પરિણીત મહિલાને શારીરિક ભૂખ પડી ભારે, કહ્યું તુ મારુ રમકડુ છે, હુ જે કહુ તે કરવુ જ પડશે…

Spread the love

ગુજરાત રાજ્યના સુરત શહેરના લિંબાયત વિસ્તારની પરિણીત મહિલાને તેના ફેઈસબુક પર મિત્ર બનાવ્યા બાદ બાંધેલો શારીરિક સબંધ ભારે પડયો હતો. પરિણીત મહિલા સાથેના શારીરિક સંબંધ બાદ ફેઈસબુક મિત્રએ તેણીને પોતાની સાથે મિત્રતા જાળવી રાખવા જબરદસ્તી કરી ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.


મળતી વિશેષ માહિતી મુજબ સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતી બે સંતાનોની ૪૧ વર્ષીય માતા ને સુરત શહેરના મોટા-વરાછા ના ૨૦ વર્ષીય રાજન મનસુખ ગજેરા સાથે ફેસબુક પર મિત્રતા થઈ હતી. આશરે ૭ મહિના પહેલા બંને વચ્ચે ફેસબુક પર થયેલી મિત્રતા ૨ મહિના પહેલા ચેટિંગથી આગળ વધી હતી. ત્યારબાદ બંનેએ પરસ્પર એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે કરી ફોન પર વાત કરવાનું શરુ કરી હતી. ત્યારબાદ ફોન પર વાતચીતનો સંબંધ રૂબરૂ માં મળવા સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે મિત્રતા વધતા બંનેએ પરસ્પર એકબીજાની મરજીથી શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો.

રાજન પરણિત મહિલાને મનમાં આવે તે સમયે મળવા માટે બોલાવતો હોય અને તેણી પરિણીત હોવા સાથે દુકાનના વ્યવસાય સાથે પણ સંકળાયેલી હોય માટે રાજનને મળવા જઈ શકતી ન હતી. જેના કારણે રાજન પરણિત યુવતીને ફોન કરી ગંદી ગંદી ગાળો આપતો હતો. જે તેણીને નહીં ગમતામિત્રતા પર પૂર્ણવિરામ મૂકવા માટે કહ્યું હતું. જેની જાણ તેણીએ તેના પતિને પણ કરી હતી જેને લીધે ખુબ ગુસ્સે ભરાયેલા રાજને તેણીને ધમકી આપી હતી કે, ‘તુ મારૂ રમકડું છે, હું જે કહું તે કરવું જ પડશે. અને જો નહીં કરે તો તારા પરિવારનુ શું થશે તે તું જોઈ લેજે અને હવે તારી જિંદગી અને મોત બને મારા હાથમાં છે’.

રાજનની આવી ધમકીથી ડરી ગયેલ પરિણીત મહિલાએ મંગળવારે ફરિયાદ આપતા લિંબાયત સ્થાનિક પોલીસે કાયદાકીય ગુનો નોંધ્યો હતો. આ અંગે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન. એમ. જોષી આગળ વધારાની તપાસ કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *