પહેલા હ્રદય-ફેફસા ના રોગ પર મેળવી જીત અને હવે હરાવ્યો કોરોના ને, માત્ર છ મહિના ની માસૂમ દીકરી બની “મિરેકલ બેબી”

Spread the love

મિત્રો, કોરોના વાયરસ હાલ સમગ્ર વિશ્વ મા હાહાકાર મચાવી રહ્યો છે, ત્યારે આ ૬ માસની એક માસૂમ બાળકીએ કોરોના ને પરાજિત કર્યો છે. આ ન્યુઝ સાંભળીને સમગ્ર બ્રિટન આશ્ચર્યમા મુકાઈ ગયુ છે. તેમના માટે આ ઘટના કોઈ ચમત્કાર થી કમ નથી. હાલ, યુ.કે. ના ગ્રેટ માન્ચેસ્ટરમા રહેતી એક ૬ માસની બાળકી એરિન બેટ્સ ને કોરોના પોઝિટિવ હોવાનુ જાણવા મળ્યુ હતુ.

આ નિર્દોષ બાળકી પહેલા થી જ હ્રદય અને ફેફસા ની બીમારી સાથે સંઘર્ષ કરી રહી હતી. કોરોના પોઝિટિવ આવતા તેને વેન્ટિલેટર પર રાખવામા આવી હતી. વેન્ટિલેટર પર રહેલી આ નિર્દોષ બાળકી નો ફોટો સોશીયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થયો હતો. બાળકી ને જે સમયે કોરોના નો ચેપ લાગ્યો હતો. તે જ સમયે તે હૃદય અને ફેફસાની બીમારી થી પીડાઈ રહી રહી હતી.

કેવી કરુણ સ્થિતિ છે? સોશિયલ મીડિયા પર આ ફોટો જોઇને ઘણા લોકો ના હૃદય થરથરી ઉઠયા અને તેમણે આ બાળકી પ્રત્યે દુઃખની લાગણી પણ વ્યક્ત કરી હતી. આ બાળકીને લિવરપૂલની ચિલ્ડ્રન્સ હોસ્પિટલમા એડમીટ કરવામા આવી હતી. અહીંના દાક્તરોએ શુક્રવાર ના રોજ જાણકારી આપી હતી કે એરિને કોરોના ને હરાવ્યો છે. ત્યારબાદ એરિનના પિતા વેનીએ જણાવ્યુ હતુ કે, એરિને કોરોના વાયરસને હરાવી દીધો છે.

જો કે આ દરમિયાન અમે ઘણા સારા અને ખરાબ સમય જોયા છે. પરંતુ, અમે લોકોને કહેવા માંગીએ છીએ કે કોરોના વાયરસ એ લોકો માટે મૃત્યુ ની સજા નથી. એરિન હાલ હસી રહી છે અને પોતાની જાત સાથે વાત કરતી હોય એવુ લાગી રહ્યુ છે. એરિનના પિતા વેની વિશેષમા જણાવે છે કે, એરિન નુ વજન જન્મ સમયે ખુબજ ઓછુ હતુ. તે પોતાની બીમારીને કારણે હંમેશા હોસ્પિટલ ના એક રૂમમા દર્દી વચ્ચે જ ઘેરાયેલી રહેતી હતી.

હાલ, તેમણે અને તેમના પત્નીએ રાહત નો શ્વાસ લીધો છે. કોરોના વાયરસ ના સખત નિયમોને કારણે માત્ર બાળકની માતા જ દવાખાનામા રોકાઈ શકે છે. જ્યારે તેના પિતાને ઘરે જવુ પડતુ હતુ. જો કે શુક્રવારે વેની પહેલી વાર તેની બાળકીને જોવા પહોંચ્યો હતો. વેની અને તેની પત્નીએ નક્કી કર્યુ હતુ કે, તેઓ દરેક લોકોને એરિનની આ યાત્રા વિશે જણાવશે. વેની અને તેની પત્નીએ ફરી એકવાર તેમની બાળકીનો ફોટો સોશીયલ મીડીયા મા શેર કર્યો છે.

જેથી લોકો કોરોના ને ફેલાતો અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સ નુ યોગ્ય રીતે પાલન કરતા રહે. વેની જણાવે છે કે, જે લોકો હજુ પણ આ વાઇરસ ને ગંભીરતા થી લઈ રહ્યા નથી તેવા લોકોને હુ વિનંતી કરુ છુ કે સોશિયલ ડિસ્ટન્સ નુ યોગ્ય પાલન કરો નહિતર તમારી એક ભૂલ નો ભોગ અનેક લોકો બનશે. જ્યારે એરિનને કોરોનાની સમસ્યાનો ચેપ લાગ્યો હતો.

ત્યારે વેની ના અમુક મિત્રોએ આ બાળકી નો ફોટો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો અને તેને એક શૂરવીર યોદ્ધા ગણાવ્યો હતો. ત્યારબાદ ઘણા બધા લોકોએ વેનીને ઘણો ટેકો આપ્યો. આ ઉપરાંત વેનીએ બ્રિટન ના દાક્તરો અને નર્સો ની પણ ખુબજ પ્રશંસા કરી. તેઓ રાત-દિવસ લોકોની સેવામા વ્યસ્ત રહે છે તેવુ જણાવ્યુ.

એરિનનો જન્મ ડિસેમ્બરમા થયો હતો. જન્મના થોડા દિવસો બાદ જ તેની ઓપન હાર્ટ સર્જરી કરાવી. ત્યારબાદ જાન્યુઆરીમા તેને ન્યુમોનિયાની ફરિયાદ ઉદભવી હતી. ત્યારબાદ તેના ફેફસા અને વાઈડ પાઇપ્સમા પણ સમસ્યા આવી હતી. આ નાની બાળકીની ઓપન હાર્ટ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. આ બેબી ને હાલ લોકો “મિરેકલ બેબી” તરીકે ઓળખવા લાગ્યા છે. હાલ, ફરી એકવાર એરિને મિરેકલ બતાવ્યો અને કોરોનાને હરાવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *