ફાટેલી એડીઓ જો તમને પણ દઈ રહી છે પીડા, તો તુરંત અજમાવો આ ઘરેલુ ઉપચાર અને મેળવો મુક્તિ

Spread the love

કેટલાક લોકોને પગની એડીની ચામડી ફાટે છે. ઘણા લોકો શરીરના સ્વાસ્થ્યને જાળવતા નથી. ચામડી ફાટવાનું મુખ્ય કારણ શરીરમાં તેલનું પ્રમાણ હોતું નથી. તેથી પગના તળિયામાં તિરાડો પડવા લાગે છે. કેટલીક સમસ્યાઓ ડાયાબિટીસ, થાઈરૉઈડ જેવી અનેક બીમારીઑ થાય છે. તેનાથી બચવા માટે કેટલાક ઘરેલુ ઉપાય કરવા જોઈએ.

લીંબુ :

પગના તળિયાને કોમળ રાખવા માટે પાણીમાં થોડું મીઠું અને લીંબુનો રસ નાખવો જોઈએ. તેમાં થોડું ગુલાબજળ અને થોડું ગ્લિસરીન નાખીને તેમાં પગ રાખવાથી ખૂબ ફાયદો થાય છે. તેમાં એસિડ જેવા ગુણધર્મ રહેલા હોય છે. તેથી પગની એડીઑને સુંદર રાખવાનું કામ કરે છે.

વનસ્પતિ તેલ :

પગને ધોઈને સાફ કરીને તેમાં પગની ફાટેલી એડી પર લગાવવું જોઈએ. તેલ લગાવીને પગમાં મોજા પહેરવા જોઈએ. તેને બીજા દિવસે ગરમ પાણીથી તેને સાફ કરવા જોઈએ. તેનાથી પગના કોષોને પોષણ મળે છે.

વેસેલિન :

પાણીમાં પગને સાફ કરીને વેસેલિનમાં થોડું લીંબુનો રસ નાખીને પગમાં રાખવી જોઈએ. તેના પર પગની ઘૂટી પર લગાવવાથી ખૂબ ફાયદો થાય છે. નિયમિત તેનો ઉપયોગ કરવાથી પગની ઘૂટી સાફ રહે છે.

પેરાફિન મીણ :

સરસાવના તેલમાં થોડું મીણ નાખીને તેને મિક્સ કરીને પગમાં મસાજ કરવું જોઈએ, ત્યારબાદ પગમાં મોજા પહેરી લેવા જોઈએ. તેથી પગની ઘૂટી સાફ રહે છે. તેથી ચામડીમાં થતાં દુખાવા દૂર થાય છે. ચામડી નરમ બનવાથી તે ખૂબ સુંદર બને છે.

ચોખાનો લોટ :

ચોખાનો લોટ અને તેમાં માધ નાખીને મિક્સ કરવું જોઈએ. તેમાં થોડું ઓલિવ ઓઇલ અથવા બદામનું તેલ નાખવું. પગને પાણીથી સાફ કરીને તે પેસ્ટને પગમાં લગાવવું જોઈએ. તેનાથી પગ સાફ રહે છે. ચામડીની કેટલીક સમસ્યાઓ દૂર થાય છે.

મધ :

થોડા ગરમ પાણીમાં મધ નાખીને મિક્સ કરવું જોઈએ. તેમાં પગ નાખીને થોડી વાર તેમાં રહેવા દેવા જોઈએ. તેથી પગમાં ફાટેલી ઘૂટીઑની સમસ્યા દૂર થાય છે. નિયમિત આ ઉપાય કરવાથી ખૂબ ફાયદો થાય છે.

નાળિયેર તેલ:

પગને પાણીથી સાફ કરીને તેમાં નાળિયેરનું તેલ લગાવીને થોડી વાર મસાજ કરવું જોઈએ.ત્યારબાદ મોજા પહેરી લેવા જોઈએ. બીજા દિવસે પગને ગરમ પાણીથી સાફ કરવા જોઈએ. તે તેલ પગની ચામડીને ભીની રાખે છે. તેથી તેમાં રહેલા કેટલાક કોષો દૂર થાય છે અને પગ સુંદર બને છે.

બેકિંગ સોડા :

પગમા બળતરા થતી હોય ત્યારે બેકિંગ સોડાનો ઉપયોગ કરવો જરૂરી છે. તેમાં રહેલા કોષોને દૂર કરવા માટે તે ખૂબ ફાયદો કરે છે. ચામડી સૂકી ન થાય તે માટે ખૂબ જરૂરી છે.

સફરજન:

ત્વચામાં રહેલા કેટલાક ઝેરી કોષોને દૂર કરવા માટે સફરજનનો રસ ખૂબ ઉપયોગી છે. તેમાં રહેલા એસિડિક તત્વોથી ચામડી નરમ બને છે. તેનાથી શરીરની ચામડી સુંદર અને મુલાયમ રહે છે.

એલોવેરા જેલ :

કૂવારપાઠું સુકાયેલી ચામડીને નરમ રાખે છે. પગમાં થયેલી એડીની તિરાડને તે નરમ અને સુંદર બનાવે છે. તેમાં એમીનો એસિડ રહેલું હોય છે. તે ચામડીને મુલાયમ બનાવવામાં મદદ કરે છે.

ચા નું તેલ:

ચાનું તેલ પગની ત્વચાને ચોખ્ખી અને સુંદર રાખવા માટે ખૂબ જરૂરી છે. તેનાથી ચામડી નરમ બને છે. નિયમિત તેનો ઉપયોગ કરવાથી પગની ઘૂટી મજબૂત બને છે.

વિટામિન-ઇ :

વિટામિન ઇ ત્વચાને સુંદર રાખવા માટે ખૂબ જરૂરી છે. તે તેમાં રહેલું હાઇડ્રેટ્સને દૂર કરે છે. અને પગની ઘૂટી અને ત્વચાને મુલાયમ રાખે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *