મોટાપાથી લઈને કેન્સર સુધી અને કબજીયાતથી લઈને અપચા સુધી, તમામ બીમારીઓના નિદાન માટે આ એકમાત્ર અસરકારક ચૂર્ણ, આજે જ જાણી લો તેના ફાયદા…

Spread the love

આપણે સૌએ ત્રિફલા શબ્દને તો સાંભળ્યો જ હશે તે બે સંસ્કૃત શબ્દમાંથી બનેલો છે. ત્રિફલા એટલે ત્રણ ફળ. તેનો અર્થ ત્રણ ફળ આમળા, હરડે અને બહેડાનું ચૂર્ણ થાય છે. તેનું ચૂર્ણ આ ત્રણ ઔષધિ માથી બનાવાય છે. તે આપણને સ્વસ્થ રાખવામા મદદ કરે છે.

તે એક રોગનિવારક, રોગ વિરોધી અને ઉપચાર માટેની દવા છે. તેમાં એન્ટી બાયોતિક અને એન્ટી સેપ્ટિક ગુણ રહેલા છે. તેનાથી વાત, પિત્ત અને કફને નિયંત્રણમાં રાખી શકાય છે. તે રોજના સામાન્ય બીમારી માટે ખૂબ ઉપયોગી છે. તેનાથી આંખ અને પેટને લગતી બીમારી દૂર થાય છે.

તે શરીરમાં રહેલ ટોકસીન દૂર કરે છે તેનાથી શરીરનું ફંક્શન સુધારે છે. તેનાથી શરીર પણ સુડોળ બને છે. તેનાથી પાચન શક્તિમાં પણ સુધારો કરે છે. વજન વધારનું કારણ હોય શકે છે કે જે ખોરાક લીધો છે તે સારી રીતે પચતો નથી. આનાથી ભોજન સારી રીતે અને સરળતાથી પચી શકે છે. તેનાથી વજન ઓછું થવા લાગે છે.

આની અંદર પોલીફેનોલ્સ અને ગેલિક એસિડ જેવા ઘણા એન્ટી ઓક્સિડંટ રહેલા છે તેનાથી કેન્સર સામે લડવાની શક્તિ આપે છે. જે લોકોને કબજિયાતની સમસ્યા હોય તેના માટે આ ખૂબ ઉપયોગી છે તેના માટે આ રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. જે લોકોને પાચન તંત્રની તકલીફ હોય તેવા લોકોને રાતે સૂતી વખતે આનું સેવન કરવું જોઈએ તેનાથી વધારે એસિડિટી અને ગેસની સમસ્યા હશે તો તે પણ દૂર થશે.

પેટમાં ચાંદા પડ્યા હોય ત્યારે આનાથી ખૂબ રાહત મળી શકે છે. તે પેટની અંદર ની ત્વચાને સ્વસ્થ રાખે છે તે પાચક રસોનાં સ્તરને નિયંત્રણમાં રાખે છે. તેનાથી રાહત મળે છે. પાચનને લગતી સમસ્યા જેમ કે ઉલ્ટી અને હ્રદયને લગતી તકલીફમાં આ ખૂબ ઉપયોગી છે. તેનાથી કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણમાં રાખી શકાય છે. તેની સાથે તેનાથી હાડકાં પણ મજબૂત બને છે. બહેડા પાચનતંત્રને લગતી ટેકલીફ દૂર કરે છે. તે રક્તમાં રહેલ કોલેસ્ટ્રોલના સ્તરને જાળવી રાખે છે.

આ ચૂર્ણ જે લોકો નિયમિત લે છે તેને ક્યારેય પણ દાંતને લગતી તાલીફ રહેતી નથી. તેમાં બેક્ટેરિયા સામે લાગવાની શક્તિ હોય છે. તેનાથી સોજો ઓછો કરી શકાય છે. તેનાથી દાંતમાં સડા જેવી તકલીફ થતી નથી. તેનાથી ત્વચાને ઘણા ફાયદા થાય છે. ઘાને રૂઝવામાં પણ મદદ કરે છે. ઘાનું નિશાન અથવા કાળા ડાઘ હોય તો તેને દૂર કરે છે.

તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેનાથી ઇન્ફેક્સન સામે લડવામાં મદદ મળે છે. તેનાથી લોહી પરિભ્રમન સુધારે છે. તે પાચન તંત્રમાં રહેલ વધારાના કચરાને દૂર કરે છે. તેનાથી પોષક તત્વો શરીરને મળી રહે છે. આજ કલ મોટાભાગના લોકોને હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા થવા લાગી છે. તેમાં આને લેવાથી તે નિયંત્રણમાં રહે છે. આને રાતે દૂધ સાથે લેવું જોઈએ. એક સપ્તાહ સુધી લેવાથી રાહત થશે.

તે આંખની દ્રષ્ટિ વધારવામાં ખૂબ ઉપયોગી છે તેના માટે એક ચમચી ત્રિફલા ચૂર્ણ નવશેલા પાણીમાં નાખીને આખી રાત માટે રહેવા દો અમે તેને સવારે તેનાથી આંખને ધોવી. વાળને લગતી સમસ્યામાં પણ આ ખૂબ ઉપયોગી છે. તેનાથી ત્વચાને લગતી, અલ્સર, ડાયાબિટીસ, કબજિયાત અને પેટનો દુખાવો દૂર કરવાની ક્ષમતા હોય છે. આમાં બળતરા વિરોધી ગુણ પણ રહેલા છે તેથી આનું સેવન રોજે કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *