મુકેશ અંબાણીથી લઈ બોલીવુડ સ્ટાર્સના નોકરોના પગાર સાંભળીને તમે પણ લાલચમાં આવી કરવા માંગશો આ નોકરી

Spread the love

આપણા ફિલ્મી જગત કે જ્યાં આપણા ફિલ્મી સિતારાઓ કામ કરે છે એવા બોલિવૂડ મા તેમનું જીવન પણ ઘણું મોંઘુ હોય છે. તેઓ રાત-દિવસ સતત પરિશ્રમ કરતા હોય છે. આ ફિલ્મી સિતારાઓ ફિલ્મો મા કામ કર્યા બાદ પણ પોતાનો બિઝનેસ કરતા હોય છે જેથી તેઓ એક શાનદાર જીવન જીવી શકે છે. આ જ રીતે મોટી-મોટી કંપનીઓ ના માલિકો પણ ઘણી મેહનત કર્યા બાદ જ આવા આલીશાન મકાન તેમજ આરામદાયક જીવન જીવી શકે છે.

જો વાત કરવામા આવે આ લોકો ના લક્ઝરી લાઇફ વિષે તો દરેક ની જરૂર પ્રમાણે ની વ્યવસ્થા તેઓ શોધતા જ હોય છે અને આ લોકો ના રોજબરોજ ના કામ કરવા માટે પણ નોકરો ની જરૂર રેહતી જ હોય છે અને આ એક સત્ય હકીકત છે. આવા મા ભારત ના ધનાઢ્ય ગણાતા અંબાણી થી લઈ ને ફિલ્મી જગત ના બેતાજ બાદશાહ એવા બચ્ચન સુધી સવ ને નૌકર ની જરૂરિયાત તો રેહતી હોય છે. તો શું તમે જાણો છો આ નૌકરો નો પગાર કેટલો હશે.

આપણા માટે આ જાણવું પણ ઘણું જરૂરી છે કે આપણા ચહિતા સિતારાઓ ના નૌકરો નો કેટલો પગાર મળતો હશે. બોલિવૂડ ના જાણીતા એવા કરીના કપૂર, દીપિકા પાદુકોણ તેમજ નીતા અંબાણી જેવા ફેમસ જાણીતા લોકો ની અંગત તેમજ તેમની કારકિર્દી વિષે તો સવ વાત કરતા જ હોય છે પરંતુ આજે આ આર્ટીકલ મા વાત કરવી છે તેમને ત્યાં કામ કરતા એવા હેલ્પર, મેઇડ, ડ્રાઇવર તેમજ બોડીગાર્ડ ના પગાર વિષે ની. જો તમે પણ ન જાણતા હોય તો જરૂર થી વાંચો આ લેખ.

અંબાણી કુટુંબ ના ડ્રાઇવર
ભારત નુ સૌથી ધનાઢ્ય ગણાતું કુટંબ એટલે અંબાણી પરિવાર અને તેમાય સૌથી ધનિક વ્યક્તિ એટલે મુકેશ અંબાણી કે જે હમેશા વિશ્વસ્તરે પણ ચર્ચા મા રેહતા હોય છે. તેમના જીવન ની જો વાત કરવામા આવે તો લોકો તેમની ચા થી લઈ ને કપડાં સુધી ની વાતો કરતા હોય છે. આ સાથે જ જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે તેમની આગળ ૫૦૦ થી પણ વધુ ગાડીઓ છે.

તેમનો આ એક ખાસ શોખ પણ કહી શકાય અને આ દરેક ગાડી ને ચલાવવા માટે તેમને ઘણા ડ્રાઇવરો પણ રાખ્યા છે. આ સાથે તેમની ગાડી ચલાવવા માટે તેમને એક પોતાનો અલગ ડ્રાઈવર પણ રાખ્યો છે અને જેનો માસિક પગાર બે લાખ રૂપિયા છે અને તે હરપળ તેમના માટે તત્પર રહે છે.

અમિતાભ બચ્ચન નો અંગરક્ષક
અમિતાભ બચ્ચન ના અંગરક્ષક કે બોડીગાર્ડ નુ નામ જીતેન્દ્ર છે અને તે હંમેશા તેમની સાથે જ રહે છે. અહીંયા સુધી કે એક જાણીતા શો કેબીસી ના સેટ ઉપર પણ જીતેન્દ્ર હાજર જ હોય છે. આ ફિલ્મી દુનિયા ના મહાનાયક નો જીવ એટલો મહત્વ નો છે તે જીતેન્દ્ર જાણે છે અને સાથોસાથ અમિતાભ બચ્ચન પણ પોતાના બોડીગાર્ડ ને ઘણું માન આપે છે. જો તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન જીતેન્દ્ર ને આશરે ૧.૫ કરોડ રૂપિયા વાર્ષિક પગાર આપે છે.

દીપિકા પાદુકોણ નો અંગરક્ષક

દિપીકા પોતાના બોડીગાર્ડ ને પોતાના ભાઇ ની જેમ જ માને છે અને તેને રાખડી પણ બાંધે છે. દીપિકા ના જણાવ્યા મુજબ કે તે દરેક સમયે એક ભાઈ ની જેમ જ તેની રક્ષા કરે છે. આવા મા જીવન ની અમુક જરૂરિયાતો ને પૂરી કરવા માટે દીપિકા તેના અંગરક્ષક ને પગાર રૂપે ૮૦ લાખ રૂપિયા મહિને આપે છે અને તેના બોડીગાર્ડ જલાલ ને તે પોતાના ઘર ના સભ્ય તરીકે જ છે માન આપે છે.

સલમાન ખાન નો બોડીગાર્ડ
સલમાન ખાન નો બોડીગાર્ડ શેરા ને તો દરેક વ્યક્તિ ઓળખે જ છે કેમ કે શેરા સલમાન ખાન સાથે ઘણા વર્ષો થી કામ કરી રહ્યો છે. એવા મા એકવાર તો સલમાને શેરા ઉપર એક ફિલ્મ પણ બનાવી હતી. શેરા સલમાન માટે માત્ર એક બોડીગાર્ડ જ નહીં પરંતુ તેના ઘર ના સભ્ય ની જેમ છે. જેમ શેરા સલમાન ખાન નુ ધ્યાન રાખે છે તેવી જ રીતે સલમાન પણ શેરા ની બધી જ જરૂરિયાતો નું ધ્યાન રાખે છે આ માટે તે શેરા ને બે કરોડ રૂપિયા વાર્ષિક પગાર આપે છે.

તૈમુર અલી ખાન ની નૈની

આ ફિલ્મી જગત બોલિવૂડ મા સૌથી નામચીન બાળ કલાકાર એવો કરીના તેમજ સૈફ નો પુત્ર તૈમુર અલી ખાન છે. આ તૈમૂર ની ભોળપણ ના દરેક ચાહક છે તેમજ મીડિયા મા પણ સૈફ અને કરીના કરતા વધુ તૈમુર ચર્ચા મા રહે છે. ઘણીવાર આ બાબતે કરીના ને ટ્રોલ પણ કરવામા આવે છે કે તૈમૂર જે જગ્યાએ જતો હોય છે ત્યાં તેની નૈની સાથે વધુ જોવા મા આવે છે.

આ તૈમૂર ની સાર-સંભાળ રાખનાર તેની નૈની નો મહિના નો પગાર ૧.૫૦ લાખ રૂપિયા છે અને જયારે પણ તે ઓવરટાઈમ કરે છે તો તેને ૧.૭૫ લાખ સુધી મહીને પગાર મળી રહે છે. એક જાણીતા ટોક-શો મા કરીનાએ જણાવ્યું હતું કે તેના બાળક ની ખુશી તેમજ સલામતી ની કોઈ કિંમત નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *