણી, આજે જ જાણીલો તેના આવા ફાયદા વિશે…

Spread the love

આપણે અનેક રીતે જીરુનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ તેનાથી આપના સ્વાસ્થ્યને ઘણા લાભ થઈ શકે છે. આનો ઉપયોગ રક્તના સંચાર માટે અને વજન ઘટાડવા માટે કરવામાં આવે છે. તેમાં હિંગ વાટીને, કાળું મીઠું અને જીરું સરખા પ્રમાણમાં લઈ તેનું ચૂર્ણ બનાવીને તેને રોહ દહી સાથે લેવાથી શરીરમાં વધારાની ચરબી ઘટવા લાગે છે.

તમારે જીરાને આખી રાત પાણીમાં પલાળીને રાખવું પછી સવારે પાણીને જીરું સાથે ઉકાળીને તેને પીવાથી તથા વધેલું પાણી પીવાથી વજન ઘટવા લાગે છે. આ પાણી પીધા પછી તમારે એક કલાક માટે કઈ પણ ખાવું ન જોઈએ. આનો ઉપયોગ બધા વઘાર માટે ઉપયોગ કરાય છે. ચપટી જીરું સારી રીતે લેવામાં આવે ત્યારે ૧૫ દિવસમાં વજનને લગતી બધી સમસ્યા દૂર થાય છે. જીરું વજન ઘટાડવામાં ખૂબ ઉપયોગી છે.

જે લોકોની પાચન શક્તિ નબળી હોય તેવા લોકોએ આની ચા પીવી જોઈએ. વજન ઓછો કરવા માટે આની સાથે કેળાની સાથે જીરાનો પાઉડરનો ઉપયોગ કરવો. ગર્ભવતી મહિલાઓને ગેસની તકલિફ દૂર કરવા માટે આ ઉપયોગી છે. ગર્ભાવસ્થા સમયે થતી મિતળી અને ઉલ્ટી જેવી સમસ્યા માથી છૂટકારો અપાવે છે. તેના માટે એક ગ્લાસ ગરમ દૂધમાં અડધી ચમચી જીરું પાઉડર અને એક ચમચી મધ ભેળવીને નિયમિત રીતે સેવન કરવાથી આ તકલીફ માથી રાહત મળે છે.

ડાયાબિટીસ હોય તેવા લોકોને ડાયાબિટીસને કાબુમાં રાખવા માટે અડધી ચમચી વાટેલું જીરું બે વાર પાણી સાથે લેવાથી લાભ થાય છે. જીરું અને ગોળનું પાણી પીવાથી ગેસ અને પેટના દુખાવાને દૂર કરે છે. તેના માટે રોજે સવારે એક ગ્લાસ જીરું અને ગોળના પાણીનું સેવન સાથે કરવું. ઘણી વાર રક્તમાં ઝેરી પદાર્થ રહેલા હોય છે તેને બહાર કાઢવા માટે ગોળ અને જીરું મદદ કરે છે.

જે લોકોને હાઇ બ્લડ પ્રેશર હોય તેવા લોકોને આજથી જ જીરાના પાણીનું સેવન કરવું જોઈએ. આનાથી હાઇ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે. મોટાભાગના લોકોને આજના સમયમાં કબજિયાત અને એસિડિટીની તકલીફ રહે છે તેના માટે આ પાણી ખૂબ ઉપયોગી છે. તેનાથી ઘણી રાહત મળે છે.

જીરામાં ભરપૂર માત્રામાં આયર્ન રહેલું હોય છે. તેથી આનો ઉપયોગ પ્રાચીન કાળથી કરવામાં આવતો હતો. તેનાથી પાચન ક્રિયાને સરળ બનાવી શકે છે. તે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને કેન્સર સામે તે રક્ષણ આપે છે. કાળું જીરુમાં પ્રોટીન, વિટામિન, કાર્બોહાઈડ્રેટ, મિનરલ્સ અને ફેટિક એસિડ વધારે માત્રામાં રહેલું હોય છે.

તેમાં રહેલા એન્ટી ઓક્સિડંટ ગુણ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. આ સિવાય તેમાં ફાઈબર, આયર્ન, કોપર, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝીંક વગેરે હેવા ગુણ ભરપૂર માત્રામાં રહેલા હોય છે. શરીરમાં સોજો આવે ત્યારે આનાથી આવતો નથી અને માંસપેશીને તે આરામ આપે છે. જીરુનો પાઉડર અને હળદર ભેળવીને તેઓ લેપ બનાવીનને તેને ચહેરા પર લગાવવું તે સુકાય ત્યાં સુધી અહેવા દેવું ટેનહી ત્વચા મુલાયમ બને છે.

માસિકના સમય ઘણી સ્ત્રીઓને પેટમાં દુહાવો, કમરામાં દુખાવો અને ઊલટી જેવી તકલીફ થતી હોય છે ત્યારે તેના માટે આ ખૂબ લાભદાયી છે. જીરા અને ગોળનું પાણીનું સેવન કરવાથી કબજિયાત, ગેસ અને પેટનો દુખાવો જેવી તકલીફ થતી નથી. સાંધાના દુખાવા માં એક ગ્લાસ જીરાના પાણીમાં ગોળ નાખીને રોજે પીવાથી રાહત મળે છે. જે લોકોને કેલ્શિયમની કમી હોય તેવા લોકો માટે જીરું ખૂબ ફાયદાકારક છે.

જ્યારે આપનું શરીર માનસિક રીતે સારું હોય ત્યારે ઘમે એટલી મોટી સમસ્યા આવે તે પણ નાની લાગે છે. તેથી જીરૂ મગજને તેજ બનાવે છે. આનું સેવન કરવાથી યાદશક્તિ પણ મજબૂત બને છે. ગરમીમાં જીરું ખૂબ ઉપયોગી છે. તેના માટે બે કપ પાણીમાં ધાણા, અડધી ચમચી વરિયાળી, અડધી ચમચી જીરું ઉકાળીને તેને ઠંડુ કરીને તેમાં ખાંડ ભેળવીને પીવાથી રાહત મળે છે.

લૂ લાગવાથી ઝાડા થાય ત્યારે જીરું અને ખાંડને સરખા પ્રમાણમાં ભેળવીને તેને વાટીને પાઉડર બનાવીને એક કે બે ચમચી ઠંડા પાણી સાથે લેવાથી ઝાડા બંધ થાય છે. દક્ષિણ ભારતના લોકો આનું પાણી પીવે છે. તેનાથી વાતાવરણમાં બદલાવથી જે બીમારી થયા છે તેમાં રાહત મળે છે. જીરાથી શરીરમાં શુગરના સ્તરને કાબુમાં રાખી શકાય છે. તેના માટે જીરાને વાતેને તેને એક બોટલમાં ભરીને તેની અડધી ચમચી જીરું દિવસમાં બે વાર પાણી સાથે લેવાથી ડાયાબિટીસમા ફાયદો થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *