નીચેના દરવાજાઓ માંથી કોઈ પણ એક દરવાજો પસંદ કરો અને જાણો તમારા વ્યક્તિત્વનું રહસ્ય

Spread the love

મિત્રો , આપણું જીવન આપણા દ્વારા કરવામાં આવેલા નિશ્ચયો ના આધાર પર નકકી થાય છે. તમે બધા ચાલતા હોય તે માર્ગ પસંદ કરો કે પછી કોઈ ના ચાલતું હોય તે માર્ગ પસંદ કરો પરંતુ , તમારી સફળતા નો આધાર તમારા દ્વારા લેવામાં આવેલા નિશ્ચય પર રહે છે. આ સિવાય તમારો નિર્ણય તમારા વ્યક્તિત્વ ની ઓળખ પણ આપે છે.

તમને શું લાગે છે , તમારા વિચારો કેવા છે તે તમામ વસ્તુઓ તમારા એક નિર્ણય પર આધારીત હોય છે. જો તમારે તમારા આંતરીક વ્યક્તિત્વ ને ઓળખવું છે તો નીચે દર્શાવેલા દરવાજાઓ માંથી કોઈપણ એક દરવાજો પસંદ કરો અને પછી જુઓ કે આ દરવાજો શું કહે છે તમારા વ્યક્તિત્વ વિશે?

દરવાજો – ૧

જો તમે આ દરવાજો પસંદ કર્યો છે અને તમારા વ્યક્તિત્વ ને એક જ શબ્દ માં વર્ણવીએ તો ‘શાંત’. આ દ્વાર એવું જણાવે છે કે તમને એકાંત માં સમય પસાર કરવો ખૂબ જ ગમે છે તથા તમે શાંત વ્યક્તિત્વ ધરાવો છો. તમે સહાનુભૂતીશીલ છો તમને ખોટી લાગણીઓ વહેંચવાવાળા જરા પણ પસંદ નથી. તમે તમારા વિચારો ને નિયંત્રિત રાખો છો. તમને તમારા દ્વારા કરવામાં આવેલ દરેક ક્રિયા પાછળ નો અર્થ જાણવો ખૂબજ ગમે છે. તમારા વ્યક્તિત્વ નું બીજુ મહત્વ નું પાસું છે કે તમને ભીડભાડ જરા પણ નથી ગમતી. તમને અમુક જાણીતા લોકો સાથે જ સમય પસાર કરવો ગમે છે.

દરવાજો – ૨

જો તમે બીજા નંબર ના દ્વાર ને પસંદ કર્યો હોય અને તમારા વ્યક્તિત્વ ને એક શબ્દ માં વર્ણવવું હોય તો તે છે આત્મનિરીક્ષક. તમે કદાચ આ વાત ધ્યાન માં નહી લીધી હોય પરંતુ , તમે તમારી જીવનયાત્રા એકલા જ કરી રહ્યા હોવ છો. આ યાત્રા માં તમે હંમેશા અન્ય લોકો નું નિરિક્ષણ કરતા રહો છો જે તમને એક આંતરીક અવાજ આપે છે. તમારી સલાહ લેવા માટે અન્ય લોકો સામે થી આવે છે. તમે એકલા રહેવુ વધુ પડતુ પસંદ કરતા હોવ છો પરંતુ , સાથે જ જે વ્યક્તિ ને તમે પસંદ કર્યા હોય તેમની સાથે સમય વ્યતીત કરવો પણ તમને ખૂબ જ ગમે છે.

દરવાજો – ૩

જો તમે આ દ્વાર પસંદ કર્યો હોય અને તમારા વ્યક્તિત્વ ને એક જ શબ્દ માં વર્ણવવાનું હોય તો તે છે સ્વતંત્રતા. આ વ્યક્તિઓ પોતાની સમસ્યાઓનું સમાધાન સ્વયં શોધવાનું પસંદ કરે છે. તેઓ સ્વતંત્ર વિચારસરણી ધરાવે છે. તેઓ દરેક કાર્ય અત્યંત ધીરજ અને શાંતિ થી કરે છે. આ લોકો પોતાની સ્વતંત્રતા ને વધુ પડતું મહત્વ આપનારા હોય છે.

દરવાજો – ૪

જો તમે આ દ્વાર પસંદ કર્યો છે તો તમે સંતોષી વ્યક્તિત્વ ધરાવો છો. તમે એક અત્યંત શાંતિપ્રિય વ્યક્તિત્વ ધરાવનારા છો. તમે બહુ વ્યસ્તતા ભરેલી જીવનશૈલી થી દૂર રહો છો. તમે એક સુંદર અને સાદગીભર્યુ જીવન ધરાવો છો. તમે કોઈપણ પરિસ્થિતિ માં તમારા આ સાદગી ભરેલા જીવન ને પરિવર્તિત કરવા ઈચ્છતા નથી. આ ઉપરાંત તમે કોઈપણ વ્યક્તિ સાથે એકવાર મિત્રતા ના સંબંધે જોડાવ છો તો આજીવન તેનો સાથ નિભાવો છો. તમે ખૂબ જ વિનમ્ર વ્યક્તિત્વ ધરાવો છો.

દરવાજો – ૫

જો તમે આ દ્વાર પસંદ કર્યો છે તો તમે વર્તમાન માં જીવવા વાળા વ્યક્તિ છો. તમે કયારેય પણ તમારા ભૂતકાળ કે ભવિષ્ય અંગે ચિંતા કરતા નથી. તમે વર્તમાન માં રહીને પોતાના જીવન ને સંપૂર્ણપણે માણી લેવાનું વ્યક્તિત્વ ધરાવો છો. જીવન મા રહેલી અનિશ્ચિતતાઓ તમને એક અલગ જ રોમાંચક અનુભવ કરાવે છે. તમે જૂની રૂઢીવાદી પરંપરાઓ ને તોડી વર્તમાન સ્થિતિ અનુસાર વર્તનાર વ્યક્તિત્વ ધરાવો છો.

દરવાજો – ૬

જો તમે આ દ્વાર પસંદ કર્યો છે તો તેનો અર્થ એવો કે તમે એક સામાજીક જીવ છો. તમને લોકો થી ઘેરાયેલું રહેવું વધુ પડતું ગમે છે અને લોકો ને પણ તમારી સાથે રહેવું ગમે છે. તમને તમારા જીવન માં આવતાં દરેક ઉતાર-ચઢાવ ના રંગ થી અત્યંત પ્રેમ હોય છે. તમે એક એવા યાત્રી છો કે જેને મંઝીલ પર પહોંચવા થી પણ વધુ જે માર્ગ માં યાત્રા કરીએ તેનાથી પ્રેમ હોય છે. તમારો સ્વભાપ જીજ્ઞાસાવૃતિ ધરાવતો હોય છે. તમને લોકો સાથે વાતચીત કરવાથી ખૂબ જ આનંદ મળે છે. તમારા વ્યક્તિત્વ ને અન્ય બે શબ્દો થી વર્ણવીએ તો ‘બુદ્ધિજીવી’ અને ‘સ્માર્ટ’.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *