મોટા ભાગના લોકો નથી જાણતા કે દવા વગર જ તાવ, શ્વાસની બીમારી અને પાચનના દરેક રોગો માટે આ છે અસરકારક સરળ ઘરેલુ ઉપાય

Spread the love

હિંગનો ઉપયોગ પેટને લગતા બધા રોગો જેવા કે અપચો, આંતરડા સંબંધી રોગ, ગેસની સમસ્યા જેવી અનેક બીમારીને દુર કરે છે. તે ઉપરાંત હિંગ શ્વાસ સબંધિત સમસ્યા માટે પણ ઉપયોગી બને છે. તો ચાલો આજે આપણે હિંગ થી થતા ફાયદા વિષે જણીએ. હિંગથી સ્વાસ્થ્યને લગતી કઈ કઈ સમસ્યા દુર થાય છે.

આજે આપણે સૌથી પહેલા ન્યુમોનિયાના લક્ષણ અને તેના ઉપચાર વિષે વાત કરીશું. ફેફસામાં બળતરા થવા, અશક્તિ આવવી, એકદમ પરસેવો વળવો, સામાન્ય ઉધરસ આવવી, ધીમે ધીમે ફેફસામાં શરદી થવી, આવા લક્ષણોમાં ન્યુમોનિયાની શરૂઆત થાય છે. છાતીમાં, માથામાં, ગળામાં અને પીઠમાં અતિશય ઠંડીને લીધે આ રોગ થાય છે. કોઈ વ્યક્તિના સંક્રમણ માં આવવાથી પણ આ રોગ થાય છે.

ન્યુમોનિયા તાવ વધી એકદમ વધી જાય તો વ્યક્તિ બેભાન થઈ જાય છે. તેને શ્વાસ લેવામાં પણ સમસ્યા થાય છે, અને તેને ફેફસામાં દુખાવો થાય છે. તો ચાલો ન્યુમોનિયાને દુર કરવાના ઘરેલું ઉપાયો વિષે જાણીએ. ટર્પેન્ટાઇન તેલમાં થોડી હિંગ નાખી તે તેલની છાતી પર માલીસ કરવી. તુલસીના દસ જેટલા પાન લઈ તોનો રસ કાઢો, ત્યાર બાદ તેમાં આદુનો રસ, બે ચપટી જેટલી હિંગ અને મધ મિકસ કરી તેને ચાટવાથી ન્યુમોનિયાના દર્દીને આરામ મળે છે.

બે ચપટી હિંગમાં પાંચ કાળા મરી, તુલસીના પાન અને દસ નંગ પીપળાના ટેટા આ બધી વસ્તુને મિક્સ કરી તેની ચટણી બનાવી તેમાં મધ મિક્સ કરી ન્યુમોનિયાના થયો હોય તેને આપવાથી રાહત થાય છે. હવે આપણે દમ ના લક્ષણો અને ઉપચારો વિષે વાત કરીએ. આ રોગમાં એકદમ ઉધરસ આવવી, શ્વાસ લેવામાં સમસ્યા થવી, કફ થવા, પરસેવો વળવો, આપણો ચહેરો ફિક્કો પડી જવો, શ્વાસ લેવાથી ફેફસામાં દુખાવો થવો, આપણા ફેફસામાં ધૂળના રજકણો જવાથી આ રોગ થાય છે. ચોમાસામાં અને શિયાળામાં આ રોગ વધુ થાય છે.

આ રોગ વધુ પડતો મોટી ઉમરના લોકોમાં વધુ જોવા મળે છે. તેને દુર કરવા માટે પીપળાના સુકવેલ છાલના એક ચમચી ચૂર્ણમાં થોડી હિંગ મિક્સ કરી પીવાથી રાહત મળે છે. કાકડાસીંગ, કાયફળ અને હિંગ આ બધી વસ્તુને એક એક ચપટી જેટલું લઈ તેને મિક્સ કરી, તેમાં મધ નાખી જે વ્યક્તિને દમની સમસ્યા છે, તેને આપવાથી રાહત મળે છે.

એક ચપટી મોરના પીછાંની રાખમાં એક ચપટી હિંગ મિક્સ કરી પીવાથી રાહત મળે છે. તેને નિયમિત સવાર સાંજ પીવું. બે ગ્રામ હિંગ, એંસી ગ્રામ ગોળ, દસ ગ્રામ રાઈ, દસ ગ્રામ હળદર આ બધી વસ્તુને મિક્સ કરી તેની નાની ગોળી બનાવી લો. આ ગોળી સવાર સાંજ ખાવાથી દમના દર્દીને રાહત મળે છે. આ ઉપાય કરવાથી શ્વાસ રોગ દુર થાય છે.

જો શ્વાસનળી પર સોજો આવે ત્યારે તેને બ્રોંકાઇટીસ કહે છે. તે બાળકોમાં વધુ જોવા મળે છે. આ રોગમાં માથું દુખવું, સામાન્ય તાવ આવે, શ્વાસ લેવામાં સમસ્યા થવી. જયારે તેની શરૂઆત થાય ત્યારે તેમાં સુકી ઉધરસ આવે છે, ત્યાર બાદ તેમાં પીળા રંગ જેવા કફ નીકળવા, શ્વાસનળી અને ગળામાં અવાજ આવવો. પાણીમાં લાંબો સમય સુધી રહેવાથી ઠંડી લાગવી. આવી સમસ્યામાં આ રોગ થાય છે.

ત્યારે એક કળી લસણ અને એક રતીભર હીંગની ચટણી બનાવી દર્દીને આપવાથી રાહત મળે છે. તેને દરરોજ સવારમાં ભૂખ્યા પેટે લેવું. એક ચમચી આદુના રસમાં, એક ચપટી હિંગ અને અડધી ચમચી ચિંતામણીને મધ સાથે મિક્સ કરી પીવાથી રાહત મળે છે. સુકી ઉધરસ કે કફ હોય ત્યારે આદુના રસમાં હિંગ અને મધ મિક્સ કરી ચાટવાથી રાહત મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *