પહેલાં કોરોના ના રોગીઓ માટે બનાવ્યુ દવાખાનું અને હવે શરૂ કર્યું આ મોટુ સેવા કાર્ય, ખરેખર ગુજરાતી હોવા પર થશે ગર્વ
મિત્રો, રિલાયન્સ ફાઉન્ડેશન ના સ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીએ જણાવ્યુ છે કે, આ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કરવામા આવેલુ “મિશન અન્ન સેવા” વિશ્વમા કોઈપણ કોર્પોરેટ જગત દ્વારા સંચાલન કરવામા આવેલ સૌથી મોટો મફતમા ભોજન પહોંચાડવા માટે નો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ નો હેતુ માત્ર ને માત્ર લોકડાઉનના કારણે મુશ્કેલીમા ફસાઈ ચૂકેલા અને કોરોનાવાયરસ રોગચાળાને રોકવા માટે રોકાયેલા ૩ કરોડ થી વધુ લોકો ને ભોજન પૂરુ પાડવાનો છે.
રિલાયન્સ ફાઉન્ડેશન દેશની સૌથી વિશાળ ઔદ્યોગિક કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ની પરોપકારી શાખા છે. તેણે હાલ જરૂરીયાતમંદ લોકોને મફતમા ભોજન પૂરુ પાડવાની , દેશની પ્રથમ કોવિડ – ૧૯ હોસ્પિટલ બનાવવાની અને પી.પી.ઇ. કીટ અને માસ્ક પૂરા પાડવાનુ કાર્ય હાથ ધર્યુ છે. નીતા અંબાણી જણાવે છે કે, રિલાયન્સે મુંબઈમા બી.એમ.સી. સાથે ભાગીદારી કરીને આપણા દેશની સર્વપ્રથમ કોવિડ-૧૯ દવાખાનાનુ નિર્માણ ફક્ત ૨ અઠવાડિયામા જ કરી દીધુ છે.
રિલાયન્સ ફાઉન્ડેશન કે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે સંકળાયેલ છે તે સમાજ કલ્યાણ અર્થે કાર્ય કરતી સંસ્થા છે. આ સંસ્થાએ અત્યાર સુધીમા ૧૬ રાજ્યો અને ૧ કેન્દ્ર શાસિત પ્રદેશ એમ કુલ ૬૮ જિલ્લાઓ મા ૨ કરોડ થી પણ વધુ લોકો ને ભોજન નુ વિતરણ કર્યુ છે. આ કાર્યક્રમના ભાગ રૂપે, રિલાયન્સ ફાઉન્ડેશન જરૂરિયાતમંદ લોકો સુધી રાંધેલો આહાર, રેડીમેડ ફૂડ પેકેટ, ડ્રાય રાશન કીટ અને અન્ય રાશનની વસ્તુઓ પણ પહોંચાડે છે.
આ કાર્યક્રમના લાભાર્થીઓમા રોજેરોજ નુ કમાઈને ખાનાર લોકો, ઝૂંપડપટ્ટી મા વસતા લોકો, ફેક્ટરી ના કર્મચારીઓ, વૃદ્ધાશ્રમોના નિવાસીઓ અને અનાથાલયોનો પણ સમાવેશ થાય છે. આ સિવાય જુનિયર મેડિકલ સ્ટાફ, પોલીસ ના કર્મચારીઓ અને અન્ય સુરક્ષાદળો જેવા કે ફ્રન્ટલાઈન કર્મચારીઓ ને પણ ભોજન પહોંચાડે છે. અમુક સ્થળોએ રિલાયન્સ ફાઉન્ડેશન ફૂડ ટોકન નુ વિતરણ પણ કરી રહી છે.
આ ફૂડ ટોકન ને તમે રિલાયન્સ ના રીટેઈલ આઉટલેટ્સ જેવા કે રિલાયન્સ ફ્રેશ, રિલાયન્સ સ્માર્ટ સુપરસ્ટોર, રિલાયન્સ સ્માર્ટ પોઇન્ટ વગેરે જગ્યાએ રીડિમ કરી શકો છો. લોકડાઉન દરમિયાન કોઈપણ દેશવાસી ભૂખ્યો ના રહે, તેથી રિલાયન્સ ફાઉન્ડેશન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ સાથે મળીને યુદ્ધના ધોરણે કાર્ય કરી રહ્યા છે. રિલાયન્સ રીટેઈલ કર્મચારીઓ જીવન જરૂરિયાત ની આવશ્યક ચીજવસ્તુઓ નુ પેકિંગ કરીને સપ્લાય કરી રહ્યા છે.
મુંબઇ, સિલવાસા, વડોદરા, પાતાલગંગા, હજીરા, ઝજ્જર, શાહદોલ, જામનગર, દહેજ, બારાબંકી, નાગોઠાને, ગડીમોગા અને હોશિયારપુર જેવા સ્થળો પરના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ના કર્મચારીઓ પોતપોતાના સ્થળે રહેતા જરૂરિયાતમંદ લોકોને મફતમા ભોજનનુ વિતરણ કરી રહ્યા છે. પશ્ચિમ બંગાળ, કેરળ અને ઓડિશાના અમુક રિલાયન્સ પેટ્રોલ પમ્પ પર સ્ટાફના સભ્યો આવશ્યક ચીજવસ્તુઓનુ પરિવહન કરતા ટ્રક ડ્રાઇવરોને પણ મફતમા ભોજનનુ વિતરણ કરી રહ્યા છે