પેટ થી લગતી કોઇપણ પ્રકારની સમસ્યાઓને જડમૂળથી નાબૂદ કરવા જરૂરથી અજમાવવો જોઈએ આ ઘરેલું આયુર્વેદિક ઈલાજ, ટૂંક સમય મા જ મળશે રાહત….

Spread the love

કાયમ ચુર્ણ એક એવો પાવડર છે જેમા ઔષધિય ગુણ હોય છે. આનાથી પેટમા રહેલ બધી જ સમસ્યાઓ દુર થાય છે. આનુ સેવન કરવુ ખુબ જ સારુ છે. આનાથી કબજીયાતની તકલિફમા આરામ રહે છે. આમા રહેલ ઔષધિયો કબજિયાતને દુર કરે છે. આ સમસ્યા માટે આ અક્સીર ઇલાજ છે. આનાથી આંતરડા સાફ કરવામા મદદ કરે છે.

ઘણા લોકોને આંતરડા સોજો આવે છે અથવા તેમા ચાંદા પડે છે. આમ થવાથી દર્દ રહે છે. ત્યારે આનો વપરાશ કરવાથી આ તકલિફમા રહત મલે છે. વોમિટ થતી હોય ત્યારે પણ આ લાભકારક છે. તે સમયે આનુ સતત સેવન કરવુ જોઇએ. તેમા અજમાનો ભુકો હોય છે તે આ સમસ્યા દુર કરે છે.

જ્યારે ગેસ થાય છે ત્યારે આનુ સેવન કરવુ જોઇએ. આમ કરવથી તે દુર થાય છે. આમા રહેલ ઔષધિય નિમક આના માટે ખુબ જ સારુ છે. તેથી જ ગેસની તકલિફ વાળા લોકોએ આનો ઉપયોગ કરવો જોઇએ. અલ્સરમા દુખાવો અને જલન થાય છે ત્યારે પણ આ લેવુ જોઇએ. બને તેટલુ વધારે પાણી પીવુ જોઇએ. એક દિવસમા ૪ થી ૫ લિટર પાણી પીવુ જોઇએ. આમ કરવાથી પેટ અને આંતરડા સાફ રહે છે. સવારમા ગરમ પાણી પીવાથી કબજીયાતની સમસ્યા દુર થાય છે.

દહિં પણ આ સમસ્યા માટે ખુબ જ અસરકારક છે. આનુ સેવન કરવાથી પેટ સાફ થાય છે. સાંજના ભોજનમા દહિં ખાવુ જોઇએ. તમારુ પેટ સારી સાફ ન થતુ હોય તો દરરોજ સવારે એક પ્યાલો કુંવારપાઠાનો રસ પીવો જોઇએ. અથવા તમે આને રાત્રે સુતા પહેલા પી શકો છો. ત્યારે તમે આની બે ચમચીને ગરમ પાણીમા નાખીને પી શકો છો.

દુધમા એક ચમચી અલસીનો પાવડર નાખીને રોજ પીવુ જોઇએ. અંતમાં તો અલસીને પલાળીને તે પાણી પીવુ અને તેને ખાવી જોઇએ. આનાથી અપચો દુર થાય છે. અજમાને વાટીને પાણીમા ઉકાળવુ જોઇએ. તે ઉકળે પછી તેને ઠંડુ કરવા માટે રાખવુ જોઇએ. તે ઠંડુ થાય એટલે તેમા સાકર નાખીને ખાવુ જોઇએ અથવા જમ્યાબાદ વરીયાળી ખાવી જોઇએ. સંતરાના રસમા જીરુ અને સિંધાલાને શેકીને ભેળવીને પીવાથી એસીડીટી દુર થાય છે.

રાતે મમરાની સાથે સાકર ખાવાથી એસીડીટી દુર થાય છે. તેને ખાયને પાણી ન પીવુ જોઇએ. કેળામા એંટીઓક્સિડંટ અને પોટેશિયમ હોય છે. એટલા માટે તે પેટની સમસ્યા માટે ખુબ જ ફાયદાકારક છે. આ પેટમ રહેલ એસીડ પર કાબુ કરે છે. તેથી કબજીયાતની સમસ્યા પણ દુર થાય છે. આદુના એક કટકાને ચાવવો જોઇએ. ત્યારબાદ તેના ઉપર હળવુ ગરમ પાણી પીવુ જોઇએ. આને તમે પાણી ભેળવીને ઉકાળો બનાવીને પી શકો છો.

તુલસી, લીંબુ, વરીયાળી, આદુ અને એલચીને સરખા પ્રમાણમા લઇને દિવસમા ત્રણ વાર પીવુ જોઇએ. તેમા તમે થોડીક હિંગ પણ ઉમેરી શકો છો. એલચી, ધાણા અને હિંગમા લીંબુ ભેળવીને ચાટવુ જોઇએ. આમ કરવાથી વાયુ દુર થાય છે. આદુ અને લીંબુના રસમા તીખાની ભુક્કી નાખીને દિવસમા ત્રણ થી ચાર વાર લેવુ જોઇએ.

હળવા ગરમ પાણીમા લીંબુ, સંચળ, જીરુ શેકીને અને હિંગ મિક્સ કરીને લેવુ જોઇએ અથવા મુળાનો રસ અને લીંબુ ભેળવીને પીવાથી અપચો દુર થાય છે. એલચીના ચુર્ણમા હિંગ અને લીંબુ મિક્સ કરીને લેવુ જોઇએ. જમ્યાબાદ અપચા જેવુ લાગે તો એલચી ચાવીને તેના ઉપર લીંબુ પાણી પીવુ જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *