મોંઘીદાટ દવા કરતા પણ વધુ અસરદાર છે આ આયુર્વેદની ઉત્તમ ઔષધી, યાદશક્તિ વધારવા, વાયુનાશક તેમજ ઘણી બીમારીઓ નો કરે છે નાશ, જાણો તમે પણ…
માલકાંગણી વિશે ચરક સંહિતા અને સુશ્રુત સંહિતમા સમાવેશ કરવામા આવ્યો છે. આનો ઉપયોગ કફ અને માથાના દુખાવા માટે કરવામા આવે છે. રક્તપિત્તના ઇલાજ માટે પણ ઉપયોગમા લેવાય છે. આને જ્યોતિષમિતિ તરીકે પણ ઓળખાય છે. આ મગજને તેજ કરે, નબળાઇ દુર કરે અને રક્તપિત્તના રોગને પણ દુર કરે છે. આ શંખપુષ્પીની જેમ બુદ્ધીવર્ધક ગણાય છે.
ગુજરાત રાજ્યમા આને જ્યોતીષમતિ, કંગની અને સ્વર્ણલતા જેવા અનેક નામથી ઓળખવામા આવે છે. બ્રીટનમા આવેલ એંસાઇક્લોપીડીયા દ્વારા કહેવામા આવ્યુ છે કે આના તેલથી બ્રેઇન ટોનિક તરીકેનુ કામ કરે છે. આ ભારતમા પર્વતીય પ્રદેશમા પણ થાય છે. આની લાંબી વેલ હોય છે. આના બી તીખા જેવા હોય છે.
આનો ઉપયોગ ઔષધી તરીકે થાય છે. આના ફુલ અને લીલા કલરના હોય છે. આ સ્વાદમા કડવી તેમજ તીખી હોય છે. આ ગરમ હોય છે તેથી જે લોકોની તાસીર ગરમ હોય તે લોકોએ આને ન ખાવી જોઇએ. આને વધારે ખાવાથી ઉલટી અને ઝાડા થવાની સંભાવના રહેલ છે.
ભારતીય આયુર્વેદમા જણાવ્યુ છે કે આ કફ, વાયુ, ભુખ લગાડનાર, તાકત આપનાર, મગજના રોગો દુર કરે છે, લકવા દુર, સંધિવા, હાડકાના રોગ, ચામડી પર ડાઘા, ખરજવુ, અપચો, શરદી ઉધરસ, શ્વાસના રોગો અને સોજા જેવી અનેક બીમારીઓ દુર કરે છે. આના રસમા દુધ અને મધ ભેળવીને લેવાથી અપચાની સમસ્યા દુર થાય છે. આ વાળ માટે પણ ખુબ સારુ છે. આનાથી શરીરમા કોઇ પણ જાતની આડઅસર થતી નથી.
તમે જ્યારે આને ખાવાનુ ચાલુ કરો છો ત્યારે પહેલા દિવસે એક બીજ ખાવુ જોઇએ પછી બીજા દિવસે બે એમ આગળ આગળ બીજની સંખ્યા વધારતા જવી જોઇએ. આમ ૨૧ દિવસ સુધી વધારવા અને ત્યારબાદ ઘટાડતા જવુ જોઇએ. આ બીજને આખા ખાય જવા અને તેના પર દુધ પીવુ જોઇએ. આના ચુર્ણને દિવસમા બે વાર દુધ ભેગુ પીવાથી યાદશક્તિ વધે છે.
યુનાનની ઉપચાર પદ્ધતી મુજબ આ ત્રીજા સ્તરની ગરમી અને રુક્ષ જેવુ હોય છે. આનુ તેલ સંધિવા, સ્નાયુ અને માંસપેશીઓ માટે ખુબ જ સારુ રહે છે. આમા ૫૨ ટકા જેટલુ તેલ હોય છે. તે લાલ અને પીળા કલરનુ બને છે. આમા સિલેસ્ટ્રીન અને પેનિક્યુલેટીન જેવા તત્વો પણ મળી આવે છે. આમા તમે દેવદાર, અતિવખાણીની કળી અને એકોરસ ભેળવી શકાય છે.
આ ગરમ હોય છે તેથી નાના બાળકો યાદશક્તિ વધારવામા મદદ કરે છે. તે ચેતાતંતુઓ વધારવામા મદદ કરે છે. આ તેલના ટીપાને પતાસામા નાખીને દુધ ભેગુ લેવુ જોઇએ. આમ બે માસ્ સુધી કરવુ જોઇએ. ઉપર જણાવેલ રીત મુજબ આને સાત દિવસ લેવા અને એક એક બી વધારતા જવુ જોઇએ. ત્યારબાદ તે બી ને ઓછુ કરતા જવુ જોઇએ. આમ આ ઉપાય તેર દિવસ સુધી ચાલશે.
આના બી, આદુનો પાવડર અને અજમાને ભેળવીને તેનુ ચુરણ બનાવી લેવુ જોઇએ. આમા આ મિશ્રણ કરતા બે ગણો વધુ ગોળ ભેળવવો જોઇએ. તેની નાની ગોળી વાળી લેવી જોઇએ. આગોળીને રાત્રે સુતા પહેલા ઘી સાથેલેવી જોઇએ. આમ કરવાથી વાયુની સમસ્યાઓ દુર થાય છે. આના તેલની મસાજ કરવાથી પણ રાહત થાય છે.
ઘણી મહિલાઓ પીરીયડ્સમા અનિયમિત થતી હોય છે અને તે સમય દરમિયાન તેને ઘણી સમસ્યા થતી હોય છે. આ સમસ્યા માટે એરંડીયુ અને આનુ તેલ દુધમા ભેળવીને રોજ રાત્રે સુતા પહેલા પીવુ જોઇએ. આમ કરવાથી આ સમસ્યા દુર થાય છે. જે લોકોને પિત્તની સમસ્યા છે તે લોકોએ આનુ સેવન ન કરવુ જોઇએ. આનો વધારે ઉપયોગ વાયુ અને બુદ્ધી વધારવા માટે થાય છે. આનાથી સોજો, પેશાબની સમસ્યા અને મંદબુદ્ધી વાળા લોકો માટે આશીર્વાદ રુપ સાબિત થયુ છે.
આને તીખાની ભુક્કી સાથે ભેળવીને દાદર પર મસાજ કરવાથી થોડા સમયમા તે દુર થાય છે. જે લોકોને પેશાબની સમસ્યા હોય છે તે લોકોએ આનુ તેલ લેવુ જોઇએ. આમ કરવાથી પેશાબ ખુલાસાથી આવે છે. આનુ તેલથી જે લોકોને પેરેલીસસ આવ્યો હોય તેનુ શરીરની માલિસ કરવી જોઇએ. આ તેલથી પરસેવો વધારે વળે છે. આના પાનનો રસ પીવાથી અફિણનુ ઝેર દુર થાય છે. ગમે તે જાતના લકવા સામે આ રક્ષણ આપે છે.