નિયમિત નયણાં કોઠે કરો આ ડ્રીંક નું સેવન, ટૂંક સમય મા જ ઘટવા લાગશે તમારુ વજન, જો વિશ્વાસ ન આવતો હોય તો એકવખત ટ્રાય કરી જુઓ…

Spread the love

આજની આ જીવનશૈલીમાં વજન વધવાની સમસ્યા બધે જોવા મળે છે. વજન વધવાને કારણે વ્યક્તિઓને પોતાનું કામ કરવામાં પણ મુશ્કેલી થાય છે, વધતા વજનથી તેમના શરીરમાં થાક આવે છે, માટે તે પોતાનું કામ સમયસર પૂરું કરી શકતા નથી.આજની આ વ્યસ્ત જીવન લાઈફમાં વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખતા નથી અને અનેક બીમારીનો તેમને સામનો કરવો પડે છે. વજન વધવાથી ડાયાબીટીસ જેવી સમસ્યા પણ થઈ શકે છે. તે થાય પછી તેમાંથી છુટકારો મળવો ખુબ મુશ્કેલ છે.

અત્યારે બધા લોકો વજન ધટાડવા જાત જાતના ઉપાયો કરતા જ રહે છે, ઘણા લોકો જીમમાં જઈ તેનું વજન ઓછુ કરે છે, અને ઘણા લોકો બીજા એવી કેટલીક દવાનો ઉપયોગ કરી વજન ઘટાડે છે. પરંતુ એ બધું કરવા છતાં પણ તેમના વજનમાં કસો પણ ફેર પડતો નથી. આજે અમે એવા ઉપાય વિષે વાત કરીશું કે જે તમને તમારા ઘરના રસોડા માંથી જ બધી વસ્તુ મળી રહેશે. આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે આપણા વજનને થોડા જ સમયમાં ઓછો કરી શકશું.

તે આપણા વજનને ઓછુ કરવાની સાથે ડાયાબીટીસ, કબજિયાત, પેટની સમસ્યા જેમ કે ગેસ, અપચો, ઝાડા વગેરે રોગને પણ દુર કરે છે. અજમા એ એક પ્રકારનો એવો મસાલો છે, જે આપણા ભારતમાં બધાના ઘરના રસોડામાં જોવા મળે છે. તેનો નિયમિત સવારમાં ઉપયોગ કરવાથી દરેક રોગોમાંથી છુટકારો મળે છે. તેને પ્રેગ્નેટ સ્ત્રીઓ પણ ખાઈ શકે છે. અજમામાં થિયામોલ નામનું એક તેલ રહેલું છે જે ઔષધીય ગુણોથી ભરપુર પ્રમાણમાં હોય છે. તે તેલ મેટાબોલિક રેટને પ્રોત્સાહિત કરે છે અને પાચનમાં ઘણો સુધારો કરે છે. તે એસીડીટીની સમસ્યામાં પણ ખુબ ફાયદાકારક છે.

અજમાનો વધુ પડતો ઉપયોગ કોઈ નમકીન વસ્તુઓ જેવી કે પૂરી, પરાઠા જેવી અલગ અલગ વસ્તુઓના સ્વાદને વધારવા માટે થાય છે. તેની અંદર ઘણા જાતના તત્વો રહેલા છે. જે વ્યક્તિને અપચાની સમસ્યા હોય તે વ્યક્તિને ધરના વડીલો અજમાને ગરમ પાણી અને નિમક સાથે ખાવાનું કહેતા હોય છે. તે ઉપરાંત તે શરદીમાં પણ ખુબ ઉપયોગી બને છે.

આજે આપણે વજન ધટાડવાની એક સરળ રેસીપી વિશે જાણીશું, જેનો ઉપયોગ કરવાથી થોડા જ દિવસમાં વજનમાં ધટાડો જોવા મળશે. તેમાં ઘણા પ્રકારના આર્યુવેદ ગુણધર્મો રહેલા છે. જેનાથી તે વજન ઘટાડવામાં ખુબ ઉપયોગી બને છે. ઘણા ઓછા લોકોને ખબર હોય છે કે અજમાનું પાણી પીવાથી વજન ધટે છે. તો ચાલો તેનું પાણી બનાવાની રીત વિશે જાણીએ.

અજમાનું પાણી બનવાની રેસેપી

એક ગ્લાસ પાણીમાં પચીસ ગ્રામ જેટલા અજમા લઈ તેને આખી રાત પલાળીને રાખી દો. ત્યારબાદ સવારમાં ખાલી પેટે તેનું સેવન કરવું, તમે ઈચ્છો તો તેની અંદર મધ પણ મિક્સ કરી શકો છો. આ પાણી પીવાથી તે આપણા શરીરમાં મેટાબોલિક રેટને વધારે છે, અને વજનને ઓછુ કરે છે. આ પાણી પીવાથી એક મહિનામાં ચાર થી પાંચ કિલો વજન ઘટી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *