પડખુ-પાંસળીના દુખાવા તેમજ શ્વાસથી લગતી કોઇપણ પ્રકારની બીમારી માટે ખુબ જ અસરકારક છે આ ઉપાય, જાણો તમે પણ…

Spread the love

પુષ્કળ મૂળ વધારે કાશ્મીરમાં જોવા મળે છે. તેને પોખરમૂળ પણ કહે છે. કશ્મીરના લોકો તેને પાતાળ પદ્મિની કહે છે. પુષ્કરમૂળ હંમેશાં એક ઝાડની બાજુમાં બીજું ઝાડ ઊગ્યું હોય તેમ ઊગે છે. તેની જડમાં ઘણાં રેસા હોય છે. તેનો રંગે કાળો હોય છે. આ ઔષધીય તમને બધી જગ્યા પર સરળતાથી મળી જાય છે. તેનો સ્વાદ કડવો અને તીખો હોય છે. ઈરાન પ્રદેશમાં તેની ખેતી કરવામાં આવે છે.

પુષ્કળ મૂળમાં અનેક વિટામીન રહેલા છે. તેનું સેવન કરવાથી પેટને લગતી બધી સમસ્યા દુર થાય છે. તે ઉપરાંત બીજી ઘણી બીમારીમાં તેનો ઉપયોગ થાય છે. તો ચાલો તેનાથી થતા ફાયદા વિષે જાણીએ. આપણે ત્યાં ત્રણે દોષમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે કાસ, શ્વાસ, હૃદયરોગ, અર્શ, ગુલ્મ, જ્વર, સોજા અને શિરારોગમાં તે બીજી દવાઓ સાથે વપરવામાં આવે છે. દાંતના દુખાવા માટે પણ એ ઉપયોગમાં લેવાય છે. તે ગુણમાં ઉષ્ણ, વણ રોપન, મુત્રજનન માટે પણ ઉપયોગી બને છે.

આપણા મોઢામાં દુર્ગંધ આવે ત્યારે તે સુંગંધ આપવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. માથામાં નાખવામાં આવતા સુગંધી તેલમાં પણ તેનો ઉપયોગ થાય છે. તેના ઉપયોગથી તેના પોષકતત્વો આપણા તેલમાં મિક્સ થઈ જાય છે. જે આપણા વાળને પોષણ આપે છે. અરુચિ, અજીર્ણ તથા યકૃતમાંથી પિત્તનો સ્રાવ સારો ના થતો હોય ત્યારે તે પુષ્કળ મૂળનો ઉપયોગ કરવામાં આવે છે.

તે ઉધરસ અને પડખાનું શુળ પણ મટાડે છે. આ હલકા વજનનું પુષ્કળ મૂળ હમેશા અરબસ્તાનથી આવે છે. એવું કહેવાય છે કે તેના ચૂર્ણનો ઉપયોગ કરવાથી હદયની બીમારી દુર થાય છે. જે વ્યક્તિને વારંવાર હેડકી આવતી હોય ત્યારે પુષ્કળમૂળનો ઉપયોગ કરવો જોઈએ. તેનો ઉપયોગ કરવાથી જીર્ણજ્વર, વાયુ, સોજો તથા અરુચિ જેવા રોગ પણ દુર થાય છે. તમારો અવાજને સારો બનાવવા માટે તેના મૂળને મોમાં રાખી તેનો રસ પીવાથી તે આપણા સ્વર માટે સારો છે. તેનો ઉપયોગ સોજાને ઓછો કરવા માટે પણ થાય છે.

પુષ્કળમૂળ, ખાખરાનું મૂળ, પીલુડીનું મૂળ, ભાતંડા મૂળ, બેઠી ભોરીંગણીનું મૂળ, આંકડાનું મૂળ, દેવદાર સુંઠ, લીલો અરડૂસો અને લીલી ગળો આ બધી વસ્તુને પાંચ ગ્રામ લઈ તેનો ઉકાળો બનાવો. આ ઉકાળાનું સેવન કરવાથી શ્વાસ, ઉધરસ, સોજો, વા, પાંડુરંગ, હેડકી જેવા અનેક રોગને તે દુર કરે છે. તેનો ઉપયોગ દિવસમાં બે વખત કરવાનો રહેશે.

કઠ અને પુષ્કળ મૂળ આ બંને સાવ જુદી જ વસ્તુ છે. ત્યારે ઘણી વાળ પુષ્કળ મૂળ ના મળવાથી આપણે કથનો ઉપયોગ કરવો પડે છે. પુષ્કળ મૂળ આપણ શરીરને તંદુરસ્ત બનાવે છે. પુષ્કરમૂળ, એરંડમૂળ, જવ અને ધમાસો આ બધી વસ્તુને દસ ગ્રામ લઈ તેનું ચૂર્ણ બનવું. આ ચૂર્ણને નિયમિત લેવાથી દાહ અને પીડામાં રાહત થાય છે. આ ચૂર્ણને અઢી થી પાંચ ગ્રામ જેટલું લઈ શકો છો. તે ચૂર્ણ બીજા ઘણા રોગ માટે પણ વપરાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *