માત્ર ૫ કલાકમા જ ૧ મિલિયન ફોલોઅર્સ મેળવનાર અભિનેત્રી પોતાના નગ્ન ફોટોની હરાજી કરીને જે પૈસા આવે તેમાંથી કરશે…
મિત્રો, થોડા સમય પહેલા જ અભિનેતા મેથ્યુ મોકવોર્ને એ કોરોનાની સમાસ્યાનો સામનો કરવા અમેરિકાના ટેક્સાસની સ્થાનિક હોસ્પિટલોમા અંદાજે ૨ લાખ માસ્ક દાન આપ્યા હતા. ત્યારે હાલ, અભિનેત્રી જેનિફર એનિસ્ટન પણ તેના નગ્ન ચિત્રની મદદથી કોરોના વાયરસના આ યુદ્ધમા રાહત ભંડોળ એકઠુ કરવાનો પ્રયાસ કરી રહી છે.
તેણીએ ગયા મહિને કોરોના વાયરસ પોઝીટીવ નર્સને ૧૦ હજાર ડોલરની ભેંટ આપી હતી. જે ફ્રન્ટલાઈન પર કામ કરતી વખતે કોરોના પોઝીટીવ બની હતી. આ સિવાય તેમણે ફ્રેન્ડ્સ વર્ચ્યુઅલ રિયુનિયનની મદદથી પણ ચેરીટી ઉભી કરી હતી. હાલ, તે તાજેતરમા જ પોતાના એક ફોટોગ્રાફર મિત્ર માર્ક સાથે જોડાઈ છે. કોરોના વાયરસ સામેના આ યુદ્ધમા પૈસા એકત્રિત કરવા તે વર્ષો પહેલા ક્લિક કરેલા તેના આ નગ્ન ફોટાને વેચવાનુ નક્કી કર્યુ છે.
આ ચિત્ર વર્ષ ૧૯૯૫મા ક્લિક કરવામા આવ્યુ હતુ. જ્યારે જેનિફર એનિસ્ટન તેના એક ટીવી શો “ફ્રેન્ડ્સ” ના કારણે ખૂબ જ લોકપ્રિય બની હતી. તેણીએ એક વિડીયો અને આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે અને લખ્યુ છે કે, મારા વિશેષ મિત્ર માર્કે ૨૫ તસવીરોની હરાજી કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય કોરોના રાહત માટે નાણા એકઠા કરવા માટે લેવામા આવ્યો છે. તેમની આ આવકનો સો એ સો ટકા ભાગ એવી સંસ્થામાં જશે કે જે લોકોને નિ:શુલ્ક કોરોના વાયરસ પરીક્ષણ અને સારવાર પૂરી પાડે છે. આ ચિત્રનુ મુલ્ય કે બોલી ૬૫૦૦ ડોલર રાખવામાં આવી છે.
સોશિયલ મીડિયામા સર્જ્યો એક અનોખો વૈશ્વિક રેકોર્ડ :
લાંબા સમયથી સોશિયલ મીડિયાથી દૂર રહેનારી જેનિફરે થોડા મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ પર પ્રવેશ કર્યો હતો. તેણીએ પોતાની પહેલી ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી “ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ” મા પોતાનુ નામ નોંધાવ્યુ હતુ. જેનિફરે આ પોસ્ટ સાથે ફક્ત ૫ કલાક અને ૧૬ મિનિટમા ઇન્સ્ટાગ્રામ પર એક મિલિયન ફોલોઅર્સ મેળવ્યા હતા અને “ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ” મા પોતાનુ નામ નોંધાવ્યુ હતુ.