NASA દ્વારા આપવામા આવી ભારતને મોટી ખુશખબરી, જાણીને તમને પણ થશે ઘણો આનંદ
મિત્રો, આપણા દેશમા હાલ લોકડાઉન નો સખ્તાઈ થી થઈ રહેલી અમલવારી કોરોના સામે ખુબજ લાભ કરાવી રહી છે. આ ઉપરાંત આ લોકડાઉન ના કારણે દેશની આબોહવા પણ સુધરી રહી છે તે પણ સૌથી મોટો લાભ છે. કારણ કે, જો લોકડાઉન ના થાત તો વાતારવરણ મા આટલુ પરિવર્તન ભાગ્યે જ જોવા મળત. નાસાએ અમુક ફોટોસ જાહેર કરીને ભારતને આ ખુશીના સમાચાર આપ્યા છે.
નાસાએ જણાવ્યુ હતુ કે, લોકડાઉનના આ સમયગાળાના કારણે ભારતના વાયુમંડળને ખુબજ લાભ થયો છે અને આપણા દેશના વાયુ પ્રદૂષણમા પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. કોરોના ની સમસ્યા સામે ઝઝુમી રહેલા દરેક દેશે લગભગ લોકડાઉન નો જ માર્ગ અપનાવ્યો છે. આપણા દેશમા લગાવવામા આવેલ લોકડાઉનનો પ્રભાવ અનેક વિસ્તારોમા જોવા મળ્યો છે.
લોકડાઉનના કારણે આપણા દેશની સૌથી મોટી સમસ્યા બની ચુકેલ વાયુમંડળ પ્રદૂષણના સ્તરમા નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. લોકડાઉનના કારણે શુધ્ધ હવાના પ્રમાણમા પણ વૃધ્ધિ થઈ છે. વાયુમંડળમા પ્રસરાયેલ આ શુધ્ધતા અને સ્વચ્છતા નો સંપૂર્ણ શ્રેય લોકડાઉન ને આભારી છે. કારણ કે, લોકડાઉન ના કારણે હાલ ફક્ત આપણા દેશમા જ નહી પરંતુ, સમગ્ર વિશ્વમા વાયુમંડળના પ્રદૂષણમા ઘટાડો થયો છે.
નાસાના રિપોર્ટ અનુસાર આ પરિવર્તન ફક્ત ભારત ના વાયુમંડળમા જ નહી પરંતુ, ભારત ની નદીઓ પર પણ આ લોકડાઉન ની સકારાત્મક અસર પડી છે. હાલ, આપણા દેશની નદીઓ નુ પાણી પણ શુધ્ધ થઈ રહ્યુ છે. અમેરિકી એજન્સી નાસાએ આ વાતની પુષ્ટિ કરતા એક ફોટો પણ બહાર પાડ્યો છે. નાસાએ છેલ્લા ૪ વર્ષના ફોટોસ બહાર પાડ્યા. નાસાની શાખા અર્થ ઓબ્ઝર્વેટરીએ આપણા દેશ ને આ સુખદ સમાચાર આપતા તેના પુરાવા પણ આપ્યા.
નાસાએ જે આ ૪ વર્ષના ફોટોસ બહાર પાડ્યા છે તેના માધ્યમ થી જાણી શકાય છે કે, કેવી રીતે આપણા દેશમા પ્રદૂષણના પ્રમાણમા ઘટાડો થયો છે. નાસાએ આ ફોટા શેર કરતા ભારપૂર્વક જણાવ્યુ કે, હાલ આપણા દેશમા લાગેલા લોકડાઉનના કારણે પ્રદૂષણના સ્તરમા નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારત દેશના આ ફોટોસ નાસાએ “મોડરેટ રિઝોલ્યુશન ઈમેજિંગ સ્પેક્ટ્રોરેડિયોમીટર ટેરા સેટેલાઈટ” થી પ્રાપ્ત કર્યા છે.