પેશાબમાં થતી બળતરા, દાંત ના દુખાવા જેવા ઘણા રોગો માટે ખુબ જ ઉપયોગી છે આ વૃક્ષ, આજે જ જાણો તેના આવા લાભ…

Spread the love

આસોપાલવ ભારતનુ ઘણુ બધુ જુનુ વૃક્ષ ગણવામા આવે છે. આ બધા વૃક્ષોથી ઊંચુ વૃક્ષ છે. આને ઘોંઘાટને દુર કરવા માટે રોપવામા આવે છે. આ ૩૦ ફુટ કરતા પણ વધારે લાંબુ થાય છે. આ આખુ વર્ષ તેના કલરને જાળવી રાખવા માટે પ્રખ્યાત છે. ભારતમા અનેક તહેવારો ઉજવવામા આવે છે. તે સમય દરમિયાન આના પાનથી લોકો પોતાનુ ઘરનુ સુશોભન કરે છે. આ આખા દેશમા બધે થાય છે. આને તમે ગમે તેવો આકાર આપીને કાપી શકો છો. તેની ઊંચાઇને તમે કાબુમા રાખી શકો છો.

પહેલાના સમયમા જહાજમા મુસાફરી માતે ફ્લેક્સિબલ, ઓછા વજન વાળુ અને સીધા ઝાડનો ઉપયોગ કરવામા આવે છે. આને ઘણા લોકો મસ્ત તરીકે ઓળખે છે. આ રેતીની આજુબાજુ ઉગે છે. આના નામનો અર્થ એમ થાય છે કે કોઇ પણ દુખ નથી. તે સીધુ અને હંમેશા રહેવા વાળુ ઝાડ છે. આ સુખ, શાંતી અને સમૃદ્ધીનુ પ્રતીક ગણવામા આવે છે. આના પાન લાંબા અને લીલા હોય છે.

આને પ્રેમના દેવ તરીકે પુજાતા ભગવાન કામદેવને સમર્પિત કરવામા આવ્યુ છે. આના ફુલો તેજ વાળા અને પીળા રંગના હોય છે. તેમાથી અલગ જ સુગંધ આવે છે. આના ફુલનો ઉપયોગ ઘણા માંગલિક પ્રસંગોમા સુશોભન માટે ઉપયોગમા લેવાય છે. આ ઘરના આંગળામા અથવા ઘરની સામે રોપવામા આવે તો ઘરના બધા સભ્યો હળીમળીને અને સુખ શાંતીથી રહે છે. તે ઘરમા હમેશા આનંદ રહે છે. ઝાડ અને છોડને માણસો ખુબ જ મહત્વ આપે છે. તેનાથી હવા શુદ્ધ થાય છે અને વરસાદ પણ તેનાથી વધારે થાય છે.

ધાર્મીક રીતે આને ભગવાન જ ગણવામા આવે છે. આની અનેક જાતની પુજા કરવામા આવે છે અને તેનાથી લોકોને અનેક સમસ્યાથી બચાવે છે. આ ભારતના બધા જ પ્રદેશોમા થાય છે. આ દેશના ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યમા વધારે થાય છે. આના પાન આંબાના પાન અને બોરસલીના પાન જેવા હોય છે.

ભારતીય આયુર્વેદમા જણાવ્યા મુજબ બોરસલીના પાનનો સ્વાદ તુરો, તીખો અને મધુર હોય છે. તે ખુબ જ ઠંડુ હોય છે. આ હદય રોગ માટે, કફ, પિત્ત, સફેદ ડાઘ, દાંત, વાયુનાશક, પેટની સમસ્યા, દોષ નાશક અને મન પ્રસન્ન રાખનાર છે. આના ગુણો વિશે આયુર્વેદમા બધા જ ગ્રંથકારોએ જણાવ્યુ છે. દાંત હલવાની સમસ્યામા બોરસલીના ચાલનો ઉકાળો પીવો જોઇએ.

બોરસલી ની છાલ નો પાવડર ને ઉકાળીને મોઢામા રાખવો જોઇએ. આ ઉકાળાના દસ મિનિટ માટે રાખવો જોઇએ. ત્યારબાદ કોગળા કરીને મોઢાને ચોખ્ખુ કરવુ જોઇએ. આ દાંતને મજબુત બનાવે છે. દાંતમા દુખાવો અથવા સડો હોય તો આ ઉકાળામા પીપરનુ ચૂર્ણ, મધ અને ઘી ભેળવવુ જોઇએ. આનાથી દુખાવો દુર થાય છે.

બાળકોની ઉધરસ માટે આના ફુલ ખુબ જ સારા સાબિત થયા છે. આ ફુલને પીસીને રાતે પાણીમા પલાળવા જોઇએ. સવારે આને ગાળીને પીવુ જોઇએ. પેશાબમા બળતરા થતી હોય તો આના ફળના બીજ કાઢીને પીસીને પાણીમા ઉકાળીને દિવસમા બે વાર પીવુ જોઇએ. આમ થોડા દિવસમા રાહત જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *