પેટ તેમજ જાંઘ ની ચરબી ને ઓગળવા માટે ખુબ જ કારગર છે આ ઉપાય, જાણો માત્ર એક ક્લિક પર…

Spread the love

મિત્રો, વિશ્વનો કયો એવો વ્યક્તિ છે કે, તે એકદમ ફીટ અને આકર્ષક દેખાવા નથી ઇચ્છતુ. પ્રવર્તમાન સમયમા વધારે પડતા ભોજનના કારણે શરીરના અનેકવિધ ભાગોની ચરબીમા વૃદ્ધિ થઇ જાય છે અને તેના કારણે શરીર બેડોળ પણ બની જાય છે. આના કારણે ઘણીવાર આપણે શરમનો પણ સામનો કરવો પડે છે. ઘણા લોકો પોતાના શરીરની ચરબી નિયંત્રણમા લાવવા માટે ખાવાનુ પણ છોડી દે છે તો અમુક લોકો વ્યાયામ પણ કરે છે.

પરંતુ, તેમછતા પણ તેમની ચરબી ઘટતી નથી. શરીરમા મેદસ્વીપણાની સમસ્યામા વૃદ્ધિ થતા સૌથી પહેલા આપણા પેટ, જાંઘ અને હિપ્સની ચરબીમા વૃદ્ધિ થાય છે. આવી સ્થિતિમા આજે અમે તમને અમુક એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે, જેના દ્વારા તમે તમારા પેટ, જાંઘ અને હિપ્સની ચરબીની સમસ્યાને પણ દૂર કરી શકો છો. તો ચાલો જાણીએ.

કોકોનટ ઓઈલ :

જો તમે જાંઘ અને હિપ્સની ચરબીને નિયંત્રિત કરવા ઈચ્છતા હોવ તો કોકોનટ ઓઈલથી શરીરની માલિશ કરો. આ ઓઈલમા પુષ્કળ માત્રામા ફેટી એસિડ્સ સમાવિષ્ટ હોય છે, જે ઉર્જામા રૂપાંતરિત થાય છે. નિયમિત જાંઘ અને હિપ્સની આસપાસ કોકોનટ ઓઈલથી માલિશ કરવાથી ચરબી પણ નિયંત્રણમા રહેશે.

એપલ સીડર વિનેગર :

શરીરની ચરબીને નિયંત્રણમા લાવવા માટે આ વસ્તુ પણ ખુબ જ અસરકારક સાબિત થઇ શકે છે. ઓલિવ ઓઈલ અને કોકોનટ ઓઈલમા સફરજન સીડર સરકો ઉમેરીને મિશ્રણ તૈયાર કરો. ત્યારબાદ નિયમિત આ મિશ્રણ સાથે જાંઘ અને હિપ્સની માલિશ કરો. આખા દિવસમા જો તમે શરીરમા બે વાર આ ઓઈલ લગાવો તો તમે ફરક જોઈ શકશો.

વરિયાળીનું પાણી :

જો તમે તમારા વજનને નિયંત્રણમા લાવવા ઈચ્છતા હોવ તો વરિયાળીનુ પાણી પણ કોઈ ઔષધીથી કમ નથી. આ પાણીમા જોવા મળતા ગુણધર્મો તમારા શરીરની વધારાની ચરબીને ઘટાડે છે અને તેને નિયંત્રણમા લાવે છે. માટે નિયમિત સવારે ભૂલ્યા વગર તેનુ સેવન અવશ્યપણે કરવુ.

ફુદીના ટી :

આ ઉપરાંત જો તમે જાંઘ અને હિપ્સના ભાગની ચરબીને નિયંત્રણમા લાવવા ઈચ્છતા હોવ તો ફુદીનાની ચા નુ સેવન કરો. નિયમિત ફુદીનાની ચા પીવાથી તમારી જાંઘ અને પેટની ચરબી એકદમ અદૃશ્ય થઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *