મોટેભાગે દરેક વ્યક્તિ પોતાના દૈનિક જીવનમા જરૂરથી કરતા હોય છે આવી દસ ભૂલો, જાણો અને આજે થી જ સુધારો…
આપણે આપના રોજિંદા જીવનમાં અનેક ભૂલો કરતાં હોઈએ છીએ પરંતુ આપણને તેના વિષે ખ્યાલ રહેતો નથી. આપણે રોજે એવું ઘણું કામ કરીએ છીએ જેમાં આપણે ઘણી ભૂલા કરતાં હોઈએ છીએ. આપણને તે કામ કરવાની સાચી રીત વિષે જાણ હોતી નથી. તેથી આપણે તેને ખોટી રીતે કરીએ છીએ.
જેમ કે તમે કોઈ સ્ટ્રો ને કોઈ ઠંડામાં નાખીને પીવો છો ત્યારે તમને લાગે કે આ રીત આપની સાચી છે પરંતુ તે ખોટી હોય છે. આજે આપણે તેના માટે કેટલીક એવી વાતો જાણીએ કે તેને આપણે અત્યાર સુધી આ રીતને સાચી માનતા હતા પરંતુ તે ખોટી હોય છે. તેથી તમે કોઈ જગ્યાએ જાવ ત્યારે ભૂલ ન કરો.
આપણે રોજ કરીએ તેવી ભૂલો :
બ્રશ પર ટૂથપેસ્ટ લગાવવાની રીત :
આપણે ઘણા બ્રશ પર અલગ અલગ રીતે ટૂથપેસ્ટ લગાવતા હોઈએ છીએ. ઘણા લોકો વધારે લગાવે છે તો ઘણા લોકો ઓછી લગાવે છે. પરંતુ તમને નવાઈ લાગશે કે તમારે બ્રશ પર વટાણા જેટલી જ ટૂથપેસ્ટ લગાવી જોઈએ. આ વાતને ડોક્ટર પણ કહે છે કે વધારે પેસ્ટ આપણે બ્રશ પર લગાવી ન જોઈએ.
કાનમાં ઇયરફોન પહેરવાની રીત :
આપણે બધા કાનમાં ઇયરફોન પહેરતા હોઈએ છીએ પરંતુ તેની સાચી રીત વિષે કોઈને જાણ હોતી નથી. તેથી લોકો તેને કાનમાં સીધા પહેરે છે. તેની જગ્યાએ તમારે તેને કાન પર લપેટીને તેને કાનમાં પહેરવા જોઈએ તેનાથી ઇયરફોન વારંવાર પડતો નથી.
કોક પીવાની રીત :
આપણે ઘણી વખત જોતાં હોઈએ છીએ કે ઘણા લોકો તેને કોકમાં સ્ટ્રો મૂકીને પીતા હોય છે. તે રીત સાવ ખોટી છે. તેને તાણ વગર પીવાય છે તેથી તમે પણ આ રીતે કોક પીવો છો તો આજથી તમારી રીત સુધારી લેવી જોઈએ.
લસણની છાલ કાઢવાની રીત :
તેના માટે તમારે એક બરણીમાં લસણ મૂકીને તેના ઢાંકણને બંધ કરીને તે બરણીને તમારે જોરથી હલાવવું જોઈએ. તેનાથી લસણ અને છાલ જુદું પડી જશે. તેનાથી તમારે વધારે મહેનત કરવી નહીં પડે.
ઇંડાને સરખી રીતે ફ્રાય કરવાની રીત :
આપણે જ્યારે ઇંડાને ફ્રાય કરવાની કોશિસ કરીએ ત્યારે તે બધી બાજુએ ફેલાય છે. તે રીત ખોટી છે. તમે કોઈ ઉપકરણો ખરીદ્યા વગર જ ઇંડાને સરખી રીતે ફ્રાય કરી શકો છો. તેના માટે તમારે એક ડુંગળી કાપીને તેની એક છાલ કાઢવી અને તેને તવા પર રાખીને તેમાં તમારે ઈંડું રાખવું તેનાથી તે સરખી અને ગોળ ફ્રાય થશે.
વાયરને કનેક્ટ કરવાની રીત :
ઘણી વાર ખેંચવાથી ઇલેક્ટ્રિકલ વાયર તૂટી જતાં હોય છે. તેના માટે તમારે તેને ગાંઠ બાંધીને રાખવું જોઈએ તેનાથી તે વાર સાથે જોડાયેલ રહે અને તેમાં ખેંચાણ આવતું નથી.
કોલ્ડ ડ્રિંકને વહેલું ઠડું કરવા :
તમારે જ્યારે કોલ્ડ ડ્રિંકને વહેલું ઠંડુ કરવું હોય ત્યારે તમારે તેને ભીના કાગળ અથવા ભીના કપડામાં લપેટીને ફ્રીજમાં ભૂકવું જોઈએ. તે ફક્ત ૧૫ મિનિટમા જ ઠંડી થઈ જાય છે.
શર્ટ અને ટીશર્ટને સકેલવાની રીત :
ઘણા લોકોને કપડાં સકેલવામાં તકલીફ પડતી હોય તેમાં પણ શર્ટ સકેલવામાં વધારે તકલીફ થાય ત્યારે તમારે પાથરીને તેને બાજુની વચ્ચેથી પકડીને તેને કોલરની બાજુએ પકડી તે હાથે તેને છેલ્લી બાજુએ પકડીને તેને હાથમાં ઉઠાવીને તેને પાથરવાથી તે સારી અને સરળ રીતે સકેલાય જાય છે.