નર્મદા કાઠે ૧૦૫ એકરમા પથરાયેલું છે આ ભવ્ય ધામ, ભારત જ નહીં પરંતુ વિદેશ થી પણ આવે છે લોકો દર્શન કરવા

Spread the love

આજે આપણે ગુજરાતનુ પ્રખ્યાત મંદીર પોઇચાના નિલકંઠ ધામ વિશે જાણીશુ. આ મંદીરની નીક્ઘેથી વહેતી નર્મદા નદી અને તેની મુર્તીઓ બધાનુ ધ્યાન કેન્દ્રીત કરે છે. નર્મદા નદીના કિનારે આવેલ નિલકંઠ ધામ ખુબ જ વધારે પ્રખ્યાત બની ગયુ છે. શ્રદ્ધાળુઓ અહિ આવેલ ૮૦ ખાસ મુર્તીના દર્શન કરવા આવે છે. આ પોઇચા ગામે આવેલ છે અને આ સ્વામિનારાયણનુ મંદીર છે. આ ભરુઉચથી લગભગ કીમી અને વડોદરાથી ૬૦ કીમી થાય છે.

આ મંદીર ૧૦૫ એકર જમીનમા વિસ્તાર પામેલુ છે. આનુ નિર્માણ રાજકોટના સ્વામીનારાયણ ગુરુકુળ દ્વારા કરવામા આવ્યુ છે. અહિ આવેલ નટરાજનની વિશાળ મુર્તી આખા મંદીરને આકર્ષણ કરે છે. મંદીરની વચ્ચે એક સરોવર પણ બનાવામા આવ્યુ છે. અહિ ઘણા બધા નાના મંદીરો બનેલ છે. શ્રદ્ધાળુઓ આ મંદીરની અવારનવાર મુલાકાત લે છે. મંદીરમા હમેશા શ્રદ્ધાળુની ભીડ જામેલી હોય છે. આ મંદીર મહેલ જેવુ લાગે છે. મંદીરની નીચે આવેલ નર્મદા નદીમા ડુબકી લગાવા માટે બહુ વધારે ભક્તો આવે છે. અહિ ખાસ સજાવટ પણ કરવામા આવી છે.

લાઇટીંગની સજાવટથી મંદીરની સુંદરતા ખુબ જ વધી જાય છે. રાતના સમયે અહિ લાઇટ શો પણ કરવામા આવે છે. સવારના સાડા નવથી રાત્રીના આઠ વાગ્યા સુધી ખુલા રહે છે. આરતી સવારે પાંચ થી છ વાગ્યા સુધી થાય છે અને અભિશેક સાડા પાંચ થી છ વાગ્યા સુધી થાય છે. લાઇટ શો સાંજના સાત વાગ્યે ચાલુ થાય છે. અહિ તમને જમવા માટે ફુડ કોર્ટ પણ મળી જશે. જો તમારે અહિ રોકાવા માટે રૂમ જોઇએ છે તો ૯૯૨૫૦૩૩૪૯૯ નંબર પર ફોન કરવો જોઇએ.

મંદીર રાતના સાડા નવ વાગે બંધ થાય છે. પ્રવાસીઓનુ આકર્શણ અહિની ઇમારતો અને નર્મદા નદી કરે છે. અહિ ૧૦૮ જેટલા ગૌમુખ છે અને ત્યા લોકો સ્નાન પણ કરે છે. આ મંદીરમા ૧૧૦૦થી વધુ મુર્તીઓ છે. તેથી જ અહિની ખાસીયત સાંજની આરતી છે. તે સમયે મંદીરને ખાસ રીતે સજાવામા આવે છે. અહિ દુનિયાના ખુણે ખુણે થી લોકો આવે છે. ૨૨૪ વર્ષ પહેલા જ્યારે ભગવાન નીલકંઠ હતા ત્યારે તેઓએ વિચારતા હતા અને નર્મદા નદીમા સ્નાન કર્યુ હતુ.

આ મંદીર ૨૦૧૩મા બનાવામા આવ્યુ હતુ. અહિની કલા અને કોતરણી ખુબ જ સારી અમે મનમોહક છે. આ વડોદરાથી રાજપીપળા તરફ જાય એટલે ૬૧ કીમી થાય છે. રજામા અએ તહેવાર ઉપર અહિ બહુ મોટા પ્રમાણમા શ્રદ્ધાળુ આવે છે. તેની આજુબાજુના વિસ્તારમા રહેતા લોકો માટે આ એક દિવસના પ્રવાસ માટે ખુબ જ પ્રખ્યાત છે. અમદાવાદ તરફથી પણ બહુ લોકો આવે છે.

સાંજની આરતીમા અહિ હાથીની સવારી નીકળે છે અને લાઇટીંગ પણ કરવામા આવે છે. વડતાળ સ્વામીનારાયણ ગાદી વાળા અહિનુ બધુ આયોજન કરે છે. અહિ વાહન પાર્કીંગ માટે પણ સારી જગ્યા છે. રહેવાની અને જમવાની સારી વ્યવસ્થા છે. નદીને સામે કાંઠે કરનાળી અને ચાણોદ ગામ આવેલ છે. નદીમા સ્નાન કરવા માટે ગાડી તમએ ત્યા સુધી લઇ જાય શકે છે. આ જગ્યાની બાજુમા સાલ ૨૦૧૫મા સહજાનંદ યુનિવર્સ નામનુ સંકુલની સ્થાપના કરવામા આવી.

તે લગભગ ૨૪ એકરમા હશે. જેમા ભારતીય સંસ્કૃતી દર્શાવવામા આવે છે. અહિનો બધો ભાગ સાત વિસ્તારમા આવેલ છે. અહિ નો દરવાજો પણ ખાસ આકર્ષણ છે. ૧.૫ કરોડના ખર્ચે એક સો બાવન ફુટ ઊંચી ભગવાનની મુર્તી બનાવામા આવી છે. ૧૦૮ ગાયના દુધથી તેનો અભિષેક રોજ કરવામા આવે છે.

તે દુધની છાશ બનાવીને ગરીબ લોકોને આપવમા આવે છે. અહિ હિન્દુ ધએમને સાંકળી લેતી અગિયારસો મુર્તીઓ છે. અમદાવાદથી આ ૧૭૦ કીમી થાય છે. ત્યા જવા માટે ત્રણ કલાક જેટલો સમય લાગે છે. વડોદરાથી કલાક જેટલો સમય લાગે છે અને રાજપીપળાથી આ ૧૪ કીમી થાય છે. અહિ થી નજીકનુ રેલ્વે સ્ટેશન વડોદરા છે. ત્યાથી બસ અને ખાનગી વાહન મળી જાય છે. આની નજીકનો હવાઇ અંડો વડોદરા છે તમે અમદાવાદથી પણ આવી શકો છો.

અહિ તમને રહેવા જમવા માટેની સારી વ્યવસ્થા મળી જાય છે. અહિ તમને ગરમ નાસ્તો ગુજરાતી થાળી અને આઇસ્ક્રીમ અને કોલ્ડ્રીંક પણ મળી જાય છે. અહિ થી કેવડીયા કોલોની એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી લગભગ ૪૦ કીમી થાય છે. ત્યા સરદાર સરોવર ડેમ, બોટનિકલ ગાર્ડન, એકતા નર્સરી, કેક્ટસ ગાર્ડન, વિશ્વ વન, બટરફ્લાય ગાર્ડન, જંગલ સફારી, રીવર રાફ્ટીંગ, એકતા ક્રુઝ, ચિલ્ડ્રન પાર્ક અને ફેરી સર્વેસીઝ છે. તમે અહિ તમારી રજાનો આનંદ માણી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *