પતિને શારીરિક ભૂખ પડી ખુબ ભારે, પત્નીએ દેખાડી દીધો સાક્ષાત યમરાજનો ચહેરો

Spread the love

ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમા પત્નીને મચ્છર કરડતા પતિને દસ્તા વડે ધોઈ નાખ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પરંતુ આ બાબતે સામ-સામેં ફરિયાદ દાખલ થઇ છે કે જેમા પત્નીનો આરોપ લગાવ્યો છે કે, તેનો પતિ અને તેના સાસરી પક્ષના લોક છેલ્લા ઘણા વર્ષોથી તેને માનસિક અને શારિરીક રીતે હેરાન પરેશાન કરી રહ્યા છે.

સાથે પત્નીનુ કહેવુ છે કે તેના પતિએ રાત્રીના ૨:૩૦ વાગ્યાની આસપાસ તેની સાથે શારિરીક સબંધની માંગણી કરી હતી. જો કે આ દરમિયાન તેમની દીકરી પણ સાથે સૂઇ રહી હોવાને કારણે પત્નીએ તેનો સાફ રીતે ઇન્કાર કર્યો હતો પરંતુ પતિ પોતાની માંગણી પર કાયમ રહ્યો અને આ કારણે પતિ-પત્નિ વચ્ચે ઝઘડો થયો હતો. જેને લઇ બંન્ને પક્ષ સ્થાનિક પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા.

મળતી વિશેષ માહિતી મુજબ અમદાવાદ શહેરના નરોડા વિસ્તારના સ્મશાનની સામે આવેલી એક સોસાયટીમાં રહેતી ૪૧ વર્ષીય મહિલાના લગ્ન આજથી ૨૨ વર્ષ પહેલા થયા હતા. સંતાનમા ૨૦ વર્ષની પુત્રી અને ૧૬ વર્ષનો પુત્ર છે. થોડા દિવસો પહેલા આ મહિલા સુઈ ગઈ હતી ત્યારે અચાનક પતિએ રાત્રે ૨:૩૦ વાગ્યે તેને શારીરિક સબંધ બાંધવા માટે દબાણ કર્યું હતુ. પત્નીના કહેવા પ્રમાણે, ઘરમા લાઇટ ના હોવાથી લાઇટ બિલ ભરવા માટે પત્નીએ પતિને કહ્યુ હતુ. પરંતુ આર્થિક સ્થિતિ કમજોર રહેતા પતિ છેલ્લા ૨ મહિનાથી વીજળીનુ બીલ પણ ચૂકવી શક્‍યો ન હતો.

પત્નીની આ ફરિયાદ સાંભળીને પતીએ તેને બેડ પર સુવા માટે કહ્યુ હતુ. આ સાંભળીને પત્ની ગુસ્‍સે થઈ ગઇ હતી અને પતિ-પત્ની વચ્ચે અડધી રાત્રે ઝઘડો થઈ ગયો હતો. જેમા પત્નીએ પતિને માર મારતા તેમને સારવરા અર્થે નજીકની હોસ્પિટલમા ખસેડવામા આવ્યો હતો. બાદમા પોલીસ કાફલો તેમના ઘરે પહોંચી ગયો હતો અને પરિણીતાએ ફરિયાદમા કરેલા આક્ષેપ મુજબ તેના સાસરી પક્ષના લોકોએ અનેક વર્ષોથી માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા અને સાથે સાથે દહેજની માંગણી પણ કરતા હતા.

છેલ્લા ૨૫ દિવસોથી પતિએ લાઈટ બિલ પણ ભર્યું ન હોવાને કારણે ઘરનુ લાઈટ કનેક્શન કપાઈ જતા અંધારામા રહેવુ પડતુ હતુ. આખરે નરોડા સ્થાનિક પોલીસે આ આક્ષેપોને સાંભળી આઇ.પી.સી. ૪૯૮(એ), ૩૨૩,૩૨૪, ૨૯૪(ખ), ૧૧૪ અને દહેજ પ્રતિબંધ નિયમ હેઠળ ફરિયાદ નોંધી આગળ વધારાની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *