મુંબઈ ના ડોક્ટરે વડોદરાની યુવતી સાથે લગ્ન કરીને આપી એવી જીવલેણ બિમારી કે, જિંદગી બની ગઈ નરક…
પહેલા રશિયન યુવતી સાથે લગ્ન કરી એચ.આઈ.વી.(HIV) જેવી જીવલેણ બીમારી થઈ મુંબઈના એક ડોકટરને. આવી ગંભીર બીમારી વિષે છુપાવીને વડોદરા શહેરની એક યુવતી સાથે બીજા લગ્ન કરીને આ યુવતીની જીંદગી પણ બનાવી દીધી નરક થી પણ બદતર. આ કારણે જ વડોદરા શહેરની આ યુવતીએ તેની જિંદગી નરક થી પણ બદતર બનાવવાના આરોપસર મુંબઈના એચ.આઈ.વી.(HIV) ગ્રસ્ત ઓર્થોપેડિક ડોકટર સામે પરીણીત યુવતીએ આર યા પારની લડાઈનો મોરચો માંડયો છે.
ડોકટર પતિ અને પતિની આ હલકી કરતૂતો છુપાવીને તેને મદદરુપ બનતા આવેલાં તેના સાસુ અને સસરા સામે પરણિત યુવતીએ પોલીસ સમક્ષ ઘરેલુ હિંસા, છેતરપીંડી, વિશ્વાસઘાત, અને જાનથી મારી નાંખવાની ધમકી આપવા સહિતની વિવિધ ધારાઓ પ્રમાણે એફ.આઈ.આર.(FIR) નોંધીને તપાસ શરુ કરી છે.
આ ઘટનામાં ભોગ બનનાર પરિણીત યુવતી મૂળ ગુજરાત રાજ્યના વડોદરા શહેરની છે. કલાલી વિસ્તારમાં તેણીનું પિયર આવેલું છે અને હાલમાં વૃધ્ધ પિતા સાથે જીંદગીના દુઃખ ભર્યા દિવસો પસાર કરી રહી છે. વર્ષ ૨૦૧૭ ની એ તારીખ અને દિવસ આ પરણિત યુવતી પોતાની જીંદગીભર કયારેય પણ ભુલી શકશે નહીં. આ યુવતી માટે તેના સ્વજનો સારો યુવાન શોધી રહયાં હતાં.
બ્રાહ્મણ સમાજના અપરિણીત યુવાનોની બુકના એક પેઈજ માં મુંબઈના ૩૨ વર્ષીય ઓર્થોપેડિક ડોકટર નું પણ નામ હતું. આ બુકમાં નામ સામે અપરિણીત લખેલું હતું. ત્યારબાદ વાતચીતનો દોર શરુ થયો હતો. વર અને કન્યા બંન્ને એક બીજાને જોઈને પસંદ કરતાં હતાં. ત્યારબાદ સગાઈ થઈ અને પછી તા. ૦૬-૦૨-૨૦૧૭ ના દિવસે મુંબઈમાં ધામધૂમથી લગ્ન પણ થયાં હતા.
લગ્નના દિવસે જ પરીણીત યુવતીને એવી જાણ થઈ કે તેના પતિના અગાઉ પણ એક રશિયન યુવતી સાથે લગ્ન થઈ ચુકયા છે અને હજુ તો છુટાછેડા થયાં નથી. અને આ વાસ્તવિકતા છુપાવીને તેને બીજા લગ્ન કર્યાં છે.
ત્યારબાદ સુહાગરાતે દુલ્હને જયારે આ મુદ્દો છેડયો ત્યારે ઓર્થોપેડીક ડોકટરે એવી રીતે વાત ટાળી કે છુટાછેડાના કાગળો દવાખાનામાં પડયાં છે પછી બતાવી દઈશ.