મોદીજીએ ગણાવ્યા લોકડાઉન ના આવા અઢળક ફાયદાઓ, જાણીને થશે આશ્ચર્ય અને સાથે જ આપ્યો આ એક ખાસ સંદેશ…

Spread the love

મિત્રો, લોકડાઉન પહેલાની વાત કરીએ તો આપણને પોલીસ વિશે નકારાત્મકતા સિવાય કંઈ જ દેખાતુ નહોતુ. પરંતુ, આજે જ્યારે આ પોલીસ કર્મચારીઓ ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને અન્ન પહોંચાડી રહ્યા છે, દવા પહોંચાડી રહ્યા છે જેના કારણે આપણી આ માનસિકતા મહદઅંશે દૂર થઈ રહી છે. કોરોના ની સમસ્યા અને લોકડાઉનમા સામાન્ય લોકોના ભાવનાત્મક સ્તર પરના અમુક વલણમા પરિવર્તન કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રવિવારે રેડિયો કાર્યક્રમ “મન કી બાત” મા સમગ્ર રાષ્ટ્રને સંબોધિત કર્યુ હતુ.

આ સમય દરમિયાન, તેમણે જણાવ્યુ કે, હાલ દાક્તરો, સફાઇ કર્મચારીઓ, અન્ય સેવાઓ કરતા લોકો તથા અમારી પોલીસ સિસ્ટમ વિશે સામાન્ય લોકોની વિચારસરણીમા ઘણુ સકારાત્મક પરિવર્તન આવ્યુ છે. જે કોરોનાની સમસ્યાથી બચાવવા માટે ખૂબ જ અગત્યનુ છે. પોલીસ કર્મચારીઓ હાલ જે રીતે દરેક વ્યક્તિ ને સહાયતા કરવા માટે આગળ આવી રહી છે, ત્યારે પોલીસની માનવ અને સંવેદનશીલ બાજુ આપણી સમક્ષ ઉભરી આવી રહી છે.

જે આપણા મન અને હૃદયને સ્પર્શી રહ્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવે છે કે, આ એક એવો પ્રસંગ છે જેમા સામાન્ય લોકો ભાવનાત્મક રીતે પોલીસ કર્મચારી સાથે જોડાઈ રહ્યા છે. હાલ, વર્તમાન દિવસોમા સોશીયલ મીડિયા પર આપણે નિરંતર જોઈ રહ્યા છીએ કે લોકડાઉન દરમિયાન લોકો તેમના જીવનસાથી સાથે સારો એવો સમય વ્યતીત કરી રહ્યા છે. તેમની જરૂરિયાતોનુ ધ્યાન રાખી રહ્યા છે.

કોરોના વાયરસ સામેના યુદ્ધ વિશે વાત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે તાળી, થાળી, દીવડા, મીણબત્તી આ બધી જ બાબતો એ દેશવાસીઓની લાગણીઓને એક નવો જ જન્મ આપ્યો છે. દેશવાસીઓએ કઈક કરવાનુ નિર્ધારિત કર્યુ, ત્યારે સૌ કોઈએ આ વસ્તુઓ અંગે પ્રેરણા આપી છે. હાલ, આ રોગચાળાના વાતાવરણ દરમિયાન પણ કિસાન ખેતરોમા રાત-દિવસ મજૂરી કરી રહ્યા છે અને ચિંતા પણ કરી રહ્યા છે કે દેશમા કોઈ વ્યક્તિ ભૂખ્યા સુવે નહી.

વડા પ્રધાન મોદીએ દેશવાસીઓ ને સંબોધિત કરતા જણાવ્યુ કે, હાલ લાખો લોકો ગેસ સબસિડી છોડી દે છે, કરોડો વરિષ્ઠ નાગરિકો એ રેલ્વે સબસિડી છોડી દે છે, સ્વચ્છ ભારત અભિયાનની આગેવાની લેવામા આવી છે તથા આવશ્યક જગ્યાઓએ શૌચાલયો બનાવવામા આવી રહ્યા છે. આવી અસંખ્ય વસ્તુઓ છે. આ બધી જ બાબતો જણાવે છે કે આપણે સૌ એક મજબૂત ઘાગાથી બંધાયેલા છીએ. પ્રધાનમંત્રીએ જણાવ્યુ કે, દરેક કપરી પરિસ્થિતિ, દરેક યુધ્ધ કઈક પાઠ આપે છે તથા કઈક શીખવી જાય છે.

તમામ દેશવાસીઓ દ્વારા બતાવવામા આવેલી દ્રઢ શક્તિ સાથે ભારતમા પણ એક નવા પરિવર્તનનો પ્રારંભ થઇ ચૂક્યો છે. આપણો ધંધો, આપણી ઓફિસો, આપણી શૈક્ષણિક સંસ્થાઓ, આપણી તબીબી ક્ષેત્ર દરેક નવા તકનીકી પરિવર્તન ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યા છે. વડા પ્રધાન મોદીએ જણાવ્યુ કે, બધા લોકો શેરીમાં, દેશભરમાં, જુદા જુદા સ્થળોએ એકબીજાની સહાયતા માટે આગળ આવી રહ્યા છે.

હાલ, સમગ્ર દેશ એક ધ્યેય, એક દિશા તરફ એકસાથે આગળ વધી રહ્યો છે. વડા પ્રધાને જણાવ્યુ કે, જ્યારે સમગ્ર દેશ એક ટીમ તરીકે કાર્ય કરે છે ત્યારે તેનુ પરિણામ શુ આવે છે તેનો, આપણે અનુભવ કરી રહ્યા છીએ. હાલ તે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, દરેક વિભાગ અને સંસ્થા રાહત માટે સંપૂર્ણ ગતિએ મળીને કામ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *