પાચન તેમજ પિત્તથી લગતી કોઇપણ પ્રકારની બીમારીનો એકમાત્ર ઈલાજ એટલે આ નાની અમથી ઔષધિ, જાણો તેના ઉપયોગની રીત…

Spread the love

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા વાતાવરણ એકાએક પલટો મારી રહ્યું છે અને અમુક સમયે તો બે ઋતુઓ એકસાથે ભેગી થઇ રહી છે જેના કારણે શરીરનુ તાપમાન યોગ્ય રીતે સંતુલિત રહેતું નથી અને પરિણામે આપણુ સ્વાસ્થ્ય કથળે છે. આજે આ લેખમા તમને અમુક એવા અસરકારક નુસ્ખાઓ વિશે જણાવીશુ કે, જેની મદદથી તમે પાચનથી લઈને પિત સુધીની તમામ સમસ્યાઓમા રાહત મેળવી શકો છો તો ચાલો જાણીએ ક્યા છે આ નુસખા?

જો તમે નિયમિત ચા મા અજમાના પાન અને ફુદીનો ઉમેરી ત્યારબાદ તેને ઉકાળીને તેનુ સેવન કરો તો તમને ઉધરસની સમસ્યામા તુરંત રાહત મળે છે. આ સિવાય જો તમે અજમો અને લસણને સરસવના ઓઈલમા પકાવી અને ત્યારબાદ તે ઓઈલની માલિશ શરીર પર કરો તો તમારા શરીરના તમામ દુ:ખાવા મટી જાય છે. આ સિવાય જો તમે અજમો, તુલસીના પાનનુ ચૂર્ણ અને સૂંઠનુ ચૂર્ણ એકસમાન માત્રામા લઈને તેમા મધ ઉમેરીને તેનુ સેવન કરો તો તમને તાવની સમસ્યામા પણ રાહત મળી શકે છે.

ઘણીવાર ભોજન કર્યા પછી અથવા તો અન્ય કોઈ કારણોસર શ્વાસોશ્વાસ અને મોઢામાંથી દુર્ગંધ આવતી હોય છે, જો તમે આ દુર્ગંધથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોવ તો ૧-૨ અજમાના પાનને ચાવીને તમે ખાઈ શકો છો. તે ખુબ જ તીક્ષ્ણ, ઉષ્ણ, હલકો, જમવામા રુચિ ઉત્પન્ન કરનાર, જઠરાગ્નિ પ્રદીપ્ત કરનાર, કડવો, તીખો, પિત્ત વધારનાર, આફરો મટાડનાર, વાયુ અને કફની સમસ્યાઓ મટાડનાર, શૂળ, મસા, કૃમિ, ઊલટી, ઝાડા અને યકૃતની રોગોને મટાડનાર છે.

આ સિવાય જો તમે કોલેરાની સમસ્યાથી પીડાતા હોવ તો તેની શરૂઆત થતા જ અજમાનો ઉપયોગ કરી તેનુ સેવન કરો તો તમને સારુ પરિણામ મળી શકે છે. જો તમે નિયમિત અજમાને ચાવીને ખાવ તો તમારા મોઢામા એક અલગ જ પ્રકારની તાજગી આપે છે અને મોઢાની અંદર રહેલા હાનિકારક કીટાણુ પણ દૂર થઇ જશે અને તમારા પેઢા પણ મજબૂત બની રહે છે.

જો તમે અજમો અને લીંબુનો રસ મિક્સ કરી અડધી ચમચી નિયમિત તેનુ સવાર-સાંજ બે વખત સેવન કરવુ. આ મિશ્રણનુ સેવન કરવાથી મંદ પાચન શક્તિ અને પુરુષત્વ શક્તિ વધારવામા સહાયતા મળી રહે છે. આ ઉપરાંત સંધિવાની સમસ્યામા પણ તમને રાહત મળી શકે છે. આ સિવાય અજમાના પાનની અંદર સમાવિષ્ટ એન્ટી-ઇન્ફલેમેટરી ગુણતત્વો તમારા શરીરના દુઃખાવાને દૂર કરવા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

આ સિવાય અજમાના પાનની સાથે તુલસીના થોડા પાંદડા ઉમેરી તેનો જ્યુસ બનાવી તેની અંદર થોડું લીંબુ ઉમેરી નિયમિત તેનુ સેવન કરો તો તમને ડિહાઇડ્રેશનની સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે. આ સિવાય જે સ્ત્રીઓને માસિક ધર્મમા દુ:ખાવો થતો હોય તેમણે ચાર ચમચી અજમો અને બે ચમચી સિંધવ ખાંડીને તેને મિક્સ કરી અડધી ચમચી ત્રણ વાર નિયમિત ખાવ તો તમને આ સમસ્યામા રાહત મળે છે.

આ ઉપરાંત જો તમે માસિક ધર્મ સાથે સંકળાયેલી કોઈ સમસ્યાથી પીડાતા હોવ તો બે ચમચી અજમો અને બે કપ પાણીમાં ગોળ ઉમેરી અને તેને ઉકાળી ત્યારબાદ પાણી જ્યા સુધી અડધુ ઉકળી જાય ત્યા સુધી રાખી ત્યારબાદ તેને ગાળીને માસિક ધર્મ આવવાના લગભગ એક અઠવાડિયા પહેલા સવાર-સાંજ ગરમ-ગરમ સેવન કરો તો તમને માસિકની સમસ્યામાંથી સરળતાથી રાહત મળી શકે છે.

આ સિવાય તલના તેલમા એક ચમચી લસણ અને બે ચમચી અજમાને પીસી ઠંડુ થવા પર તેનુ એક ટીપુ કાનમા નાખો તો તમને કાનના દુ:ખાવામા રાહત મળે છે અને આ સાથે જ કાનની સાફ-સફાઈ પણ યોગ્ય રીતે થાય છે. જો તમે અજમો અને જીરાની એક ચમચીની માત્રામાં થોડો આદુ પાવડર મિક્સ કરીને નિયમિત તેનુ સેવન કરો તો તમારુ પાચન મજબુત બને છે અને તેની સાથે જ તમારી એસિડિટીની સમસ્યાને દૂર કરવામા પણ તે સહાયરૂપ બને છે. તો એકવાર આ ઉપાય અવશ્ય અજમાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *