માત્ર ચાર જ દાણા દુધમા ઉકાળીને પીવો આ વસ્તુ, આજીવન રહેશો નીરોગી, જાણો અને બીજાને પણ જણાવો…

Spread the love

ગોખરું આર્યુવેદમાં ખુબ મહત્વનું સ્થાન ધરાવે છે. આજે અમે તમને ગોખરુ ફાયદા વિષેની માહિતી આપવા જઈ રહ્યા છીએ. ગોખરું દ્વારા ઘણા રોગ દુર કરી શકાય છે. તે એક એવી ઔષધી છે જે વૃદ્ધાવસ્થાની લગતી બધી સમસ્યાને દુર કરે છે. ગોખરું ગામડામાં જ્યાં ઘાસ ઉગતું હોય ત્યાં જોવા મળે છે. તેના ફળમાં કાંટા હોય છે.

તેના છોડ નાના ઘાસ જેવા હોય છે. તેમાં પહેલા ફૂલ અને પછી ફળો આવે છે. તેના બીજના ચૂર્ણનો ઉપયોગ આર્યુવેદમાં થાય છે. ગોખરુંના છોડના બીજ ત્યાં ઘાસ ચરતા ઘેટા બકરાની રુંવાટીમા ચોટી જાય છે. અને તે બીજે પણ ઉગી નીકળે તેથી તેનો ફેલાવો બધી જગ્યા પર થવા લાગે છે. ગોખરું લોકોના બધા દુઃખને દુર કરે છે. તો ચાલો તેનાથી થતા ફાયદા વિષે જાણીએ. તેમાં તે ખાસ કરીને ગુપ્ત રોગો અને શારીરિક પ્રજનન ક્ષમતા માટે પણ ઉપયોગી બને છે.

ગોખરુંનો ઉપયોગ કરવાની રીત :

લગભગ બધી સમસ્યાને દુર કરવા માટે ગોખરુંના ચૂર્ણનો ઉપયોગ થાય છે. તેનું ચૂર્ણ બનાવવા માટે સુકાઈ ગયેલા તેના બીજને ઘરે લાવી તડકામાં સૂકવવા. તે થોડા સુકાય જાય અને ભેજવાળા થઈ જાય એટલે તેને પથર વડે ખાંડી લો. ત્યાર બાદ તેને ગરણી વડે ચાળી લેવું. ત્યાર પછી તેને કોઈ બરણીમાં પેક કરી રાખી દો.

ગરમી મટાડે :

ગોખરું ઠંડું હોય છે. તે શરીરમાં રહેલી ગરમીને દુર કરે છે. તેનો ઉપયોગ ઉનાળાની ઋતુમાં તેનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. તે બળવર્ધક હોવાથી આપણી શક્તિમાં વધારો કરે છે. તે આપણા શરીરના થાકને દુર કરે છે.

કુપોષણ :

અત્યારે લોકોમાં કુપોષણની સમસ્યા વધુ જોવા મળે છે. તેનું કારણ એ છે કે બાળકના જન્મ સમયે માતાનું ધાવણ ન મળવાથી થાય છે. તે માટે ગોખરું ઉપયોગી બને છે. તેને દુર કરવા માટે ગોખરું, અશ્વગંધા, શતાવરી જેવી ઔષધીનો પાવડર નો ઉપયોગ કરી ખાવાથી કુપોષણની સમસ્યા દુર થાય છે.

પથરી :

ગોખરુંનો ઉપયોગ પથરીને દુર કરવા માટે પણ થાય છે. તે માટે ગોખરું ત્રણ ગ્રામ, સાકર દસ ગ્રામ, એક કપ દૂધ અને એક ગ્લાસ પાણી. આ બધી વસ્તુને ધીમા તાપે ઉકળવા મુકવી. જયારે તેમાંથી પાણી બળી જાય ત્યારે તેને ગેસ નીચે ઉતારી લો. જયારે તે ઠંડું પડે એટલે તેને ગાળીને તેનું દિવસમાં બે વખત સેવન કરવાથી તમારી પથરી ધીમે ધીમે તે ઓગળી નાખે છે, અને પેશાબ વાટે બહાર નીકળી જાય છે.

કમરનો દુ:ખાવો :

કમરના દુખાવા માટે પણ ગોખરું ખુબ ઉપયોગી છે. તે સમસ્યાને લીધે સ્ત્રીઓને સફેદ પાણી પડવું, અનિયમિત માસિક, ખોરાકનું પાચન ન થવું જેવી સમસ્યાને લીધે કમરનો દુખાવો થતો હોય છે. તેના માટે ગોખરું અને સુંઠનો ઉપયોગ કરીને તેનો ઉકાળો બનાવીને તેનું સેવન કરવાથી કમરનો દુખાવો દુર થાય છે. તેનો ઉપયોગ સાંધાના દુખાવાને દુર કરવા માટે પણ થાય છે.

સ્ત્રી રોગ :

મહિલાઓને પ્રદર રોગ થયો હોય ત્યારે ગોખરુનું ચૂર્ણ અડધી ચમચી અને તેની અંદર ગાયનું ઘી એક ચમચી અને ખડી સાકર એક ચમચી આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી સવાર સાંજ લેવાથી પ્રદર રોગ દુર થાય છે.

ડાયાબીટીસ :

ગોખરુંનું નિયમિત સેવન કરવાથી રક્તમાં રહેલા ગ્લુકોઝને ઘટાડે છે. તેનાથી ડાયાબીટીસનું જોખમ પણ ઘટી જાય છે. જે વ્યક્તિને ડાયાબીટીસ હોય તેણે ગોખરાનું ચૂર્ણ પાણી સાથે લેવાથી બ્લડ સુગર કન્ટ્રોલમાં રહે છે.

ચામડી માટે :

એક્ઝીમાંના કારણે આપણી ચામડીમાં ખંજવાળ આવવા લાગે છે. તે માટે ગોખરૂ ખુબ ઉપયોગી બને છે. તેના સુકા પાનનું ચૂર્ણ ચામડીની પ્રભાવિત જગ્યા પર લગાવાથી તે સમસ્યા દુર થાય છે. ગોખરુના ચૂર્ણ અને તેમાં એક ચમચી સાકર અને એક ગ્લાસ દુધમાં મિક્સ કરી પીવાથી મૂત્રાવરોધ, મૂત્ર કષ્ટ અને મૂત્રદાહ દુર થાય છે.

તાવ :

તાવમાં ગોખરુંની છાલને પંદર ગ્રામ લો તેને બસો પચાસ ગ્રામ દૂધમાં ઉકાળીને સવાર સાંજ પીવાથી વંધ્યત્વની સમસ્યા દુર થાય છે. તે ઉકાળામાં થોડો ઉકાળો વધે ત્યારે તેને સાચવીને ત્રણ દિવસ તે ઉકાળો પીવાથી તાવમાં પણ દુર થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *