શું તમે પણ રહો છો પગના ખેંચાણ તેમજ દુખાવાથી પરેશાન? તો આજે જ અજમાવો આ ઘરેલું ઉપાય…

Spread the love

ઘણી વાર ઘણા લોકોને પગમાં દુખવો થવા લાગે છે. આ દુખાવો ઘણા પ્રકારનો હોય શકે છે. ઘણી વાર પગ ઠકાનના કારણે દુખતા હોય છે તો ઘણી વાર ખેંચાણ થવાથી પણ પગમાં દુખાવો થાય છે. તેમાં ઘણી વાર નખ અને પંજાના ભાગમાં દુખાવો થાય છે. ત્યારે પગમાં ચીરા પડવાથી અથવા વધારે વજન હોવાથી પણ તેનાથી અને કોઈ બીમારીને કારણે પગ દુખે છે. આપના શરીરનો પૂરો વજન આપના પગ પર આવે છે.

જે લોકોનું વજન વધારે હોય તેને ખાસ કરીને આ દુખાવો વધારે થતો હોય છે. ઘણા લોકોને  સાંધાનો દુખાવો થાય છે. ત્યારે સાંધામાં પોષક તત્વોની કમી હોવાથી તેની વચ્ચે રહળું પ્રવાહી ઘટીને હાડકાં ઘસવા લાગે છે. તેનાથી દુખાવો થાય છે. તેના બીજા ઘણા લક્ષ્ણ પણ છે. જેમ કે પગની નસોમાં અશુદ્ધ રાહત જમા થાય તેને આપણે સાઈટિકા કહીએ છીએ તેના લીધે પણ આ દુખાવો થાય છે.

પગમાં દુખાવાને અને ખેંચાણને દૂર કરવા માટે ઘણા ઉપાય કરી શકાય છે. આ દુખાવો ખૂબ દર્દનાક હોય છે. તેની સાથે ઘૂંટણ, હિપ અને પીઠ જેવી બીજી જગ્યાએ પણ થઈ શકે છે. પગમાં દુખાવો થવાના અનેક પરિબળ જવાબદાર છે. સામાન્ય રીતે સ્નાયુઓ, સાંધા અને કંડરામા દુખાવો, વધારે વજન, આઘાત, કપડાં, સ્નાયુબદ્ધની ખામી અને યાંત્રિક સમસ્યાના લીધે આ દુખાવો થાય છે.

ગાજરનું સેવન કરવાથી આપના શરીરને જોઈતા પ્રમાણમાં પોષણ મળી શકે છે. તેથી દરરોજ ગાજરનો રસ પીવો જોઈએ તેનાથી સાંધાનો દુખાવો દૂર થાય છે. તેમાં આમળાનો રસ લેવાથી પણ પણ ઘણા લાભ થાય છે. જ્યારે શરીરમાં થકાન થાય ત્યારે પગની પાનીમાં ખૂબ દુખાવો થાય છે. ઘણા લોકોને આ દુખાવો રોજનો થઈ ગયો હોય છે. તેના માટે ઘણી દવા કરે છે તે છતાં પણ તેમાથી રાહત મળતી નથી.

આ દુખાવો થાય ત્યારે તમારે આ ઉપાય કરવો. તેના માટે તમારે પંજાને ઉપાડીને તેને વાળીને ખુરશી પર સીધા બેસી જવું. હવે તમારે એડી પર હાથ રાખીને આંગળીને તમારે પાંચ સેકન્ડ માટે ઉપરની તરફ વાળવી. તેને નીચે લાવીને તેને પાંચ સેકન્ડ ઉપરની તરફ ખેંચવી તે પછી પગને સામાન્ય અવસ્થામાં લાવીને તમારે પંજાને જમીન તરફ વાળવો. તેને પાંચ સેકન્ડ સુધી રાખો. આ ૧૦ વખત કરવાથી પંજાને મજબૂત બનાવે છે.

દૂધ અને પાણીને સરખી માત્રામાં લઈ તેમાં લસણ અને વાયવ ડિંગ તેમાં નાખીને તેને ઉકાળવું. પાણી બળી જાય ત્યારે દૂધને ઉતારી તેને ગાળીને ઠંડુ કરીને તેને પીવાથી માંસપેશી મજબૂત બને છે. લસણ ના અડદ વડા બનાવીને તેને તલના તેલમાં તળીને ખાવાથી સંધિવા અને બીજી ઘણી બીમારીથી રાહત મળે છે.

બોલ રોલ કરવા માટે ખુરશી પર બેસીને એક ટેનિસ બોલ નીચે રાખીને તેના પર પગનો નીચેનો ભાગ રાખીને તેને ધીમે ધીમે આંગળીથી લઈને એડી સુધી ફેરવવો. આ તમારે બે ત્રણ મિનિટ માટે કરતાં રહેવું. આજ રીતે બીજા પગમાં પણ કરવું આ કરવાથી આર્ચનો દુખાવો ઓછો થાય છે. તેનાથી પગનો દુખાવામાં પણ આરામ મળે છે.

તમારે સીધા ખુરસી પર બેસીને ડાબા પગને જમણા પગના ઘૂંટણ પર રાખવો. હવે પંજાને હાથેથી પાછળની તરફ ખેંચવો. તેને દસ સેકન્ડ માટે રહેવા દેવું અને પછી આગળની તરફ ખેંચવું. આ રીતે બંને પગમાં ૧૫ ૧૫ મિનિટ માટે કરતાં રહેવું જોઈએ. તેનાથી દુખાવો દૂર થાય છે અને આંગળી મજબૂત બને છે.

આ દુખાવો ઘણી વખત થાકના કારણે થતો નથી પણ આતરિક તકલીફને લીધે પણ થાય છે. આવી જ એક તકલીફ સ્પાઇડર વેન્સ છે. તે નાની વળેલી એક રક્ત વાહિની હોય છે. તેને ટેલેજિક્ટાસિયાથી પણ ઓળખવામાં આવે છે. તે લાલ, જાંબલી અને બ્લૂ કલરની હોય છે. આ પગ અથવા ચહેરા પર વધારે જોવા મળે છે. તેનાથી સહન ન થાય તેવો દુખાવો થાય છે. તેનાથી પગમા કળતર થાય છે. આ સમસ્યા ૫૦ વર્ષથી વધારે ઉમર વાળા લોકોને સામાન્ય રીતે થતી હોય છે. સ્પાઇડર વેન્સ નબળા વાલ્વને કારણે પણ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *