મોંઘી દવાઓના સેવન પછી પણ ના મટતી ૫૦ કરતા પણ વધુ બીમારીઓનો અસરકારક ઈલાજ છે આ ઔષધ, આજે જ જાણો ઉપયોગ કરવાની રીત અને મેળવો તંદુરસ્ત શરીર

Spread the love

આપણા રોજિંદા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે લસણ નો ઉપયોગ કરીએ છીએ. લસણ માત્ર ભોજનનો સ્વાદ નથી વધારતું આ ઉપરાંત તે એક ઉત્તમ ઔષધિ પણ છે. તેથી આપણા પ્રાચીન આચાર્યોએ તેને અમૃત સમાન ગણ્યું છે. વાયુના રોગ ને દૂર કરવા લસણ એક માત્ર ઉત્તમ દવા છે. તે બુદ્ધિ, વીર્ય, આયુષ્ય, વધારનાર છે. શિયાળા માં લસણ નો યોગ્ય ઉપયોગ કરવાથી આપણે નિરોગી રહી શકીએ છીએ.

લસણ નો ઉપયોગ ક્ષયના રોગીએ ઘી અને દૂધ સાથે, સ્વરભેદ વાળા લોકો એ જેઠીમધ સાથે, ગળાના દર્દીને તલના તેલ સાથે, કોઢ વાળા લોકોને ખેર ની છાલ સાથે, અર્શના દર્દીએ કડાછાલ સાથે, દુબળા લોકોએ આસંધના ચૂર્ણ સાથે, ઉદર કૃમિ વાળાએ વાવડિંગના ચૂર્ણ સાથે, અને ઉધરસ તથા શ્વાસના રોગીએ ત્રિફળા ચૂર્ણ સાથે સેવન કરવથી ખૂબ ફાયદો થશે.

ચાલો જોઈએ લસણ નો ઉપયોગ કયા રોગ મા દવા તરીકે કરી શકાય :

લસણ, આદુ, ખાંડ, દ્રાક્ષ, કોથમીર અને સિંધવ ની ચટણી બનાવીને ખાવાથી ખોરાકનું પાચન બરાબર રીતે થાય છે અને અરુચિની સમસ્યા દૂર થાય છે. લસણ તથા તુલસીનો રસ અડધી ચમચી, સૂંઠ નું ચૂર્ણ બે ચમચી અને મરીનું ચૂર્ણ એક ચમચી મિક્સ કરી અડધો શેર ગાયના દૂધ સાથે સવાર-સાંજ પીવાથી થોડા જ દિવસમાં શરદીમાં ખૂબ સારો ફાયદો જોવા મળશે.

લસણની કડી ને તેલમાં કકડાવી ને ખાવાથી કફ અને ગાળાના દુખાવામાં ફાયદો થાય છે તેમજ શરદી પણ માટે છે. લસણની કળી એક ભાગ, સિંધવ ચોથો ભાગ નું, ઘી માં શેકેલી હિંગ ચોથો ભાગ ની અને આદુનો રસ દોઢ ગણો મિક્સ કરી ખાવાથી પેટના રોગો દૂર થશે અને પેટની ચરબી ઘટશે.

ખરજવામા પણ લસણ ઉપયોગી છે. લસણની કળીઓ ખાંડીને તેની પેસ્ટ બનાવી ખરજવા પર લગાડવી તેનાથી ભીંગડા ઊખડી જસે અને ચામડી લાલ થશે પછી તેના પર બીજી કોઈ મલમ લગાવવાથી ખરજવામા ફાયદો થશે. આ સિવાય લસણની કળીઓ તેલમાં કકડાવી તેલ કાનમાં નાખવાથી દુ:ખાવો દૂર થાય છે અને કાન પાકતો હોય તો પણ રાહત મળશે.

લસણની કળીનો રસ કાઢી તેના ટીપા નાકમાં નાખવાથી આધાશીશીની સમસ્યા પણ દૂર કરી શકાય છે. આ સિવાય લસણની કળીઓને ખાંડી કપડા પર પાથરી અને તેનું તેલ પગના તળીયે ચોપડી અને પાટો બાંધવાથી અને સવાર-સાંજ તે પાટો બદલાવતા રહો તેનાથી ઉધરસમાથી રાહત મેળવી શકાય છે.

આ ઉપરાંત વધારે પ્રમાણમાં લસણ ખાવાથી હોજરી અને આંતરડામાં અગ્નિ પેદા કરે છે અને બળતરા થાય છે. તેથી લસણ નો મધ, ઘી કે તેલમાં જ ઉપયોગ કરવો હિતાવહ છે. આમ લસણ ના અનેક ગુણ સાથે તેના નુકસાન પણ છે. તેથી પ્રમાણસર જ ઉપયોગ કરવો જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *