પેટ તેમજ કમરની ચરબી ને ઘટાડવા અજમાવો આ છ માંથી કોઇપણ એક ઉપાય, સપ્તાહમાં એક જ દિવસ કરવું આ કામ…

Spread the love

અત્યારે વ્યસ્ત જીવનને લીધે મોટાભાગના લોકોને ચરબી વધારે હોવાની તકલીફ હોય છે. તેમાં વધારે પેટ અને કમરના ભાગમાં વધારે ચરબી જમા થાય છે. ઘણા લોકો જાડા નથી હોતા પરંતુ ખાલી તેના પેટમાં વધારે ચરબી હોય છે. શરીરમાં ચરબી જમા થવાનું મુખ્ય કારણ અત્યારનું ખાનપાન છે. અત્યારે બેઠાળા જીવનને કારણે નાની ઉમરના લોકોને પણ પેટની ચરબી વધી જાય છે. આજે આપણે જાણીએ કમર અને પેટની ચરબી દૂર કરવા માટેના ઘરેલુ સરળ ઉપાય.

ઉપવાસ કરવા :

આપણે અઠવાડિયામાં એક વાર તો ઉપવાસ કરવો જોઈએ. તેનાથી આપણે ઘણા ફાયદાઓ થાય છે. ઘણા લોકો ખાવા પીવાના શોખીન હોવાથી તે ખાવા પર નિયંત્રણ કરી શકતા નથી. તેથી તેને એક દિવસ ઉપવાસ કરવો જોઈએ. ત્યારે તમારે વધારે ફળનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારે તમારે વધારે સલાડ અને શાકભાજીનું સેવન કરવું જોઈએ. તેનાથી તમારા ખાવા પીવા પર નિયંત્રણ રાખી શકાય છે. તેનાથી તમારી ચરબી ઘટવા લાગે છે.

યોગ કરવા :

પેટની ચરબી વધી જાય ત્યારે તમારે યોગાસન કરવું જોઈએ. તેના માટે રોજે વહેલા સવારે ઊઠીને તમારે ચરબી ઓછી કરવા માટે યોગ કરવા. તમારે એવા યોગ કરવા જેનાથી પેટની ચરબી ઘટવા લાગે. તેનાથી તમને અનેક ફાયદા થાય છે. તેનાથી તમે ઘણી બીમારીથી બચી શકો છો. તમારે સૂર્યનમસ્કાર કરવાથી તમારા શરીરમાં રહેલી ચરબી ઓછી કરી શકો છો.

જંકફૂડ ન ખાવું :

તમારે તમારા પેટની ચરબીને ઘટાડવા માટે જંકફૂડ ન ખાવું જોઈએ. તેનાથી આપનું વજન સરળતાથી વધે છે. તેથી ઓછા તેલ અને ઓછા મસાલા વાળો ખોરાક ખાવો જોઈએ. તમારે વધારે બાફેલા શાકભાજી ખાવા જોઈએ. તેનાથી ચરબી ઘટે છે. તેના માટે ઘઉની રોટલીના બદલે તમારે ઘઉં અને ચણાના લોટ થી બનેલી રોટલી ખાવી જોઈએ. તેનાથી તમને ઘણા લાભ થશે.

મધનું સેવન કરવું :

આપણે સૌ જાણીએ છીએ કે આપના શરીરને મધ કેટલા ફાયદા કરે છે. તે આપની વધારાની ચરબીને ઘટાડવામાં પણ ખૂબ લાભદાયી છે. તમારે રોજ સવારે ગરમ પાણીમાં મધ ભેળવીને તેનું સેવન કરવું જોઈએ. તેનાથી ચરબી ઘટવા લાગે છે. તેનાથી પેટ પર રહેલી વધારાની ચરબી ઓછી થવા લાગે છે.

ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ :

તમને ચા પીવાનો શોખ હોય તો તમારે આ ગ્રીન ટીનુ સેવન કરવું જોઈએ. તેમાં એન્ટી ઓક્સિડંટ વધારે માત્રામાં હોય છે. તેથી જે લોકોને ચરબી ઓછી કરવી હોય તેના માટે તમારે ગ્રીન ટી, લેમન ટી અને બ્લેક ટીનુ વધારે સેવન કરવું જોઈએ. દૂધ વાળી ચા પીવાથી વજન વધવા લાગે છે.

ચાલવું જોઈએ :

આપણે તંદુરસ્ત રહેવા માટે ચાલવું જોઈએ. તમારે સવાર અને સાંજ ચાલવામાં આવે તો આપના શરીરમાં રહેલી વધારાની ચરબી દૂર કરે છે. તેના માટે રોજ સવારે વહેલા ઉઠીને ચાલવા જવું. તમારે રાતે જમીને પણ થોડી વાર માટે ચાલવું જોઈએ. તેનાથી શરીરમાં ચરબી જમા થતી નથી અને રહેલી ચરબીને ઓગાળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *