નાણાભીડ, બુરી-નજર, દુર્ભાગ્ય જેવી તમામ સમસ્યાઓ માથી છુટકારો મેળવવા શરીરના આ અંગે બાંધવો જોઈએ કાળો દોરો, જાણો તમે પણ…

Spread the love

એક મનુષ્યના જીવનમાં અનેક સમસ્યાઓ આવ્યા કરે છે. તે આ સમસ્યાઓનો સામનો કરીને છેલ્લે થાકી પણ જાય છે. ત્યારે તે ભગવાન તરફ તેની આસ્થા અને અપેક્ષા રાખે છે. ત્યારે તે વિચારે છે કે ભગવાન કોઈ ચમત્કાર કરે અને તેના જીવનમાં રહેલી બધી તકલીફથી તેને હમેશા માટે છૂટકારો મળે. પૈસાની તંગી, સ્વાસ્થ્ય ખરાબ રહેવું, ભાગ્યનું સાથ ન રહેવું વગેરેથી લઈને સારા જીવનસાથીનો સાથ ન મળે તેવી અનેક મુશ્કેલી આવ્યા કરે છે.

તેનાથી આપણે ચિંતામાં અને તણાવમા રહીએ છીએ. આજે આપણે આ બધાથી બચવા માટેના ઉપાય વિષે જાણીએ. બધા જાણતા હશે કે પૂજામાં ઘણી જગ્યાએ કાળો દોરો વાપરવામાં આવતો હોય છે. તમે પણ આ દોરાની સાચી વિધિ કરી તેને સાચી જગ્યાએ બાંધશો તો તો તમારા જીવનમાં રહેલી બધી મુશ્કેલી તેનાથી દૂર થઈ જશે. આજે આપણે તેના વિષે જાણીએ.

પૈસા ન હોય ત્યારે :

તમારા જીવનમાં પૈસાને લગતી કોઈ પણ સમસ્યા આવે ત્યારે આપણે આર્થિક તંગી, નોકરી ન મળવી, ધંધામાં નુકશાન અને આના જેવી અનેક મુશ્કેલી આવ્યા કરે છે. તેના માટે તમારે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીના ચરણમાં કાળો દોરો રાખવો. ત્યાં તમારે ઘીનો દીવો કરવો અને પુજા કરવી. તે પછી તમારે આ દોરાને જમણા હાથના કાંડા પર બાંધી લેવો. તેનાથી તમારા હાથમાં વધારે પૈસા આવશે.

સારા નસીબ માટે :

તમે તમારા ખરાબ ભાગ્યથી પરેશાન હોવ અને તમે તેને ચમકાવવા માંગતા હોવ ત્યારે તમારે બુધવારના દિવસે ગણેશજીની પુજા કરવી. પુજા પહેલા આ દોરાને તમારે તેના ચરણોમાં રાખવો. પુજા પૂરી થાય તે પછી આ દોરાને તમારે જમણા હાથમાં બાવડા પર બાંધવો. ગણેશજીને ભાગ્ય વિધાતા તરીકે ઓળખાય છે તે તમારું ભાગ્ય સારું બનાવશે.

ખરાબ દ્રષ્ટિથી બચવા માટે :

તમે તમારા જીવનમાં ખરાબ નજરથી ઘણા પરેશાન હોવ ત્યારે તમારે શનિવારના દિવસે સવારે સ્નાન કરીને પોતાના ડાબા પગમાં કાળો દોરો બાંધવો. તેનાથી કોઇની પણ ખરાબ નજર તમને લાગશે નહીં. તેનાથી તમારા શત્રુનું નજર અને ષડયંત્ર કોઈ કામ નહીં કરે.

જીવનસાથી માટે :

તમને તમારા જીવનસાથી નથી મળતા ત્યારે ચિંતા ન કરો. તેના માટે તમારે સોમવારના દિવસે ભગવાન શિવની પુજા કરવી અને તેમણે જળ અર્પણ કરવું. તે પછી એક કાળા દોરમાં સાત ગાંઠ વારવી. બધી ગાંઠ બાંધતી વખતે તમારે “ૐ નમઃ શિવાય” મંત્ર બોલવો. તે પછી આ દોરાને તમારે ગાળામાં બાંધવો. તેનાથી તમને વહેલી તકે સારો જીવનસાથી મળી જશે. તે તમારો સાથ હમેશા માટે આપશે.

સ્વાસ્થ્ય સારું રાખવા માટે :

આપણે કોઈ મોટી બીમારી અને દુર્ઘટનાથી બચવા માટે હમેશા માટે તંદુરસ્ત રહેવું પડે છે તેના માટે આ ઉપાય કરવો. તેના માટે ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની પુજા કરવી. તે પછી કાળા દોરાને કમર પર બાંધવો. તેનાથી તમારી તબીયત સારે રહેશે. તમારી રક્ષા ભગવાન કરશે. તેથી તમે હમેશા સ્વસ્થ અને સલામત જીવન વિતાવશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *