માત્ર થોડી જ મિનિટોમાં દૂર થશે ગળા અને કોણીની કાળાશ, એકવાર જરૂર થી અજમાવી જુઓ આ ઘરગથ્થુ ઉપાય

Spread the love

મિત્રો, આપણે આપણી ત્વચાને સુંદર બનાવવા માટે અનેકવિધ ઘરગથ્થુ ઉપચાર અને ક્રીમનો ઉપયોગ કરીએ છીએ પરંતુ, આપણી ડોક અને કોણીઓની સ્વચ્છતા અને સુંદરતા તરફ ધ્યાન નથી આપતા. જો ફક્ત તમારો ચહેરો જ સુંદર લાગશે અને શરીરના બીજા અંગો કાળા લાગશે તો તમારે શરમ અનુભવવી પડે છે માટે આજે અ લેખમા અમે એક એવો નુસખો લઈને આવ્યા છીએ કે જેનો ઉપયોગ કરીને તમે તમારા શરીરની સારી રીતે માવજત કરી શકશો અને તેને સુંદર તથા આકર્ષક બનાવી શકશો.

આવશ્યક સાધન-સામગ્રી :

  • લીંબુ : ૧/૨ નંગ
  • નમક : ૧ ચમચી
  • ખાવાનો સોડા : ૧ ચમચી
  • ઇનો : ૧ ચમચી
  • સફેદ ટૂથપેસ્ટ : આવશ્યકતા મુજબ

વિધિ :

સૌથી પહેલા તો લીંબુના બે ભાગ કરી તેમાંથી અડધું લીંબુ લઇ તેના પર નમક લગાવો. ત્યારબાદ એક બાઉલમા ૧ ચમચી ખાવાનો સોડા અને ૧ ચમચી ઇનો ઉમેરી લો. ત્યારબાદ ઉપરથી વ્હાઇટ ટૂથપેસ્ટ ઉમેરી લો. હવે આ તૈયાર કરેલી પેસ્ટને થોડીવાર માટે સાઈડમા મૂકી દો. હવે સૌથી પહેલા નમક લગાવેલા લીંબુને તમારી ગરદન અન કોણી પર બરાબર રીતે રગડી લો અને ૧૫ મિનિટ સુધી રહેવા દો, ત્યારબાદ તેને ભીના કપડાથી લૂંછી લો.

હવે તૈયાર કરેલી આ પેસ્ટને આખી ગરદન અને કોણી પર વ્યવસ્થિત રીતે લગાવી લો. ત્યારબાદ તે સૂકાઇ તેની રાહ જુઓ. જ્યારે પેસ્ટ સૂકાઇ જાય એટલે ભીના કપડાથી તેને લૂછી લો. ત્યારબાદ ગરદન અને કોણીના ભાગ પર મોઇશ્ચરાઇઝર લગાવો. આ પેસ્ટમા ઉપયોગમા લેવામ આવેલ બેકિંગ સોડા એ તમારી ત્વચા માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે. તે પ્રાકૃતિક રીતે એસિડિક છે. તે તમારી ત્વચાને આકર્ષક બનાવવા માટે તમારી ત્વચાના પી.એચ. સ્તરને સંતુલિત કરે છે. આ ઉપરાંત તે ત્વચામાથી ડેડ સેલ્સને એક્સફોલિયેટ કરવામાં પણ સહાયરૂપ બને છે.

આ સિવાય તે તમારી ત્વચા પરથી ખીલની સમસ્યા પણ દૂર કરે છે. અ પેસ્ટને ત્વચા પર લગાવવાથી ત્વચાની ગંદકી સાફ થાય છે અને તે તેજસ્વી બને છે. તમે તમારા દાંતને સફેદ કરવા અને ચમકાવવા માટે જે ટૂથપેસ્ટનો ઉપયોગ કરો છો તે ત્વચાને સાફ કરવામા પણ સહાયરૂપ બને છે. તે તમારી સુંદરતામા ચાર ચાંદ લગાવી છે. તેને ત્વચા પર લગાવવાથી ત્વચા પર ખુલ્લા રહેલા તમામ છિદ્રો બંધ થઈ જાય છે. ત્વચાની શુષ્કતા દૂર થાય છે અને ત્વચા આકર્ષક બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *