શું તમને ખ્યાલ છે તુરંત રાહત આપતી પેરાસીટામોલ છે ખુબ જ જોખમી, ઓવરડોઝથી થઈ શકે છે લીવર ઉપર ખરાબ અસર…

Spread the love

આપણે બધા સામાન્ય તાવ આવે ત્યારે પેરસીટામોલ લઈએ છીએ. તે એક સામાન્ય પેઇનકીલર છે. તેનો ઉપયોગ દુખાવાને દૂર કરવામાં કરાય છે. તેનાથી શરીરનું તાપમાન ઓછું કરવામાં મદદ કરે છે. તે બધી પેઇનકિલર્સ અને એન્ટી સેનેસ દવા સાથે રહેલ હોય છે. નેશનલ હેલ્થ સર્વિસ પ્રમાણે સામાન્ય વ્યક્તિને ૨૪ કલાકમા ચાર વાર ૫૦૦ મીલીગ્રામ ની એક અથવા બે ગોળી આપી શકો છો

આ દવાને મોટાભાગના લોકો સલામત માને છે. આનો વધારે પડતો ઉપયોગ કરવાથી આડઅસર થઈ શકે છે. નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા પ્રમાણે તેની હેપેટોટોક્સિસ ડોઝ વધારે લેવાથી થોડા કલાકમાં તમને ઊલટી અથવા ઊબકાની સમસ્યા થવાની શક્યતા છે. હેપેટોટોક્સિક એક તબીબી શબ્દ છે.

તેને વધારે માત્રામાં લેવાથી અથવા વારંવાર લેવાથી આપના લિવરને નુકશાન પહોંચી શકે છે. એનએચએસના જણાવ્યા પ્રમાણે લીવર ડેમેજ એક જ ગોલીના ઓવરડોઝના પહેલા અથવા બીજા દિવસે ચક્કર આવે તેવી શક્યતા ઘટે છે. તેથી તમારે તેના બીજા ઘણા કારણો પર પણ ધ્યાન આપવું જોઈએ.

ઓવરડોઝ ન લેવો જોઈએ :

આંતરાષ્ટ્રિય આરોગ્ય સંભાળ કંપની BUPA પ્રમાણે, આ દવાનો ઓવરડોઝની જોખમ સાવ સરળતાથી વધી શકે છે. આનો ઉપયોગ આપણે અનેક સમસ્યામાં કરીએ છીએ. કોઈ પણ સમસ્યા થયા ત્યારે તેની દવા સાથે આ દાવ પણ રહેલી જ હોય છે. તે વધારે શરદી અને ફ્લૂની સમસ્યા થાય ત્યારે તેની દવામાં વધારે જોવા મળી શકે છે.

નિષ્ણાંત અને ડોક્ટરના કહેવા પ્રમાણે તમે કોઈ દવા ડોક્ટરની સલાહ લીધા વગર લો છો ત્યારે તમારે તેની પૂરી તપાસ કરવી જોઈએ અને તે પછી જ તે દવા લેવી જોઈએ. તમને તે ખબર હોવી જરૂરી છે કે તમે કઈ દવા સાથે આ દવાને પણ લો છો. જ્યારે કોઈ પણ દવાના પટ્ટા પર લખેલ માહિતીને સારી રીતે વાંચી સમજીને આ દવાનો ઉપયોગ કરવો જોઈએ. તમને કઈ ખબર ન પડે અથવા તમારા મનમાં કોઈ સંકોચ હોય ત્યારે તમારે ફાર્મસીસ્ટને પૂછવું જોઈએ.

આ દવાનો ઓવરડોઝ લેવાથી આપના લિવરને ઘણું નુકશાન થાય છે. તે ખૂબ જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી જ્યારે ઓવરડોઝ થાય ત્યારે તમારે તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. પીએચઇના જણાવ્યા પ્રમાણે એસિટિલસિસ્ટિન દ્વારા આ દવાના ઓવરડોઝના પ્રમાણમાં ઘટાડો કરી શકાય છે. તેના કહેવા પ્રમાણે આ દવા ઓવરડોઝના ૮ કલાકની અંદર લિવરના નુકશાનને ટાળવા માટે પૂરી રીતે અસરકારક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *