પેટ-પાચન તેમજ ઉનવા માથી તુરંત રાહત મેળવવા માટે જરૂરથી એકવાર અજમાવી જુઓ આ અસરકારક આયુર્વેદિક ઉપચાર, જાણો અને બીજાને પણ જણાવો

Spread the love

આયુર્વેદિક દવામાં કાળીપાટ નો ઉપયોગ પહેલા કરવામાં આવે છે. તે બે જાતની હોય છે.બંગાળમાં વૈધો આક્નાદી નામથી તે ઓળખવામાં આવે છે. તે મહારાષ્ટ્રમાં પહાડવેલ તરીકે ખુબ જાણીતી છે, અને ગુજરાતમાં તેને કરંડિયું કહે છે. તેને કોઈ લોકો લધુપાઠા પણ કહે છે. ડુંગરાળના પ્રદેશમાં એનાં વેલા થાય છે. તે ચોમાસામાં ખુબ જોવા મળે છે. તેના પાન વેવડી અથવા ગોળના પાન જેવા ગોળાકાર હોય છે. તેના ફળ મરી જેવા નાના અને રાતા અને પીલુડી જેવા હોય છે.

કાળીપાટની જડ લાંબી અને પાતળી અને તે પહોળાઈમાં આશરે અડધા ઈંચના વ્યાસની હોય છે. તેની જડ ઘેર ભૂરા રંગની અને વાંકીચુકી ગાઠ વાળી હોય છે. કાળીપાટ સ્વાદમાં કડવી ,સુગંધીદાર તથા ગરમ હોય છે. એનાં પાનનો રસ કાઢી અથવા તો લાકડું ઘસીને સોજા પર લગાવાથી સોજો દુર થાય છે. તેનો ઉપયોગ મંદાગ્નિ, જ્વર, પથરીમાં વપરાય છે. તેના મૂળ અને પાનનો ઉપયોગ દવા બનાવવા માટે થાય છે. બને ત્યાં સુધી તેના તાજા મૂળ અને પાનનો ઉપયોગ કરવો જોઈએ. તે કડવો હોવાથી પાચન અને ભૂખમાં વધારો કરે છે. તે રક્ત વધારવા માટે પણ ખુબ ઉપયોગી છે.

મંદાગ્નિ, અજીર્ણ, ઝાડા, હરસ અને બરોળને મટાડી શરીરમાં નવુ લોહી વધારવામાં ખુબ ઉપયોગી છે. તે આપણા પાચનતંત્રને પણ સુધારે છે. નાનાં બાળકોનાં પેટમાં કૃમિ હોય તો તેનું મૂળ ઘસીને અપાય છે. તેથી પેટનો દુખાવો, અજીર્ણ, મરડો, ઝાડા મટે છે. કાળીપાટ સવા તોલો, સુંઠ બે તોલા, હિંગ શેકેલી એક તોલો, મરી પોણો તોલો લઈ આ બધી વસ્તુને મિક્સરમાં ક્રશ કરી લઈ તેની મધમાં ચણા જેવડી ગોળી બનાવી તેનું નિયમિત લેવું. આ એક ગોળી ખાવાથી પેટનો દુખાવો અને અપચામાં રાહત થાય છે.

કાળીપાટ, પીઠવણ, ભોરીંગણી, જેઠીમધ અને ઈન્દ્રજવ આ બધી વસ્તુને ૧ તોલો લઈ, તેનો અધકચરો ભુક્કો કરી ૧૬ તોલા પાણીમાં ઉકાળી, ચોથો ભાગ રહે ત્યારે તેને ઉતારી લેવું આ ઉકાળો પીવાથી પેશાબની બળતરા, ઉનવા, વગેરે મૂત્રપિંડની વ્યાધિઓને દૂર કરે છે, અને પેટમાં કૃમિનો નાશ કરે છે. કાળીપાટ, હળદર, દારૂ હળદર, મોરવેલ, પીપર અને દંતી મુળ એ દરેક વસ્તુને એક તોલો લઈ તલનું તેલ ૨૮ તોલા, પાણી ત્રણ શેર નાખી આ બધી વસ્તુને ઉકાળીને પાણી બળી જાય કે તરત ઉતારી લેવું. ત્યારબાદ આ તેલને ગાળી લેવું.

આ તેલને નાકમાં નાખવાથી નાકનો ભયંકર રોગ દુર થાય છે. કાળીપાટ, ઇંદ્રજવ, કરિયાતું, ગળો, સૂંઠ, નાગરમોથ, પીતપાપડો એ દરેક પા તોલો લઈ તેને આખેઆખું ભેગું કરી તેમાં પોણો શેર પાણી નાખી ઉકાળવું. ચોથા ભાગ જેટલું પાણી બાકી રહે ત્યારે તેને ઉતારી ઉપયોગમાં લેવું. આ ઉકાળાના ઉપયોગથી એકાંતરિયો તાવ અને બીજા વિશેષ વ્યાધિ મટે છે. તાવ તથા બીજા વિશેષ રોગ માટે આ ઉપાય સૌથી શ્રેષ્ઠ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *