મોજ કરવાના શોખીન પતિને રંગે હાથ ઝડપ્યો, પત્ની અને સાળીએ મળીને ગર્લફ્રેન્ડને લમધારી નાખી

Spread the love

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા માં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. ગર્લફ્રેન્ડ સાથે પિક્ચર જોવા આવેલા એક યુવકને તેમની પત્ની અને સાળીએ રંગે હાથે ઝડપી પાડયો હતો. પોતાના પતિને અન્ય યુવતી સાથે જોઈને પત્ની ખુબ ગુસ્સે થઈ ગઈ હતી. તેણે તેની બહેન સાથે મળીને તેના પતિની ગર્લફ્રેન્ડ ને રસ્તા વચ્ચે જ લમધારી નાખી ઢોર માર માર્યો હતો. આ ઘટના રવિવારે બપોરે ખજરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વેલોસિટી સિનેમા હોલની બહારનો છે.

નંદાનગર વિસ્તારમાં રહેતો એક પરિણીત યુવક તેની પ્રેમિકા સાથે ‘સાંઢ કી આંખ’ ફિલ્મ જોવા માટે ગયો હતો. જ્યારે પત્નીને તેના પતિની પ્રેમિકા સાથે ફિલ્મ જોવાની ખબર પડતા તે તેની બહેન સાથે વેલોસિટી સિનેમા ઘરની બહાર પહોંચી ગઈ હતી. પિક્ચર પૂરૂ થયા બાદ જ્યારે યુવક અને તેની પ્રેમિકા સિનેમાં હોલની બહાર આવ્યા અને કારમાં બેસવા જતાં જ હતા કે ત્યારે જ યુવકની પત્ની અને તેની બહેન ત્યાં પહોંચી ગયા હતા. પત્ની અને યુવકની સાળીએ આ યુવકની પ્રેમિકાને માર મારવાનું શરૂ કરી દીધું હતું.

ત્યા જોઈ રહેલા લોકોએ આ વીડિયો ઉતારી લીધો અને સોશિયલ મીડિયામા વાયરલ કરી દીધો હતો. જે હાલમા મીડિયામા ખુબ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર લોકો પેલા યુવકને ખુબ ખરી ખોટી સંભળાવી રહ્યા છે અને કોઈ વળી કહી રહ્યુ છે કે પેલી છોકરીનો વાક છે તો પતિનો પણ એટલો જ વાક છે.

જુઓ વિડીયો :

સૌજન્ય : સંદેશ ન્યુઝ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *