ઓડ-ઇવન પ્રણાલી મુજબ અઠવાડિયામા માત્ર ત્રણ દિવસ જ સ્કૂલે જશે વિદ્યાર્થીઓ, ૬ ચરણમા શરુ કરાશે અભ્યાસ! જાણો આખી વિગત

Spread the love

મિત્રો, કોરોના વાયરસનીં  વચ્ચે સ્કૂલોને ફરી શરૂ કરવાની દિશામા સરકાર દ્વારા  એક મોટુ પગલુ ભરવામા આવી રહ્યુ  છે. હાલ, લોકડાઉન બાદ શાળાઓ  ખુલતા  શિક્ષણ કાર્ય કેવી રીતે શરૂ કરવુ અને બાળકો, માતા-પિતા તથા  શિક્ષકોએ  કઈ વાતોની  સાવચેતી રાખવી , તેને લઈને એન.સી.ઈ.આર.ટી.  એ પોતાની ગાઇડલાઇન્સનો એક  ડ્રાફ્ટ  સરકારને સોંપી દીધો છે.

મીડિયાના એક અહેવાલ પ્રમાણે ડ્રાફ્ટમા એવુ જણાવવામા આવી રહ્યુ છે  કે, શાળાઓ  ખુલ્યા બાદ વિદ્યાર્થીઓના રોલ નંબરના આધારે ઓડ-ઇવન પદ્ધતિ  લાગુ કરવામા આવશે અથવા તો  બે શિફ્ટમા શિક્ષણ કાર્ય હાથ ધરાશે. આ સિવાય  બાળકોને શાળા  પહોંચાડવાના સમયમા પણ વર્ગના  હિસાબથી ૧૦-૧૦  મિનિટનુ અંતર રાખવામા આવશે.

આ ડ્રાફ્ટમા એ  ભલામણ પણ કરવામા આવી છે કે, સામાજિક અંતરનુ યોગ્ય પાલન કરવા માટે વર્ગ  ખુલ્લા મેદાનમા યોજવા વધુ યોગ્ય રહેશે. આવો જાણીએ કે આ ડ્રાફ્ટમા  બીજી કઈ-કઈ ભલામણો કરવામા આવી છે. આ છ તબક્કાઓમા  શરૂ થશે શૈક્ષણિક  કાર્ય.

 • પહેલા તબક્કામા ધોરણ-૧૧ અને ૧૨નુ  શૈક્ષણિક કાર્ય શરૂ કરવામા આવશે.
 •  ત્યારબાદ એક અઠવાડિયા પછી ધોરણ-૯  અને ૧૦ નુ  શૈક્ષણિક કાર્ય શરૂ કરવામા આવશે.
 •  ત્રીજા તબક્કામા બે સપ્તાહ બાદ ધોરણ-૬ થી લઈને ૮ સુધીનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામા આવશે.

 • તેના ત્રણ અઠવાડિયા પછી ધોરણ-૩ થી લઈને ધોરણ-૫ સુધીનુ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામા આવશે.
 • પાંચમા તબક્કામા ધોરણ-૧  અને ધોરણ-૨ નુ શૈક્ષણિક કાર્ય શરૂ કરવામા આવશે.
 • છઠ્ઠા તબક્કામા પાંચ સપ્તાહ બાદ બાળકોના વડિલોની મંજૂરી સાથે નર્સરી તથા કે.જી. નો અભ્યાસક્રમ શરૂ થશે.  જોકે કન્ટેન્ટમેન્ટ ઝોનની સ્કૂલ ગ્રીન ઝોન બનવા સુધી બંધ જ રહેશે.

શાળાઓ દ્વારા અપનાવવામા આવશે  આ ઉપાય :

 • શાળાઓમા એક વર્ગમા  વિદ્યાર્થીઓની વચ્ચે ૬  ફુટનુ સામાજિક  અંતર રાખવુ આવશ્યક છે. એક વર્ગમા ફક્ત ૩૦-૩૫ બાળકો હશે. વર્ગના દરવાજા-બારીઓ ખુલી રહેશે એટલે એ.સી.  નહીં ચાલુ કરી શકાય.
 • શાળાઓમા બાળકોને  ઓડ-ઇવન પધ્ધતિ પ્રમાણે  બોલાવવામા આવશે પરંતુ,  હોમવર્ક  દરરોજ આપવામા આવશે.
 • બાળક બેઠક ના બદલે તે માટે દરેક વિદ્યાર્થીના બેંચ પર  નામ લખવામા આવશે.

 • અભ્યાસ શરુ થયા બાદ દર ૧૫ દિવસે બાળકના અભ્યાસમા થતી પ્રગતિ અંગે તેના માતા-પિતા સાથે વાત કરવી પડશે.
 • ક્લાસરૂમમા દરરોજ સેનિટાઇઝેશન કરવામા આવશે, એ સુનિશ્ચિત કરવુ સ્કૂલ એડમિનિસ્ટ્રેશનનુ કામ રહેશે.
 • શાળામા પ્રવેશ પહેલા વિદ્યાર્થીઓ અને સ્ટાફનુ સ્ક્રીનિંગ થશે.
 • દરેક બાળક માટે માસ્ક પહેરવુ ફરજીયાત  રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *