પેટ તેમજ સાથળ પર જામી ગયા છે ચરબીના થર? તો અનુસરો આ ઉપાય

Spread the love

જ્યારે લોકોનો વજન વધે છે. ત્યારે તેમના શરીરની ચરબી પણ વધે છે. તેમા પણ વધારે પેટ અને સાથળના ભાગમા જમા થાય છે. તેના કારણે લોકોને ચાલવામા અને બેસવામા સમસ્યા થાય છે. આમ આ ભાગમા ચરબી વધવાના કારણે નીસાન પડી જાય છે. આમ આ વધવાની શરુઆતમા તમે તેના પાર કાબુ કરી શકો છો. જો તે એક વાર વધી જાય છે તો તે વધતુ જ રહે છે. તો ચાલો જાણીએ તેને ઓછી કરવાના ઉપાયો વિશે.

મધ :

મધનો સમાવેશ ભારતીય આયુર્વેદમા કરવામા આવ્યો છે. તેમા ઘણા બધા ઔષધિય ગુણો હોય છે. આ વજન અને ચરબી ઓછી કરવામા માટે ઉપયોગી છે. આમ નવશેકા ગરમ પાણીમા એક ચમચી આ અને લીંબુનો રસ નાખીને ભેળવી લેવુ. આમ આને થોડા દિવસ રોજ સવારે ખાલી પેટે પીવાથી ચરબી ઘટે છે.

ફળો :

જે લોકોને ચરબી વધારે છે તે લોકો એ ફ્રુટ વધારે લેવુ જોઇએ. આઠ દિવસ મા એક આખો દિવસ ફ્રુટ જ ખાવા જોઇએ. તમે તે દિવસ દરમિયાન ફ્રુટ ની સાથે સાથે સુપ, લીંબુ અને દુધ પણ પી શકો છો.

ગ્રીન ટી :

જે લોકોને ચરબી ઓછી કારવી છે તે લોકોએ દુધવાળી ચા પીવાનુ ટાળવુ જોઇએ. તેનાથી ચરબી વધે છે. આમ આની જગ્યાએ શરીર માટે હેલ્ધી ગ્રીન ટી પીવી જોઇએ. જો તમને આ પસંદ ન હોય તો તમે બ્લેક ટી અને લેમન ટી પી શકો છો. આમ જો તમે આનુ સેવન કાયમી કરશો તો તમારી ચરબી ઓછી થાશે.

કસરત :

સવારે વહેલુ ઉઠીને કાયમી હળવી કસરત કરવી જોઇએ. આમ આ આપણા શરીરને મજબુત બનાવે છે અને ચરબીને દુર કરે છે. સુર્યનમસ્કાર, સલભાસન અને સર્વાગાસન જેવી હલવી કસરત કરવી જોઇએ. આમ કરવાથી હાડકા પણ મજબુત બને છે.

ઓછી કેલેરીવાળો ખોરાક :

જો આપણે ચરબી ઓછી કરવી હોય તો નિયત કરેલ કેલેરી વાળો ખોરાક ખાવો. બહાર નુ વધારે તેલ વાળો અને મસાલા વાળો આહાર લેવાનુ ટાળવુ જોઇએ. આપણે ઘઉં ના લોટ ની ચપાટી બનાવી એ છીએ તેમા થોડોક ચણા નો લોટ નાખી ને બનાવી જોઇએ. આમ કારવા થી ચરબી ઓછી થાય છે.

ચાલવુ :

તમારે ભોજન બાદ વોકિંગ કરવુ જોઇએ. આમ જો તમે ભોજન બાદ અડધા કલાક સુધી ચાલવુ જોઇએ. જમ્યાબાદ સો ડગલા ચાલવુ જોઇએ. આમ તમે કાયમી કરો છો તો તમારુ વજન ઓછુ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *