ન્યૂયોર્કમા વાપી ના દેસાઇ પરિવાર થયા હતા કોરોના સંક્રમિત, ઘરે જ રહી માત્ર ૧૫ દિવસો મા આપી કોરોના ને માત

Spread the love

મિત્રો, હાલ અમેરિકા નુ ન્યુયોર્ક શહેર એ કોરોના વાઇરસ નુ હાલ સેન્ટર બની ચૂક્યુ છે. ત્યારે મૂળ વાપીના નિવાસી અને હાલ ન્યુયોર્કમા વસતા દેસાઈ કુટુંબના ૪ સદસ્યો ને કોરોના પોઝિટિવ નો રિપોર્ટ આવ્યો હતો. આ કુટુંબ નો પુત્ર મેડિકલ સ્ટોર ચલાવતો હોવા થી આખુ ઘર રોગપ્રતિકારક શકિત વધારવાની સાથે વિટામીન સી, ઝીંક, એલ્ડરબેરી અને પેરાસિટામોલ દવાનુ સેવન પણ કરતા હતા.

ઘરમા જ કવોરોન્ટાઈન રહીને દેસાઈ ફેમિલી ના સદસ્યોએ કોરોના ને ફક્ત ૧૫ દિવસમા જ માત આપી હતી. વાપીમા આવેલી જલારામ સોસાયટી ના સ્નેહ પાર્કના મૂળ નિવાસી અંકિત મહેન્દ્ર દેસાઇ હાલ અમેરિકા ના ન્યુયોર્કના મેનહેટન શહેરમા વર્ષોથી વસવાટ કરે છે. અહી કોરોના વાઇરસના સૌથી વધુ પડતા કેસો છે. વાપીના આ દેસાઈ ફેમિલીના સદસ્યો પણ કોરોના વાઇરસની ઝપેટમા આવી ગયા હતા.

સૌપ્રથમ અંકિત દેસાઇના પિતા મહેન્દ્ર દેસાઇ નુ સ્વાસ્થ્ય કથળતા તેમનો કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ૩ દિવસ બાદ અંકિત દેસાઇ તથા તેમના બે પુત્રો ને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. એક જ ઘર ના ૪-૪ સદસ્યો નો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમ છતા ઘરમા કવોરોન્ટાઈન રહી રોગપ્રતિકારક શક્તિ ની દવાનો વધુ મા વધુ ઉપયોગ કરી દવાખાના મા સારવાર લીધા વિના ફક્ત ૧૫ જ દિવસમા આ સમસ્યાને દૂર કરી.

ત્યારબાદ તમામ ના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. આખો દિવસ લીંબુ નુ શરબત, આયુર્વેદિક દવા, ગરમ પાણી સહિતની તમામ વસ્તુઓનુ સેવન કરી રોગપ્રતિકાર શક્તિ વધારવાના પ્રયત્નો કર્યા હતા. અંકિત દેસાઇ પોતે ફાર્માસિસ્ટ હોવા થી ન્યુયોર્કમા ૨ મેડિકલ સ્ટોર ચલાવે છે. રોગપ્રતિકારક શકિત જળવાઇ રહે તેવા પ્રયાસો ઘરના બધા સદસ્યો કરતા હતા. જેના કારણે દવાખાનામા સારવાર ના લેવી પડી.

મીડિયા સાથે ની વાતચીતમા અંકિત દેસાઇએ જણાવ્યુ હતુ કે, કોરોના થી ડરવાની કોઈ જ જરૂર નથી પરંતુ, તેની સામે લડત કરો. રોગપ્રતિકારક શક્તિ વધારીને તમે કોરોના ની સમસ્યા ને દૂર કરી શકો છો. આ ઉપરાંત દવાઓ અને સેનિટાઇઝર નો ભરપુર પ્રમાણ મા ઉપયોગ કર્યો હતો. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે યોગ્ય વ્યાયામ અને પૌષ્ટિક ભોજન અસરકારક સાબિત થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *